Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG 3rd Test : ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધશે! ફિલ્ડિંગ બની ચિંતાનો વિષય

IND vs ENG 3rd Test : લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચનો પ્રથમ દિવસ રોમાંચથી ભરપૂર રહ્યો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી અને દિવસના અંતે 4 વિકેટે 251 રન બનાવ્યા, જ્યારે ભારતીય બોલરોએ દબાણ બનાવીને મેચમાં રોમાંચ જાળવી રાખ્યો. નીતિશ કુમાર રેડ્ડી અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગથી ઈંગ્લેન્ડનો ટોપ ઓર્ડર ધરાશાયી થયો, પરંતુ જો રૂટ અને બેન સ્ટોક્સે સંયમી બેટિંગથી ટીમને સંભાળી. ભારતની ફિલ્ડિંગની નબળાઈ અને રવિન્દ્ર જાડેજાની વાયરલ થયેલી ટિપ્પણીએ હાલમાં ચર્ચા જગાવી છે.
ind vs eng 3rd test   ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધશે  ફિલ્ડિંગ બની ચિંતાનો વિષય
Advertisement
  • લોર્ડ્સ ટેસ્ટ: ઈંગ્લેન્ડનો દબદબો, ભારત દબાણમાં
  • રૂટના 99 રન, ભારતે તક ગુમાવી
  • રાહુલની ફિલ્ડિંગ ફરી ચર્ચામાં
  • સ્ટમ્પ માઇકમાં જાડેજાએ રાહુલને ધમકાવ્યો?
  • ફિલ્ડિંગ બની ફરી ભારતની કમજોરી

IND vs ENG 3rd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ હાલમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ હાઈ-પ્રોફાઇલ મુકાબલાના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 251 રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોનું મજબૂત વલણ

ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે જો રૂટ 99 રન અને કેપ્ટન બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ છે. ભારત માટેનો દિવસ ભલે વિકેટોની દ્રષ્ટિએ વધુ સફળ રહ્યો ન હોય, પરંતુ બોલર્સે દબાણ બનાવવામાં સફળતા મેળવી હતી અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરળ રન બનાવી શક્યા નહીં. ભારત તરફથી બોલિંગ કરતાં નીતિશ કુમાર રેડ્ડીએ શ્રેષ્ઠ શરૂઆત આપી હતી. તેણે એક જ ઓવરમાં બંને ઓપનર — જેક ક્રોલી અને બેન ડકેટને આઉટ કરીને ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ઝટકો આપ્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે મહત્વના બેટ્સમેન હેરી બ્રુકને આઉટ કરીને ત્રીજી સફળતા મેળવી. રવિન્દ્ર જાડેજા પણ વિકેટ લેવામાં પાછળ ન રહ્યો અને તેણે ઓલી પોપની વિકેટ લીધી. જો કે, સમગ્ર દિવસ દરમિયાન ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ખૂબ સતર્ક રમત રમી હતી અને ભાગીદારી બનાવી હતી.

Advertisement

Advertisement

ફિલ્ડિંગ હજુ પણ ચિંતાનો વિષય

ભારતીય ટીમ (Indian Team) માટે ફિલ્ડિંગ હજુ પણ મોટી ચિંતા બની રહી છે. અગાઉની મેચોમાં પણ ઘણી તક ઝડપવામાં ટીમ નિષ્ફળ ગઈ હતી. પહેલી ટેસ્ટમાં ભારતને જે હારનો સામનો કરવો પડ્યો, તેનું મોટું કારણ પણ ખરાબ ફિલ્ડિંગ જ હતું. બીજી ટેસ્ટ જીતવા છતાં પણ ભારતીય ફિલ્ડરે કેટલીક મહત્વપૂર્ણ મિસટેક કરી હતી. ખાસ કરીને કેએલ રાહુલ (KL Rahul) દ્વારા જાડેજાના બોલ પર બ્રાઇડન કાર્સનો આસાન કેચ છોડવો, ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

જાડેજાની ચેતવણી માઇકમાં કેદ

પ્રથમ દિવસના રમત દરમિયાન, લોર્ડ્સની ઇનિંગ (Lords Inning) દરમિયાન જ્યારે કેએલ રાહુલ (KL Rahul) ફિલ્ડિંગમાં થોડો ઢીલો દેખાતો હતો, ત્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ તરત જ તેને ટોક્યો. જાડેજાએ કહ્યું: "કેએલ, જુઓ... નહીં તો પછી કહેશો કે હું ધ્યાન આપી રહ્યો નથી!" જાડેજાનું આ બોલવું સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ હતી અને તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગઈ. જાડેજાની આ હળવી ટિપ્પણી પાછળ ફીલ્ડિંગ પ્રત્યેની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે.

કેએલ રાહુલનું બેટિંગ ફોર્મ

તાજેતરમાં કેએલ રાહુલ, ઈંગ્લેન્ડ પ્રવાસમાં બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જયારે વિકેટકીપિંગની જવાબદારી રિષભ પંત નિભાવી રહ્યો છે. રાહુલે અત્યાર સુધી આ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટમાં એક સદીના સહારે કુલ 236 રન બનાવ્યા છે. તે લોર્ડ્સની પિચ પર પણ પોતાની બેટિંગ ફોર્મ જાળવી રાખવા માંગશે.

આ પણ વાંચો :  IND vs ENG : શુભમન ગિલ પાસે બ્રેડમેનનો 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક!

Tags :
Advertisement

.

×