IND vs ENG 4th Test : શુભમન ગિલના નેતૃત્વમાં ભારતનો ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ
- ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
- ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણીમાં 148 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
- ટેસ્ટ શ્રેણીમાં 7 વખત 350થી વધુ રનનો સ્કોર નોંધાવ્યો
IND vs ENG 4th Test : જ્યારે શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે રવાના થઈ, ત્યારે કોઈએ એવી અપેક્ષા નહોતી રાખી કે આ યુવા ટીમ આટલું શાનદાર પ્રદર્શન કરશે. નવા કેપ્ટન, યુવા ખેલાડીઓથી ભરેલી ટીમ અને અનેક વરિષ્ઠ ખેલાડીઓની નિવૃત્તિના કારણે ભારતીય ટીમ પર ઘણા પડકારો હતા. ઉપરાંત, જસપ્રીત બુમરાહની 3થી વધુ ટેસ્ટ મેચ રમવાની શક્યતા ઓછી લાગતી હતી, અને ટીમે ઇજાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ભલે 4 મેચ પછી ઈંગ્લેન્ડ શ્રેણીમાં 2-1 થી આગળ હોવા છતા ભારતે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એક વિશ્વ રેકોર્ડ તોડ્યો.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો અનોખો રેકોર્ડ
ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં એક અદ્ભુત વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. આ ટીમ એવી પહેલી ટીમ બની છે જેણે એક જ ટેસ્ટ શ્રેણીમાં 7 વખત 350થી વધુ રનનો સ્કોર નોંધાવ્યો છે. ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ રહેલી આ પહેલા 5 મેચની શ્રેણીમાં ભારતે 8 ઇનિંગ્સમાં બેટિંગ કરી, અને આશ્ચર્યજનક રીતે માત્ર એક જ ઇનિંગમાં 350 રનનો આંકડો પાર ન કરી શકી. બાકીની 7 ઇનિંગ્સમાં ભારતે 350 કે તેથી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 3 વખત (1920-21, 1948 અને 1989) આવી શ્રેણીમાં 6 વખત 350+ રન બનાવ્યા હતા, પરંતુ 7 વખતનો આ આંકડો અગાઉ કોઈ ટીમે હાંસલ કર્યો નથી.
Unbeaten tons from Ravindra Jadeja and Washington Sundar helped India secure a brilliant draw in Manchester 👊#WTC27 | #ENGvIND 📝: https://t.co/FGxBigH5Wh pic.twitter.com/pg3x9m7crt
— ICC (@ICC) July 27, 2025
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક રેકોર્ડ
આ પ્રકારનો રેકોર્ડ સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાએ 1920-21માં ઈંગ્લેન્ડ સામે પોતાની ધરતી પર બનાવ્યો હતો, જ્યારે તેણે 6 વખત 350થી વધુ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ પછી, ઓસ્ટ્રેલિયાએ 1948 અને 1989માં ઈંગ્લેન્ડની ધરતી પર આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું. પરંતુ આ બધા રેકોર્ડ 6 વખત 350+ રન સુધી જ મર્યાદિત રહ્યા. ભારતે આ વખતે ઓસ્ટ્રેલિયાના આ રેકોર્ડને તોડીને નવો ઇતિહાસ રચ્યો છે.
ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 350+ સ્કોરની યાદી
- 7 વખત: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2025 (દૂર)
- 6 વખત: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1920-21 (ઘર)
- 6 વખત: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1948 (દૂર)
- 6 વખત: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1989 (દૂર)
ભારતની અદ્ભુત સફર
શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે આ શ્રેણીમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. નવી ટીમ અને ઇજાઓના પડકારો હોવા છતાં, ભારતે ન માત્ર શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના લાંબા ઇતિહાસમાં અગાઉ ક્યારેય નહોતો બન્યો. આ શ્રેણીની છેલ્લી મેચ હજુ બાકી છે, અને ભારત પાસે આ રેકોર્ડને વધુ નોંધપાત્ર બનાવવાની તક છે.
આ પણ વાંચો : IND vs ENG : રિષભ પંતે ઈંગ્લેન્ડમાં તે કરી બતાવ્યું જે MS Dhoni પણ ન કરી શક્યા


