Ind Vs Eng: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો આજથી પ્રારભ
- ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગનો લીધો નિર્ણય
- ભારતટીમ સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક
IND vs ENG 1st Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સનો આજથી(IND vs ENG 1st Tes) પ્રારભ થયો છે. હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ રોમાંચક મેચ રમાશે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ (england toss)જીતીને પહેલા બોલિંગ લીધી છે. આજની મેચમાં સાઈ સુદર્શન પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. મેચ પહેલા ચેતેશ્વર પૂજારાએ તેને ડેબ્યૂ કેપ આપી ટીમમાં સ્વાગત કર્યું હતું. આ ડેબ્યૂ સાથે સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ ખેલાડી બન્યો છે.
બેન સ્ટોક્સે બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ઇંગ્લેન્ડના કેપ્ટનને બેન સ્ટોક્સને હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પિચનો સારો એવો અનુભવ હોવાથી ટોસ જીત્યા બાદ તુરંત બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું- 'હેડિંગ્લીમાં ક્રિકેટ માટે સારી વિકેટ છે. અમારી ટીમ આ ટેસ્ટ માટે સંપૂર્ણપણે તૈયાર છે.' તે જ સમયે, ભારતીય કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill)કહ્યું- અમે પણ બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત.
સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક
લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના ઐતિહાસિક મેદાન હેડિંગ્લી ખાતે રમાઈ રહી છે. આ મેચ યુવા ખેલાડી સાઈ સુદર્શન(Sai Sudharsan) માટે હમેશાં માટે યાદગાર રહેશે કારણકે આ મેચમાં તેને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. કરુણ નાયરને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. એક લાંબા સમયબાદ એટલે કે 2017 પછી પહેલીવાર કરુણ નાયર ટેસ્ટ રમતો જોવા મળશે. આશ્ચર્યની વાત એ છે કે આ મેચમાં નીતિશ રેડ્ડી અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.
🚨 Toss Update 🚨
England win the toss and elect to bowl against #TeamIndia in the 1st Test.
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/5aL2yN5K3s
— BCCI (@BCCI) June 20, 2025
આ પણ વાંચો -IND Vs ENG: એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની તસવીર આવી સામે
1932થી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સાથે જુનો નાતો રહ્યો છે. ભારતે સૌ પ્રથમ ટેસ્ટની શરૂઆત 1932માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને જ કરી હતી. બંને રીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલ તમામ મેચનું આંકલન કરીએ તો અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કુલ 136 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં 51 મેચ ઇંગ્લેન્ડે પોતાના નામે કરી છે, જ્યારે 35 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી છે. જ્યારે, 50 ટેસ્ટ ડ્રો રહી છે. ખાસ કરીને ઇંગ્લેન્ડની ધરતી પર ભારતે કુલ 67 ટેસ્ટ રમી છે, જેમાંથી માત્ર 9 જ મેચ ભારત જીતી શક્યું છે.
આ પણ વાંચો -છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરે મહિલા ક્રિકેટમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી
ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.


