IND vs ENG: શુભમન ગિલની ઐતિહાસિક સદી, પટૌડીનો રેકોર્ડ તોડ્યો
- કેપ્ટન શુભમન ગિલે ફટકારી સદી
- ઈંગ્લેન્ડની ધરતી પર રચ્યો ઇતિહાસ
- ગિલે મન્સૂર અલી ખાન પટૌડીનો રેકોર્ડ તોડ્યો
IND vs ENG : ભારતીય ટેસ્ટ (IND vs ENG)ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે કેપ્ટન (Captain Shubman Gill)બંતાની સાથેજ લીડ્સ ટેસ્ટ મેચમાં તેની શાનદાર બેરિંગથી ઐતિહાસિક સદી ફટકારીને ઈંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે. શુભમન ગિલ આજની મેચમાં કેપ્ટન અને ખેલાડી તરિકેની શાનદાર જવાબદારી નિભાવી છે.
શુભમનની શાનદાર સદી
આજથી ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે શરૂ થયેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં આજે ભારતીય ખેલાડીઓ આક્રમક અંદાજમાં દેખાઈ રહ્યા છે. એક પછી એક ખેલાડીઓ સ્ફોટક પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી રહ્યા છે. મેચની શરૂઆતમાં જે રીતે રાહુલ અને જયસ્વાલે બેટિંગ કરી હતી ત્યારથી લઈને જયસ્વાલની શાનદાર સદી બાદ હવે ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે પણ આજની મેચમાં તોફાની સદી ફટકારી છે.#ShubmanGill
સદી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન ગિલ
આજની મેચમાં રોહિત અને વિરાટ જેવા દિગ્ગજોની ગેર હાજરીમાં શુભમન ગિલ પહેલી વાર ટીમ ઈન્ડિયાની કમાન સાંભળી રહ્યો છે. ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલના માથે આજની મેચમાં મોટી જવાબદારી હતી, જે શુભમન ગિલે ખુબજ સફળ રીતે નિભાવીને તેની શાનદાર બેટિંગથી ઇંગ્લેન્ડના ખેલાડીઓને ખૂબ દોડાવ્યા હતા. સદી ફટકારતાની સાથેજ ગિલ ભારતનો ચોથો કેપ્ટન બન્યો છે જેણે કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમતી વખતે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હોય.
Stumps on the opening day of the 1st Test!
An excellent day with the bat as #TeamIndia reach 359/3 🙌
Captain Shubman Gill (127*) and Vice-captain Rishabh Pant (65*) at the crease 🤝
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/kMTaCwYkYo
— BCCI (@BCCI) June 20, 2025
આ પણ વાંચો - Ind Vs Eng : યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી, તોડ્યો આ રેકોર્ડ
ભારતીય ટીમના કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારા ખેલાડીઓ
- વિજય હજારે - 164 રન અણનમ (ઇંગ્લેન્ડ સામે, વર્ષ 1951 દિલ્હી)
- સુનીલ ગાવસ્કર - 116 રન (ન્યૂઝીલેન્ડ સામે, વર્ષ 1976 ઓકલેન્ડ)
- વિરાટ કોહલી - 115 રન (ઓસ્ટ્રેલિયા સામે, વર્ષ 2014 એડિલેડ)
- ગિલે મન્સૂર અલી ખાન પટૌડીનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો -Ind Vs Eng: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી
ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી
શુભમન ગિલે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મન્સૂર અલી ખાન પટૌડીનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે પચાસથી વધુ રન બનાવનારા સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે, જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીએ 1967માં ભારતીય ટીમની કેપ્ટનશીપ દરમિયાન 26 વર્ષ અને 174 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડમાં પચાસથી વધુ રનની ઇનિંગ રમી હતી.


