Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG 3rd ODI : ભારતનો 142 રને વિજય, ઈંગ્લેન્ડનો 3-0થી વ્હાઈટવોશ

ind vs eng 3rd odi   ભારતનો 142 રને વિજય  ઈંગ્લેન્ડનો 3 0થી વ્હાઈટવોશ
Advertisement
  • અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની અંતિમ મેચ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનું પલડું ભારે
  • ભારતે શ્રેણીમાં 2-0ની અજેય લીડ બનાવી છે

IND vs ENG 3rd ODI : આજે અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ. આ મેચમાં ભારતે 142 રનથી જીત મેળવી અને ઈંગ્લેન્ડને 3-0થી વ્હાઇટવોશ કર્યો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20I શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું.

વિરાટે રમી શાનદાર ઇનિંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થઇ. સૌ પ્રથમ ટોસ થયો, જે ઈંગ્લેન્ડના તરફેણમાં રહ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા કઇ ખાસ કરી શક્યા નહીં પણ જે ખેલાડી પર સૌથી વધુ આશા હતી કે તે તો આજે પોતાના જુના રંગમાં જોવા મળશે, તે આજે દર્શકોને જોવા મળ્યું, જીહા અમે અહીં વિરાટ કોહલીની વાત કરી રહ્યા છીએ. વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો ત્યારથી પોઝિટિવ એટિટ્યુડ સાથે જોવા મળ્યો હતો. વિરાટે 55 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની અડધી સદીની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

Advertisement

Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો ODI રેકોર્ડ

ભારતીય ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 20 ODI મેચ રમી છે, જેમાં 11માં જીત મેળવી છે અને 9માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મેદાન પર ટીમ ઈન્ડિયા પહેલીવાર ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે 325 રનનો પીછો કરીને ભારતે અહીં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં ભારતે છેલ્લી વખત 2023ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ODI રમ્યો હતો, જેમાં 6 વિકેટથી પરાજય મળ્યો હતો.

ENG 214/10 (34.2 ઓવર)

IND 356/10 (50 ઓવર)

ભારત મેચ જીતી ગયું

February 12, 2025 8:31 pm

ભારતે ત્રીજી મેચ 142 રનથી જીતીને શ્રેણી 3-0થી કબજે કરી છે. ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. શુભમન ગિલ આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. ગિલે 3 મેચમાં 360 રન બનાવ્યા છે.

જીતથી 1 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

February 12, 2025 8:20 pm

ઈંગ્લેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઇ છે. ઈંગ્લેન્ડ ક્લીન સ્વીપથી 1 વિકેટ દૂર છે. હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડને 9મો ઝટકો આપ્યો છે. માર્ક વુડ 9 રન બનાવીને આઉટ થયો.

ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર

February 12, 2025 8:08 pm

ઈંગ્લેન્ડના 8 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. 8 મી વિકેટ આદિલ રશીદની પડી, જેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. રશીદ પોતાનું ખાતુ પણ ખોલી શક્યો નહતો.

ઈંગ્લેન્ડને લાગ્યો 7 મો ઝટકો

February 12, 2025 7:59 pm

વોશિંગ્ટન સુંદરનું ખાતું પણ ખુલી ગયું છે. સુંદરે લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો. લિયમે ફક્ત 9 રન બનાવ્યા. હવે ઈંગ્લેન્ડ હારથી માત્ર 3 વિકેટ દૂર છે.

ઈંગ્લેન્ડની હાલત ખરાબ

February 12, 2025 7:50 pm

ટીમ ઈન્ડિયાના બોલરો હવે ઈંગ્લેન્ડ પર હાવી થતા જોવા મળી રહ્યા છે. ઈંગ્લેન્ડ ટીમની હાલત સતત ખરાબ થઇ રહી છે. આ ટીમના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. Harry Brook માત્ર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે.

ઇંગ્લેન્ડના 5 બેટ્સમેન આઉટ

February 12, 2025 7:41 pm

ઈંગ્લેન્ડની અડધી ટીમ બહાર થઈ ગઈ છે. હર્ષિત રાણાએ કેપ્ટન જોસ બટલરની વિકેટ લીધી. બટલર ફક્ત 6 રન બનાવી શક્યો. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 25 ઓવરમાં 200 થી વધુ રનની જરૂર છે.

