IND Vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત!
- ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું
- દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી
- શુભમન ગિલે સદી ફટકારી
IND Vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ(IND Vs BAN)ને 6 વિકેટથી હરાવ્યું.આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.જેમાં બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.બાંગ્લાદેશે ભારતને 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે.બાંગ્લાદેશની આખી ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.બાંગ્લાદેશ તરફથી તૌહીદ હૃદયોય 100રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગની વાત કરીએ તો, ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી. આ પછી શુભમન ગિલે (Shubman Gill) બેટિંગમાં પોતાની તાકાત બતાવી અને સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
શુભમન ગિલ ફરી 'શુભ', ફટકારી ધમાકેદાર સદી
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલ ફરી એક વાર ભારત માટે શુભ બન્યો હતો. ગિલે સદી ફટકારતાં ભારતની જીત આસાન બની હતી. ગિલે 125 બોલમાં સદી ફટકારતાં ભારતની જીત આસાન બની હતી. બીજા ક્રમે બેટિંગ માટે આવેલા ગિલે કેએલ રાહુલ સાથે ધીમી રમત જાળવી રાખીને ટીમનો બેડો પાર કરાવી દીધો હતો.
A fighting century from Shubman Gill helps India begin their #ChampionsTrophy campaign with a win 👏#BANvIND 📝: https://t.co/YrDJCV7R6G pic.twitter.com/xzVJ0niQ0J
— ICC (@ICC) February 20, 2025
આ પણ વાંચો-Virat Kohli એ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ, ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી
ટીમ ઈન્ડિયાની 6 વિકેટે જીત
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત સાથે ટુર્નામેન્ટની શરુઆત કરી છે. શુભમન ગિલે સદી ફટકારી છે.
આ પણ વાંચો-Mohammad Shami એ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં મેળવી ઐતિહાસિક સિદ્ધિ
કેવી રહી ભારતની બેટિંગ લાઈન
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને 9.5 ઓવરમાં 69 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 36 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ ઐયર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે 15 રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો-Axar patel: સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો,મેદાનમાં હાથ પછાડ્યો
બાંગ્લાદેશે આપ્યો 228 રનનો ટાર્ગેટ
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં બાંગ્લાદેશે ભારત સામે 228 રન બનાવ્યા. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દુબઈમાં રમાઈ. બાંગ્લાદેશ બહુ મોટો સ્કોર બનાવી શક્યું નહીં, પરંતુ તૌહીદ હૃદયોયની સદી અને જાકીર અલીની અડધી સદીની ઈનિંગ્સને કારણે બાંગ્લાદેશ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. હૃદયોયે 100 રનની સદીની ઈનિંગ રમી હતી


