Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG 4th Test : ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ સર્જવાની તક, સાથે 'કરો યા મરો' ની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ આજે 23 જુલાઈએ માન્ચેસ્ટરમાં શરૂ થશે, જ્યાં ટીમ ઈન્ડિયા માટે જીતવું જરૂરી છે. શ્રેણીમાં ઈંગ્લેન્ડે 2-1ની લીડ મેળવી છે અને ત્યારે ઓલ્ડ ટ્રેફોર્ડ જેવી પડકારજનક પિચ પર ભારત ઇતિહાસ રચવા ઉતરશે. ઇજાઓ અને નવી પસંદગીઓ સાથે બંને ટીમો માટે આ મુકાબલો નિણર્નાયક બનશે.
ind vs eng 4th test   ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ સર્જવાની તક  સાથે  કરો યા મરો  ની સ્થિતિ
Advertisement
  • IND vs ENG : ચોથી ટેસ્ટ આજે, ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ સર્જવાની તક
  • ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીવંત રાખવાની અંતિમ તક
  • INDIA vs ENGLAND : નવી ટીમ, જુનો ચેલેન્જ
  • ટીમ ઈન્ડિયા માટે Old Trafford માં કરો યા મરો જેવી સ્થિતિ

IND vs ENG 4th Test : આજે 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઈગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાશે, જે ટીમ ઈન્ડિયા (Team India) માટે અત્યંત મહત્વની છે. આ શ્રેણીમાં હાલમાં ઈંગ્લેન્ડ 2-1 ની લીડ સાથે આગળ છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે ભારતે બીજી ટેસ્ટમાં 336 રનની ઐતિહાસિક જીત સાથે શાનદાર વાપસી કરી હતી. જોકે, ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રેણીમાં લીડ મેળવવાની તક ગુમાવી દીધી. હવે આ ચોથી ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’ જેવી છે, કારણ કે શ્રેણી જીતવા માટે ભારતે બાકીની બંને મેચ જીતવી આવશ્યક છે.

ભારત માટે પડકાર

ઓલ્ડ ટ્રેફોર્ડનું મેદાન ભારતીય ટીમ માટે ઐતિહાસિક રીતે પડકારજનક રહ્યું છે. ભારતે અહીં અત્યાર સુધી 9 ટેસ્ટ મેચો રમી છે, પરંતુ એકપણ જીતી શક્યું નથી. આ 9 મેચોમાં 4 માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 5 મેચ ડ્રો રહી. આવી સ્થિતિમાં, શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેદાન પર ઇતિહાસ રચવાના ઇરાદા સાથે ઉતરશે. શ્રેણીને 2-2થી બરાબર કરવા અને અંતિમ મેચમાં જીતની આશા જીવંત રાખવા માટે આ મેચ નિર્ણાયક છે.

Advertisement

Advertisement

ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ રોમાંચક ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ચાહકો આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ Sony Sports Network પર જોઈ શકશે. આ ઉપરાંત, લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ Jio Hotstar પ્લેટફોર્મ પર લઈ શકાશે, જે ચાહકોને ઘરે બેસીને મેચની દરેક ક્ષણનો આનંદ માણવાની તક આપશે.

ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર

ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સ્પિનર શોએબ બશીર ઇજાને કારણે આ શ્રેણીમાંથી બહાર થયો છે, અને તેના સ્થાને લિયામ ડોસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લિયામ ડોસન 8 વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યો છે, જે તેના માટે એક મોટી તક છે. ઈંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટોક્સનું નેતૃત્વ, જો રૂટ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓનો અનુભવ અને હેરી બ્રુક જેવા યુવા ખેલાડીઓની ઉર્જા તેને મજબૂત બનાવે છે.

ભારતીય ટીમની ઈજાની સમસ્યા

ભારતીય ટીમ માટે આ મેચ પહેલા ઈજાની સમસ્યાઓએ ચિંતા વધારી છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઇજાને કારણે બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત, ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ ઇજાગ્રસ્ત છે અને ચોથી ટેસ્ટમાં રમશે નહીં. તેના સ્થાને અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સારા સમાચાર એ છે કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસીની શક્યતા છે, જે ભારતીય બોલિંગ લાઈનઅપને મજબૂતી આપશે. હવામાનની આગાહી અનુસાર, માન્ચેસ્ટરમાં મેચના પાંચેય દિવસે વરસાદની શક્યતા છે, જે ઝડપી બોલરો માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરી શકે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમ - શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (ઉપ-કેપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ.

ઈંગ્લેન્ડ ટીમ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સે, જોફ્રા આર્ચર.

આ પણ વાંચો :  WCL 2025 : ભારતનો પાક વિરુદ્ધ ન રમવાનો નિર્ણય! આફ્રિદીએ ઓક્યું ઝેર

Tags :
Advertisement

.

×