Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs ENG Test: ભારતીય ટેસ્ટ ટીમનો નંબર 3 રહસ્ય: પૂજારા વિના શું ઉકેલ?

IND Vs ENG Test: નંબર 3ની નબળી કડી: દ્રવિડ-પૂજારાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની શોધ અધૂરી
ind vs eng test  ભારતીય ટેસ્ટ ટીમનો નંબર 3 રહસ્ય  પૂજારા વિના શું ઉકેલ
Advertisement
  • IND Vs ENG Test: નંબર 3ની નબળી કડી: દ્રવિડ-પૂજારાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની શોધ અધૂરી
  • પૂજારા પછી ખાલીપો: નંબર 3 પર ભારતનો નિષ્ફળ પ્રયોગ
  • કરૂણ નાયર કે સાઈ સુદર્શન? નંબર 3ની રેસમાં કોણ આગળ?
  • ભારતીય ટેસ્ટ ટીમનો નંબર 3 રહસ્ય: પૂજારા વિના શું ઉકેલ?
  • દ્રવિડ-પૂજારાનો યુગ પૂરો, નંબર 3 પર ભારતની શોધ ચાલુ
  • નંબર 3ની કમજોરી: ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો માથાનો દુખાવો
  • ટીમ ઈન્ડિયાની દિવાલ ઢળી: નંબર 3 પર કોણ બનશે નવો સ્તંભ?

IND Vs ENG Test : રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારા.. ભારતીય ક્રિકેટ ઇતિહાસના એવા બે મજબૂત સ્તંભ, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં નંબર ત્રણના સ્થાન (પોઝિશન) પર લાંબા સમય સુધી પોતાનો દબદબો સ્થાપિત કરીને ટીમ ઇન્ડિયાને એક નવી ઉંચાઈ ઉપર લઈ ગયા હતા. પરંતુ જ્યારથી પુજારાને ટીમ ઈન્ડિયામાંથી હટાવવામાં આવ્યો છે, ત્યારથી ત્રણ નંબરની પોઝિશન પર કોઈ એવો બેટ્સમેન આવ્યો નથી જેને વિશ્વાસ ઉપર ખરો ઉતર્યો હોય. દ્રવિડ અને પુજારા તે સ્થાન માટે રમતા હતા તો નંબર ત્રણને ભારતીય ટીમની દિવાર કહેવામાં આવતા હતા પરંતુ વર્તમાન સમયમાં ત્રણ નંબરની દિવાર જ કમજોર કડી બની ગઈ છે.

ઇગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે લોડ્સ ટેસ્ટમાં સાઈ સુદર્શનને ત્રણ નંબરે રમવા ઉતાર્યો તો માત્ર 30 રન (પહેલી ઇનિંગમાં 0 અને બીજીમાં 30 રન) બનાવી શક્યો હતો. કરૂણ નાયર એજબેસ્ટ ટેસ્ટ (31, 26) અને લોર્ડ્સ ટેસ્ટ (40, 14)માં ત્રીજા સ્થાને બનાવી શક્યો હતો. આમ તે પણ કંઈ પ્રભાવશાળી ઇનિંગ રમી શક્યો નહતો.

Advertisement

એવામાં પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે ઓલ્ડ ટ્રૈફર્ડમાં 23 જુલાઈથી ચાલુ થનારી ચોથી ટેસ્ટમાં કરૂણ નાયરને રમાડવામાં આવે કે પછી સાઈ સુદર્શનને તક આપવામાં આવશે. તે ઉપરાંત વધુ એક દાવેદાર એવા અભિમન્યુ ઈશ્વરની એન્ટ્રી કરાવવામાં આવશે.

Advertisement

કરૂણને વધુ કેટલી તકો?

33 વર્ષના કરૂણ નાયર ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની 6 ઇનિંગમાં માત્ર 131 રન જ બનાવી શક્યો છે. તેમની એવરેઝ માત્ર 21.83 છે. લીડ્સ ટેસ્ટમાં કરૂણને નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતાર્યો હતો પરંતુ અન્ય બે ટેસ્ટમાં તેમણે ત્રીજા નંબરની પોઝિશન ઉપર રમવાની તક મળી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહતો.

કરૂણ નાયર ઇંગ્લેન્ડ સામેની ચોથી મેચમાં કોચ ગંભીર દાવ રમશે કે નહીં? તે એક યક્ષ પ્રશ્ન છે પરંતુ નિષ્ણાતો અનુસાર કરૂણ નાયરને તક મળી શકે છે

લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમને એક સ્થિર પાર્ટનરશીપની જરૂરત હતી, પરંતુ તેઓ બોલ છોડવાની કોશિશમાં એકદમ ખરાબ રીતે LBW આઉટ થઈ ગયો. આમ હેડ કોચ ગૌતમ ગંભીરે સીરિઝથી પહેલા સ્પષ્ટ કહ્યું હતુ કે, કરૂણને વધારે તક આપવામાં આવશે. પરંતુ તેઓ કોચ ગંભીરની આશાઓ ઉપર ખરા ઉતરી શક્યો નથી.

