IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં Mohammed Siraj ને ઝટકો! ICC એ ફટકાર્યો દંડ
- લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
- ICC ની કડક કાર્યવાહી, સિરાજને ફટકાર્યો દંડ
IND vs ENG 3rd Test : લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ ચાહકો માટે રોમાંચથી ભરપૂર સાબિત થઈ રહી છે. ચોથા દિવસની રમત દરમિયાન બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, જેમાં શાનદાર બોલિંગ, બેટિંગ અને મેદાન પર ગરમાગરમીનો સમાવેશ થયો. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ 192 રનમાં સમેટાઈ ગઇ, જેના કારણે ટીમ ઇન્ડિયા (Team India) ને જીત માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો. જોકે, ભારતની બીજી ઇનિંગમાં શરૂઆત નિરાશાજનક રહી, કારણ કે ઈંગ્લેન્ડના બોલરોએ આક્રમક બોલિંગ કરી અને 58 રનની અંદર ભારતની 4 મહત્વની વિકેટ ઝડપી લીધી. હવે ભારતને જીત માટે 135 રનની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ભારતની બાકીની 6 વિકેટ લેવાની રહેશે.
મેદાન પર ગરમાગરમી, સિરાજ-ડકેટ વચ્ચે દલીલ
ચોથા દિવસે રમત દરમિયાન માત્ર ક્રિકેટનો રોમાંચ જ નહીં, પરંતુ ખેલાડીઓ વચ્ચે થયેલી ગરમાગરમ ચર્ચાએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની છઠ્ઠી ઓવરમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે (Mohmmed Siraj) ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ (12) ને આઉટ કર્યો. આ વિકેટની ઉજવણી દરમિયાન સિરાજનો ખભો ડકેટ સાથે અથડાયો, અને તેમની વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા 9Social Media) પર ઝડપથી વાયરલ થયો, જેના પછી ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો. સિરાજની આક્રમક ઉજવણીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા, અને આ ઘટના પર ICC એ કડક પગલાં લીધાં.
ICC ની કડક કાર્યવાહી, સિરાજને દંડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ના આ વર્તનને ગંભીરતાથી લઈને તેની સામે કડક કાર્યવાહી કરી. સિરાજ પર ICC આચાર સંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો. ખાસ કરીને, તેમને ICC આચાર સંહિતાની કલમ 2.5 ના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યા, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ્સમેન આઉટ થયા બાદ તેની સામે અપમાનજનક અથવા આક્રમક હાવભાવ દર્શાવવા સાથે સંબંધિત છે. આ ઉલ્લંઘન માટે સિરાજને તેમની મેચ ફીનો 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે.
India's ace pacer has been penalised for breaching the ICC Code of Conduct on Day 4 at Lord’s.#WTC27 | #ENGvINDhttps://t.co/5GLw5Q6HHf
— ICC (@ICC) July 14, 2025
સિરાજનો શિસ્તભંગનો ઇતિહાસ
આ ઘટના સિરાજનો 24 મહિનાના સમયગાળામાં બીજો શિસ્તભંગનો ગુનો છે, જેના કારણે તેમના ડિમેરિટ પોઈન્ટની સંખ્યા હવે 2 થઈ ગઈ છે. આ પહેલાં, 7 ડિસેમ્બર 2024 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ સિરાજને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. ICC ની આ કાર્યવાહીએ સિરાજના આક્રમક વર્તન પર ચર્ચા વધુ તીવ્ર કરી દીધી છે, અને ચાહકોમાં આ બાબતે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
You can't escape the DSP! 🚨
One shot too many & #BenDuckett has to make his way back as #MohammedSiraj provides an early breakthrough!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/vo6bbH8PcQ pic.twitter.com/4vO1Elz9eo
— Star Sports (@StarSportsIndia) July 13, 2025
મેચની હાલની સ્થિતિ
મેચની વાત કરીએ તો, ભારત હાલમાં દબાણમાં છે, કારણ કે 58 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાને હજુ 135 રનની જરૂર છે. બીજી તરફ, ઈંગ્લેન્ડના બોલરો આત્મવિશ્વાસથી ભરેલા છે અને તેમનો ધ્યેય ભારતની બાકીની વિકેટ ઝડપથી ઝડપી લેવાનો છે. આ મેચનું પરિણામ હવે આગામી દિવસોમાં બંને ટીમોની રણનીતિ અને ખેલાડીઓના પ્રદર્શન પર નિર્ભર કરશે.
આ પણ વાંચો : IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ!


