IND vs AUS: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, આવું કરવા વાળો એશિયાનો પહેલો યુવા બેટ્સમેન બન્યો
- યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે 161 રનની જોરદાર ઇનિંગ રમી
- યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં એક નવો ઇતિહાસ રચ્યો
- કારકિર્દીની પ્રથમ ચાર સદીમાં 150થી વધુ રન બનાવ્યા
IND vs AUS: ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે 161 રનની જોરદાર ઇનિંગ રમી હતી. બેટ્સમેન યશસ્વી જયસ્વાલે મિચેલ સ્ટાર્કની બોલ પર સિંગલ લઈને મેચમાં પોતે 150 રન બનાવ્યાં હતા. યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. યશસ્વી હવે એશિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે તેની કારકિર્દીની પ્રથમ ચાર સદીમાં 150થી વધુ રન બનાવ્યા છે. આ ઇનિંગ પહેલા, યશસ્વીએ ટેસ્ટમાં જે સદી ફટકારી હતી, તેમાં તેનો સ્કોર 171, 209 અને 214 હતો.
યશસ્વી જયસ્વાલે રચ્યો પહેલો ઈતિહાસ
નોધનીય છે કે, યશસ્વી જયસ્વાલ એ ભારતનો યુવા ઓપનર ખેલાડી છે. તેની 161 રનની ઇનિંગ સાથે, ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. મહત્વની વાત એ છે કે, યાદીમાં સુનીલ ગાવસ્કર સહિત ભારતીય બેટ્સમેનો છે જેમણે ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો: Rishabh Pant Wins Hearts : અકસ્માતમાં રિષભ પંતનો જીવ બચાવનાર યુવકોને મળી સ્કુટરની ભેંટ
સિક્સર ફટકારીને યશસ્વી જયસ્વાલે પોતાની સદી પૂરી કરી
યશસ્વી જયસ્વાલે જોશ હેઝલવુડના બોલ પર સિક્સર ફટકારીને પોતાના શાનદાર સદી પૂરી કરી હતી. ઇનિંગ્સની 62મી ઓવરમાં તેમણે અપર કટ રમ્યો અને તેના રનની સંખ્યાને ત્રીજા અંકમાં લઈ ગઈ. જયસ્વાલની આ ચોથી ટેસ્ટ સદી છે. તેની પ્રથમ ટેસ્ટ સદી વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ મેચમાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં તેણે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: પર્થમાં જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આ કારમાનું કરનારો પ્રથમ ભારતીય બન્યો
નવ મહિના બાદ ફરી એકવાર યશસ્વીએ ફટકાર્યું શતક
ભારતના યુવા બેટ્સમેને હવે નવ મહિના પછી રેડ બોલ ક્રિકેટમાં 100 રનનો આંકડો પાર કરી લીધો છે. બીજી સિઝનમાં જયસ્વાલે મિચેલ માર્શના બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 297 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 161 રન બનાવ્યા હતા. તે આ મેદાન પર ઓપનર તરીકે ડેવિડ વોર્નરના ઉચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડવામાં માત્ર ચાર રનથી ચૂકી ગયો હતો. વોર્નરે ગયા વર્ષે પર્થમાં પાકિસ્તાન સામે 164 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: IND vs AUS : 'ઈંટ કા જવાબ પથ્થર સે' કાંગારુ બેટ્સમેનોને ભારતીય બોલરોએ ધોઇ નાખ્યા