સાઈ- ઈશ્વરમાં કેટલો દમ, શું કરૂણ થશે રિપ્લેસ

મેનચેસ્ટરમાં 23 જૂલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં કરૂણ નાયરને બેન્ચ પર બેસાડીને અભિમન્યુ ઈશ્વર અથવા સાઈ સુદર્શનના વિકલ્પ સાથે ભારતીય ટીમ ઉતરી શકે છે. સાઈ સુદર્શનને લીડ્સ ટેસ્ટમાં ટીમમાં તક મળી હતી. જ્યાં પ્રથમ ઈનિંગમાં 0 તો બીજી ઇનિંગમાં 30 રન ઉપર આઉટ થઈ ગયો હતો.

ત્રણ નંબરની પોઝિશન માટે ચાલી રહેલા પ્રયોગને લઈને સાઈ સુદર્શનની એન્ટ્રી થઈ શકે છે

અભિમન્યુ ઈશ્વરન ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. જોકે, તેમને હજુંસુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. ઈશ્વરને 48.70ની એવરેજ સાથે 27 સદી, 31 ફિફટી સાથે 103 પ્રથમ શ્રેણી મેચોમાં 7841 રન બનાવ્યા છે. જ્યારે અભિમન્યુએ 89 મેચની પ્રથમ શ્રેણીમાં 3857 રન 47.03 એવરેજ સાથે બનાવ્યા છે. 34 ટી20માં તેમના નામે 37.53ની એવરેજ સાથે 976 રન છે.

પુજારાના ગયા પછી નંબર ત્રણ ઉપર થયેલા તમામ પ્રયોગ નિષ્ફળ

પુજારા ભારત માટે છેલ્લી વખત વર્ષ 2023માં 7 જૂનથી 11 જૂન વચ્ચે વર્લડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ દરમિયાન રમ્યા હતા. તે પછી પુજારાને ટીમ ઈન્ડિયાથી બહાર ધકેલી દેવામાં આવ્ય હતો. જોકે, પુજારા હજું પણ ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે, તેઓ પોતાની ઈચ્છા પણ અનેક વખત જાહેર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો-IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર માટે રવિન્દ્ર જાડેજા જવાબદાર? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

પરંતુ જ્યારથી તેઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા છે, ભારતીય ટીમમાં 6 બેટ્સમેનોને નંબર 3ની પોઝિશન પર તક આપવામાં આવી ચૂકી છે. પરંતુ તેમનું રિપ્લેશમેન્ટ મળી શક્યું નથી. ઈંગ્લેન્ડ સીરિઝમાં ભારત માટે નંબર 3 નવો માથાનો દુખાવો બનીને સામ્યો આવ્યો છે.

પુજારાના ટીમમાંથી બહાર થયા પછી સૌથી પહેલા શુભમન ગિલ (2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે) તક આપવામાં આવી હતી. ગિલને લઈને માનવામાં આવ્યું કે તેઓ પુજારાનું સ્થાન સારી રીતે ભરી શકશે.

પોતે ગિલે ત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર તત્કાલીન કોચ રાહુલ દ્રવિડને આ પોઝિશન ઉપર રમવા માટે કહ્યું હતું. પરતુ હવે ગિલ ચોથા નંબર પર શિફ્ટ થઈ ગયા છે, એવામાં નંબર 3 ભારતીય ટીમ માટે ટ્રાય એન્ડ ટેસ્ટિંગ મોડ જેવું બની ગયું છે.

પુજારા પછી કોણ-કોણ નંબર ત્રણ પર રમ્યું?

શુભમન ગિલે નંબર 3 પર ચેતેશ્વર પૂજારાના બહાર થયા પછી 16 ટેસ્ટ મેચની 29 ઇનિંગ્સમાં 37.38ની એવરેજથી 972 રન બનાવ્યા. આમાં 3 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. આ પોઝિશન પર ગિલ સૌથી વધુ રમ્યો છે.

કેમ કે ઇંગ્લેન્ડ ટૂર પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે રોહિતની ઓપનિંગ પોઝિશન અને કોહલીની નંબર 4ની પોઝિશન ખાલી થઈ. ત્યારબાદ કેપ્ટન તરીકે ગિલે નંબર 4 પર રમવાનો નિર્ણય લીધો.

કોચ ગંભીર અનેક વખત પોતાના નિર્ણયથી ચોંકાવી ચૂક્યો છે તો ત્રણ નંબરની પોઝિશનને લઈને અભિમન્યુની એન્ટ્રી કરાવીને ચોકાવે તો કંઈ કહેવાય નહીં...

કોહલીએ પણ એકવાર પૂજારાના બહાર થયા પછી ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડ સામે બેંગલોર ટેસ્ટમાં નંબર 3 પર રમ્યો હતો, જ્યાં તે પ્રથમ ઇનિંગ્સમાં 0 અને બીજી ઇનિંગ્સમાં 70 રન બનાવી શક્યો હતો. આ મેચમાં ભારતને 8 વિકેટથી હાર મળી હતી.

