IND vs ENG : રિષભ પંતે ઈંગ્લેન્ડમાં તે કરી બતાવ્યું જે MS Dhoni પણ ન કરી શક્યા
- રિષભ પંત ટેસ્ટ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો
- પંતે વિદેશી ધરતી પર બનાવી દીધા 1 હજારથી વધુ રન
- પંતે ધોનીને આ મામલે છોડ્યો પાછળ
- પંતે ભારતમાં પણ 1 હજારથી વધુ રન બનાવ્યા છે
IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) માટે એક બાજુ ઐતિહાસિક સફળતા લઈને આવ્યો, તો બીજી બાજુ ઈજાના કારણે નિરાશાજનક રહ્યો. પંતે આ મેચ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ (Test cricket) ના ઈતિહાસમાં એવી સિદ્ધિ હાંસલ કરી, જે આજ સુધી કોઈ વિકેટકીપર બેટ્સમેન કરી શક્યું ન હતું. જોકે, દિવસના અંતિમ સત્રમાં ઈજાને કારણે તેને મેદાન છોડવું પડ્યું, જે ભારતીય ટીમ (Indian Team) અને ચાહકો માટે ચિંતાનો વિષય બન્યો.
ઈજાના કારણે પંત રિટાયર્ડ હર્ટ
પહેલા દિવસના છેલ્લા સત્રમાં રિષભ પંત (Rishabh Pant) 37 રનના વ્યક્તિગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ (England fast bowler Chris Woakes) ના બોલ પર રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે પંતને પગમાં ઈજા થઈ. આ ઈજાને કારણે તે યોગ્ય રીતે ઊભો રહી શક્યો નહીં અને આખરે તેણે પેવેલિયન પરત ફરવાનો નિર્ણય લીધો. આ ઘટનાએ ભારતીય ટીમ (Indian Team) ની ચિંતામાં વધારો કર્યો, કારણ કે પંત ટીમનો મહત્વનો ખેલાડી છે, જે પોતાની આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતો છે.
COMEBACK STRONG, RISHABH PANT. 🤞pic.twitter.com/eTNeOV1wI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
ઐતિહાસિક સિદ્ધિ : વિદેશમાં હજાર રન
ઈજા પહેલાં રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. તે વિદેશની ધરતી પર 1000 ટેસ્ટ રન પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો. ઈંગ્લેન્ડમાં રમાયેલી આ મેચમાં પંતે 44.26ની શાનદાર સરેરાશ સાથે 1018 રન પૂર્ણ કર્યા. આ સિદ્ધિ તેની બેટિંગ કૌશલ્ય અને વિદેશી પીચો પર અનુકૂલન કરવાની ક્ષમતાનું પ્રતીક છે.
🚨 𝙈𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝘼𝙡𝙚𝙧𝙩 🚨
Rishabh Pant completes 1⃣0⃣0⃣0⃣ Test runs in England! 👍
He also becomes the first wicketkeeper to score 1000-plus runs in away Tests 🔝
Updates ▶️ https://t.co/L1EVgGtx3a#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/DIR3iseYaQ
— BCCI (@BCCI) July 23, 2025
બે દેશોમાં 1 હજાર રનનો રેકોર્ડ
પંતની આ સફળતા ફક્ત ઈંગ્લેન્ડ પૂરતી મર્યાદિત નથી. તે બે અલગ-અલગ દેશોમાં 1000 કે તેથી વધુ ટેસ્ટ રન બનાવનાર પ્રથમ વિકેટકીપર બન્યો છે. ભારતમાં તેણે 1061 રન બનાવ્યા છે, જ્યારે ઈંગ્લેન્ડમાં તેના નામે 1018 રન નોંધાયેલા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે પંત ઘરઆંગણે અને વિદેશમાં એકસરખું શાનદાર પ્રદર્શન કરવામાં સક્ષમ છે.
ઈંગ્લેન્ડમાં પ્રથમ મહેમાન વિકેટકીપર
રિષભ પંત ઈંગ્લેન્ડની ધરતી પર 1000 ટેસ્ટ રન બનાવનાર પ્રથમ મહેમાન વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં તે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી ઘણો આગળ છે, જેમણે ઈંગ્લેન્ડમાં 778 રન બનાવ્યા હતા. પંતે ઈંગ્લેન્ડમાં 4 સદી અને 4 અડધી સદી ફટકારી છે, જે તેની આક્રમક અને સ્થિર બેટિંગ શૈલીને દર્શાવે છે. આ આંકડાઓ હજુ વધવાની સંભાવના છે, કારણ કે પંત હજુ યુવાન છે અને તેની કારકિર્દી લાંબી રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે.
આ પણ વાંચો : IND vs ENG 4th Test : ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ સર્જવાની તક, સાથે 'કરો યા મરો' ની સ્થિતિ