ઈંગ્લેન્ડને લાગ્યો ચોથો ઝટકો

February 12, 2025 7:20 pm

અક્ષર પટેલે ભારતને ચોથી સફળતા અપાવી છે. જો રૂટ 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. 20.2 ઓવર સુધીમાં, ઇંગ્લેન્ડે સ્કોરબોર્ડ પર 134 રન બનાવી લીધા છે.

ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી

February 12, 2025 7:12 pm

કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી છે. Tom Banton ને પેવેલિયનનો રસ્તો બતાવવામાં આવ્યો છે. Tom ફક્ત 36 રન બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડે 126 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે.

ઈંગ્લેન્ડની ટીમે 100 રન કર્યા

February 12, 2025 6:49 pm

ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટના નુકસાને 13.3 ઓવરમાં 100 રન બનાવી લીધા છે.

ટીમ ઈન્ડિયાને મળી બીજી સફળતા

February 12, 2025 6:29 pm

ટીમ ઈન્ડિયાના બોલર શરૂઆતમાં ખૂબ ધોવાયા છે. પણ 1 વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા ફોર્મમાં જોવા મળી, હાલમાં ઈંગ્લેન્ડની બીજી વિકેટ Phil Salt ના રૂપમાં ગઇ. ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 80 રન.

10 ની એવરેજથી રન બનાવતી ઈંગ્લેન્ડની ટીમ

February 12, 2025 6:15 pm

ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં 6 ઓવર પૂર્ણ થઇ છે ત્યારે ઈંગ્લેન્ડની ટીમનો સ્કોર 60 રન છે. આમ ઈંગ્લેન્ડની ટીમ 10ની એવરેજથી રન બનાવી રહી છે.

ઈંગ્લેન્ડની ટીમ 50 રનને પાર

February 12, 2025 6:11 pm

ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા વિશાળ ટાર્ગેટ બાદ હવે ઈંગ્લેન્ડના બેટ્સમેન પણ વિસ્ફોટક બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા 0 વિકેટે 51 રન બનાવી લીધા છે.

ઈંગ્લેન્ડની ઇનિંગ શરૂ

February 12, 2025 5:51 pm

357 રનો પીછો કરવા ઈંગ્લેન્ડની ટીમ મેદાને ઉતરી. 1 ઓવરમાં બનાવ્યો માત્ર 1 રન.

ટીમ ઈન્ડિયા 356 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ

February 12, 2025 5:18 pm

અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ ગઈ. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 112 રનની ઇનિંગ રમી. ઈગ્લેન્ડ તરફથી આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યો. રાશિદે 4 વિકેટ લીધી.

વોશિગ્ટન સુંદર આઉટ

February 12, 2025 5:12 pm

હર્ષિત રાણા બાદ હવે વોશિગ્ટન સુંદર આઉટ થઇ ગયો છે. તેણે 14 બોલમાં 14 રન બનાવ્યા હતા

હર્ષિત રાણા 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

February 12, 2025 5:09 pm

હર્ષિત રાણા 13 રન બનાવીને આઉટ થયો છે. ભારતને 8મો ઝટકો લાગ્યો છે. હવે ફક્ત 1 ઓવર બાકી છે. ભારતે 48 ઓવરમાં 353 રનનો સ્કોર બોર્ડ પર નોંધાવ્યો છે.

કે.એલ.રાહુલ આઉટ

February 12, 2025 4:58 pm

ભારતની સાતમી વિકેટ કે.એલ.રાહુલના રૂપમાં પડી. 47મી ઓવરમાં તે LBW આઉટ થયો. રાહુલે 29 બોલમાં 40 રન બનાવ્યા હતા.

અક્ષર પટેલ આઉટ

February 12, 2025 4:56 pm

જો રૂટે અક્ષર પટેલને પેવેલિયન મોકલ્યો. ભારતને છઠ્ઠો આંચકો લાગ્યો. અક્ષર 13 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

ભારતે 300નો આંકડો સ્પર્શ્યો

February 12, 2025 4:54 pm

ભારતે 43મી ઓવરમાં 300 રનનો આંકડો પૂર્ણ કર્યો. કેએલ રાહુલ 19 રન અને અક્ષર પટેલ 11 રન સાથે ક્રીઝ પર છે. આદિલે 41મી ઓવરમાં હાર્દિક પંડ્યા (17) ને બોલ્ડ આઉટ કર્યો.