ઓસ્ટ્રેલિયા ટૂર પર બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝના પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે ફરી નંબર 3 પર ફેરફાર કરવો પડ્યો. ગિલ 22 નવેમ્બર 2024થી શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે બહાર થયો હતો. તેની જગ્યાએ દેવદત્ત પડિક્કલને તક આપવામાં આવી, જેણે પ્રથમ ઇનિંગ્સમાં 0 અને બીજી ઇનિંગ્સમાં 25 રન બનાવ્યા.

આ ટૂર પર શરૂઆતની મેચોમાં રોહિત પિતૃત્વ રજા (Paternity Leave)ને કારણે બહાર હતો, પરંતુ મેલબોર્ન ટેસ્ટમાં પરત ફર્યો ત્યારે કેએલ રાહુલે નંબર 3 પર રમ્યો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 24 અને બીજી ઇનિંગ્સમાં 0 રન બનાવ્યા.

ઓસ્ટ્રેલિયા ટૂર પછી ઇંગ્લેન્ડ ટૂરનો વારો આવ્યો. અહીં ફરી નંબર 3 પર પ્રયોગ થયો. લીડ્સ (હેડિંગ્લે)માં સાઈ સુદર્શનને ડેબ્યૂની તક મળી, જેણે નંબર 3 પર રમીને પ્રથમ ઇનિંગ્સમાં 0 અને બીજી ઇનિંગ્સમાં 30 રન બનાવ્યા. લીડ્સ પછી એજબેસ્ટન ટેસ્ટમાં સાઈ સુદર્શનને બહાર કરવામાં આવ્યો અને નંબર 3 પર કરુણ નાયરનું પ્રમોશન થયું, પરંતુ તેઓ પણ આ પોઝિશન પર કંઈ ખાસ ન કરી શક્યા.

આમ, એક વાત સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયામાં નંબર 3ની પોઝિશન સૌથી નબળી રહી છે. કારણ કે ભારતીય ક્રિકેટમાં આ પોઝિશન લાંબા સમય સુધી ચેતેશ્વર પૂજારા અને તેમના પહેલાં રાહુલ દ્રવિડે સંભાળી હતી. પરંતુ હાલમાં આ પોઝિશન પર કોઈ સ્થાયી વિકલ્પ ટીમને મળી શક્યો નથી.

ચેતેશ્વર પૂજારાનો નંબર 3 પર રેકોર્ડ

ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી અને હાલ તે ઇંગ્લેન્ડમાં કોમેન્ટેટર તરીકે હાજર છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારા શાનદાર બેટ્સમેન રહ્યા છે. તેમણે ભારત માટે 103 ટેસ્ટ મેચની 176 ઇનિંગ્સમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે.

37 વર્ષિય પુજારાએ નંબર 3 પર પૂજારાએ ભારત માટે 94 ટેસ્ટ મેચ રમી, જેની 155 ઇનિંગ્સમાં 44.41ની એવરેજથી 6529 રન બનાવ્યા. આ પોઝિશન પર તેમના નામે 18 સદી અને 32 અડધી સદી છે. પૂજારા પછી નંબર 3 પર રમેલા 6 ખેલાડીઓમાં ગિલની એવરેજ 37.38 સૌથી વધુ રહી.

નંબર 3 પર રાહુલ દ્રવિડ ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન

ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3 પર ભારત માટે સૌથી સફળ ખેલાડી રાહુલ દ્રવિડ રહ્યા. ભારતીય ટીમની ‘દિવાલ’ દ્રવિડે નંબર 3 પર 135 ટેસ્ટ મેચની 217 ઇનિંગ્સમાં 10501 રન બનાવ્યા. તેમનો સર્વોચ્ચ સ્કોર 270 રન રહ્યો. નંબર 3 પર દ્રવિડે 53.30ની એવરેજથી 28 સદી અને 50 અડધી સદી ફટકારી. નંબર 2 પર ચેતેશ્વર પૂજારા છે, જેઓ ભારતીય ક્રિકેટમાં નંબર 3ની પોઝિશન પર સૌથી સફળ રહ્યા.

આ પોઝિશન પર ટેસ્ટમાં સફળ ભારતીય બેટ્સમેનોમાં ત્યારબાદ મોહિન્દર અમરનાથ (43 ટેસ્ટ, 2907 રન, 47.65 એવરેજ), દિલીપ વેંગસરકર (49 ટેસ્ટ, 2763 રન, 40.04 એવરેજ), અને અજીત વાડેકર (34 ટેસ્ટ, 1899 રન, 32.74 એવરેજ) રહ્યા.

આ પણ વાંચો- Olympics 2028ના ક્રિકેટ શેડ્યુલની થઈ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેડલ મેચ?

Tags :
Advertisement

.

×