Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG : Smriti Mandhanaએ રચ્યો ઈતિહાસ, T20I ફટકારી ઐતિહાસિક સદી

ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે પ્રથમ T20 મેચમાં સ્મૃતિ મંધાનાની ધમાકેદાર બેટિંગ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા IND vs ENG : ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ હાલમાં ઈંગ્લેન્ડના (IND vs ENG)પ્રવાસે છે. નોટિંગહામ ગ્રાઉન્ડ પર રમાઈ...
ind vs eng   smriti mandhanaએ રચ્યો ઈતિહાસ  t20i ફટકારી ઐતિહાસિક સદી
Advertisement
  • ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે
  • પ્રથમ T20 મેચમાં સ્મૃતિ મંધાનાની ધમાકેદાર બેટિંગ
  • ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા

IND vs ENG : ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ હાલમાં ઈંગ્લેન્ડના (IND vs ENG)પ્રવાસે છે. નોટિંગહામ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરીને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.સ્મૃતિ મંધાનાએ(Smriti Mandhana) પોતાની તોફાની ઈનિંગથી ઈંગ્લિશ બોલરોને હેરાન કર્યા છે. આ સાથે તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સદી ફટકારનારી પહેલી મહિલા ક્રિકેટર પણ બની ગઈ છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેના કરિયરની પહેલી સદી છે. 51 બોલનો સામનો કરીને તેને 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી સદી ફટકારી છે.

T20માં સદી ફટકારનાર બીજી ભારતીય મહિલા

ભારત માટે સ્મૃતિ મંધાના (Smriti Mandhana)પહેલા હરમનપ્રીત એકમાત્ર મહિલા ખેલાડી હતી જેની કૌર T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી . હરમનપ્રીતે 2018 માં ન્યુઝીલેન્ડ સામે માત્ર 49 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ સામે 51 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. આ ઈનિંગ દરમિયાન સ્મૃતિ મંધાનાએ પહેલા 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તે પછી પણ તેનું બેટ અટક્યું નહીં. તે સૌથી ઝડપી સદીના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં તેને 62 બોલનો સામનો કરીને 112 રનની ઈનિંગ રમી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ICC Rule : ICC એ ક્રિકેટમાં કર્યા 8 મોટા ફેરફારો,આ ભૂલ પર લાગશે 5 રનની પેનલ્ટી

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા

સ્મૃતિ મંધાના વર્લ્ડ ક્રિકેટમાં બેટથી પોતાની છાપ છોડી રહી છે. સમય જતાં તેમનું ફોર્મ સારું થતું જાય છે. આ સદી સાથે તે ભારત માટે ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનારી પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં કોઈ આ સિદ્ધિ મેળવી શક્યું નથી. વર્લ્ડ લેવલની વાત કરીએ તો તે આવું કરનારી પાંચમી મહિલા ખેલાડી બની છે.

આ પણ  વાંચો -Gautam Gambhir એ હાર બાદ ટીમ ઈન્ડિયાને આપ્યો મોટો ઝટકો, ગિલની વધી ચિંતા!

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો બીજો સૌથી મોટો સ્કોર

ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં સ્મૃતિ મંધાના સાથે હરલીન દેઓલે પણ તોફાની ઈનિંગ્સ રમી. તેને 23 બોલનો સામનો કરીને 43 રન બનાવ્યા. ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને બીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો. 20 ઓવરમાં ટીમે 5 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા. આ પહેલા વર્ષ 2024માં ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 217 રન બનાવ્યા હતા.

Tags :
Advertisement

.

×