અદિલ રશીદનું ચાલ્યો જાદુ, કોહલી-ગિલ બાદ હવે શ્રેયશ ઐયરને કર્યો આઉટ

February 12, 2025 4:21 pm

ઈંગ્લેન્ડને ચોથી સફળતા મળી છે. આદિલ રશીદે પોતાના સ્પિનથી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા છે. આ જ કારણ છે કે, રાશિદે પહેલા વિરાટ કોહલી, તે પછી શુભમન ગિલ અને હવે શ્રેયસ ઐયરને પેવેલિયનનો રસ્તો બતાવી ટીમ ઈન્ડિયાના આવનારા બેટ્સમેનોમાં ખૌફ પૈદા કરી દીધો છે.

ઇંગ્લેન્ડને ત્રીજી સફળતા મળી, ગિલ OUT

February 12, 2025 4:02 pm

આદિલ રશીદે ગિલને આઉટ કરીને ભારતને ત્રીજો મોટો ઝટકો આપ્યો છે. ગિલ 112 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

શુભમન ગીલે સદી ફટકારી, ભારત 200 રનને પાર

February 12, 2025 3:44 pm

શુભમન ગિલે સદી ફટકારી શુભમન ગિલે 95 બોલમાં સદી ફટકારી છે. આ તેની વનડે કારકિર્દીની સાતમી સદી છે. ગીલે વુડ દ્વારા ફેંકવામાં આવેલી 32મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની સદી પૂરી કરી. ઐયર 43 રન બનાવીને રમી રહ્યો છે.

ગિલ-કોહલીએ ફટકારી Half Century

February 12, 2025 2:52 pm

મેદાનમાં ઉતરતા જ શુભમન ગિલે પોતાના ઇરાદા પહેલા જ સ્પષ્ટ કરી દીધા હતા. રોહિત શર્માના આઉટ થયા બાદ પણ શુભમન ગિલે પોતાની શૈલીમાં રમીને અડધી સદી ફટકારી લીધી છે. શુભમન ગિલ પછી વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ કોહલીની વનડે કારકિર્દીની 73મી અડધી સદી છે.

ડ્રિક્સ બ્રેક - ટીમ ઈન્ડિયાનો સ્કોર 94-1

February 12, 2025 2:43 pm

ડ્રિક્સ બ્રેક પહેલા ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 વિકેટના નુકસાને 94 રન છે. જેમા શુભમન ગિલે 47 રન તો વિરાટ કોહલીએ 39 રન બનાવ્યા છે.

કોહલી-ગિલે ચોગ્ગાનો વરસાદ કર્યો

February 12, 2025 2:31 pm

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 1 વિકેટના નુકસાને 52 રન બનાવી લીધા છે. બીજી વનડેમાં શાનદાર સદી ફટકારનારા રોહિત શર્મા આ મેચમાં બેટિંગથી કોઇ ખાસ ચમત્કાર બતાવી શક્યા નહીં. જોકે, રોહિત બાદ ક્રિઝ પર આવેલા વિરાટ કોહલી શાનદાર ઇનિંગ રમી રહ્યો છે. તે અને ગિલ બંને ધનાધન ચોગ્ગા ફટકારી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાનો 10 ઓવરમાં સ્કોર 52 રન, 1 વિકેટ

February 12, 2025 2:20 pm

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 17 રન બનાવીને રમી રહ્યો છે અને શુભમન ગિલ પણ 28 રન બનાવીને રમી રહ્યો છે.

કિંગ કોહલી આક્રમક રૂપમાં દેખાયા

February 12, 2025 2:08 pm

વિરાટ કોહલીના બેટમાંથી સતત 2 ચોગ્ગા આવ્યા છે. કોહલી આજે ફોર્મમાં દેખાય છે અને બોલને સારી રીતે ટાઇમ કરી રહ્યો છે.

