IND vs BAN: ભારતીય બોલરો સામે બાંગ્લાદેશનો ધબડકો!
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ દ્વારા દમદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું. તેમાં અત્યાર સુધીની મેચની વાત કરીએ તો 40 રનમાં જ 5 વિકેટો પડી ગઇ છે. જેમાં અક્ષર પટેલ 2, મોહમ્મદ શમી 2 અને હર્ષિત રાણાના ખાતામાં 1 વિકેટ આવી હતી. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અને ઝાકર અલી અને તૌહીદ હૃદયોય ક્રીઝ પર છે.
2013 વચ્ચે 11 ટોસ ગુમાવ્યા હતા.
ભારતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી અત્યાર સુધી 11 ટોસ ગુમાવ્યા છે. આ વન ડે મેચમાં નેધરલેન્ડ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ છે. જેમાં માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે 11 ટોસ ગુમાવ્યા હતા.
No one appealed for the catch, Umpire waited for KL Rahul's decision and finally gave out@klrahul the mastermind behind the wickets, 3 catches so far🔥🔥 #IndvsBan pic.twitter.com/HToLnTY987
— Varun #Globetrotting🦁 (@varunklstan) February 20, 2025
આ પણ વાંચો-IND vs BAN Match Preview: ભારતીય ટીમની આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત, બાંગ્લાદેશ સાથે થશે ટક્કર
બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
આ મેચમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ સૌમ્ય સરકાર (0) ને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં હર્ષિત રાણાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (0) ને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. શાંતોના આઉટ થયા સમયે સ્કોર 2 વિકેટે 2 રન હતા. સાતમી ઓવરમાં, શમીએ મેહદી હસન મિરાઝ (5) ને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી. શુભમન ગિલે મેહદીનો કેચ પકડ્યો.
આ પણ વાંચો-PAKvsNZ :પહેલી જ મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર
રોહિત શર્માએ એક સરળ કેચ છોડી
એ પછી અક્ષર પટેલે 9મી ઓવરમાં બે વિકેટ લઈને બાંગ્લાદેશની હાલત વધુ ખરાબ કરી દીધી. તંજીદ હસન ક્રીઝ પર સેટ થાય એ પહેલા અક્ષરે આઉટ કર્યો. ત્યારબાદ તેણે બીજા બોલ પર મુશફિકુર રહીમ (0) ને આઉટ કર્યો. મુશફિકુર આઉટ થયો ત્યારે બાંગ્લાદેશનો સ્કોર 5 વિકેટે 35 રન હતો. અક્ષર પાસે હેટ્રિક લેવાની તક હતી પરંતુ રોહિત શર્માએ એક સરળ કેચ છોડી દીધો.