ભારતીય ટીમે 6 ઓવરમાં 30 રન બનાવ્યા

February 12, 2025 2:02 pm

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 30 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 7 રન બનાવીને રમી રહ્યો છે અને શુભમન ગિલ 16 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી છે.

4 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 17 રન 1 વિકેટ

February 12, 2025 1:51 pm

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 17 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ બંને 5-5 રન પર બેટિંગ કરી રહ્યા છે.

ભારતની પહેલી વિકેટ - રોહિત શર્મા આઉટ

February 12, 2025 1:38 pm

ભારતને ઇંગ્લેન્ડ સામે ત્રીજી વનડેમાં 6 રનના સ્કોર પર પહેલા ઝટકાનો સામનો કરવો પડ્યો, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ માર્ક વુડના બોલ પર વિકેટકીપર ફિલ સોલ્ટને કેચ આપ્યો. રોહિત ફક્ત 1 રન બનાવી શક્યો. હવે પેવેલિયન પરત ફર્યા બાદ, વિરાટ કોહલી બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો છે.

રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં શું કર્યો ફેરફાર?

February 12, 2025 1:20 pm

ટીમ સ્થાન નહીં - રવિન્દ્ર જાડેજા, મોહમંદ શમી અને વરુણ ચક્રવતી / ટીમમાં સ્થાન - વોશિંગ્ટન સુંદર, અરશદીપ અને કુલદીપ યાદવને

કોણે જીત્યો Toss?

February 12, 2025 1:04 pm

ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતી લીધો છે અને તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે.

અમદાવાદમાં Ro-Ko પર સૌની રહેશે નજર

February 12, 2025 12:44 pm

ઈંગ્લેન્ડ સામે અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ શાનદાર સદી (119) ફટકારી ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભુમિકા ભજવી હતી. બીજી તરફ વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામે ગત મેચમાં માત્ર 5 રન જ બનાવ્યા હતા. તેઓ સારું પ્રદર્શન કરશે તેવી ફેન્સને સૌથી વધુ આશા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે

February 12, 2025 12:25 pm

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 36 ODI મેચ રમાઈ ચૂકી છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 19 વખત જીતી છે, જયારે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ 17 વખત વિજયી રહી છે. પીચના સરેરાશ સ્કોર મુજબ, પ્રથમ ઇનિંગમાં 237 રનની એવરેજ છે, જ્યારે બીજી ઇનિંગમાં એવરેજ 208 રન છે. આ પરથી સાફ થાય છે કે ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનો વિચાર કરી શકે છે, જેથી મહત્વપૂર્ણ લીડ મેળવી શકાય.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી

February 12, 2025 12:18 pm

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમમાં 6 નિષ્ણાત બેટ્સમેન અને 2 વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત, 4 ઓલરાઉન્ડરોને તક આપવામાં આવી છે, જેમાં 3 સ્પિન બોલિંગ કરે છે. ખાસ વાત એ છે કે ટીમમાં ફક્ત 2 મુખ્ય ફાસ્ટ બોલરો અને 2 નિષ્ણાત સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે પસંદગીને લઇને ચર્ચા જગાવી છે.

ટોસ 1 વાગ્યે થશે

February 12, 2025 12:18 pm

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ માટે ટોસ બપોરે 1:00 વાગ્યે થશે, જ્યારે પહેલો બોલ બપોરે 1:30 વાગ્યે ફેંકાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પહેલાથી જ શ્રેણી જીતી ચૂક્યું છે.

Head to Head

February 12, 2025 12:18 pm

ભારતી અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 109 ODI મેચ રમાઈ ચુકી છે, જેમાથી ટીમ ઈન્ડિયાએ 60 મેચમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 44 મેચમાં જીત મેળવી ચુકી છે. આ જોતા આજે ટીમ ઈન્ડિયાનો દબદબો હોવાનું સ્પષ્ટપણે કહી શકાય છે. જોકે, દરેક દિવસો એક જેવા નથી હોતા, તેમ આંકડાની માયાજાળ પર વધુ વિશ્વાસ ન રાખી ટીમ ઈન્ડિયાએ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી આ મેચ પોતાના નામે કરવી પડશે.

This Live Blog has Ended
Advertisement

.

×