Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind Vs Eng : યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી, તોડ્યો આ રેકોર્ડ

યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં રચાયો ઇતિહાસ  યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી ઇંગ્લેન્ડ સામે 2 બેવડી સદી પણ ફટકારી Ind Vs Eng : યશસ્વી જયસ્વાલે ((Yashasvi Jaiswal))ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડના બોલરોને ખરા અર્થમાં હંફાવ્યા છે. ઇંગ્લેન્ડના લીડ્સ...
ind vs eng   યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી  તોડ્યો આ રેકોર્ડ
Advertisement
  • યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં રચાયો ઇતિહાસ 
  • યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી
  • ઇંગ્લેન્ડ સામે 2 બેવડી સદી પણ ફટકારી

Ind Vs Eng : યશસ્વી જયસ્વાલે ((Yashasvi Jaiswal))ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડના બોલરોને ખરા અર્થમાં હંફાવ્યા છે. ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે રમાઈ રહેલી પહેલી મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારવામાં સફળતા મેળવી છે.

ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી

ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે રમાઈ રહેલી આ શ્રેણીની પહેલી મેચમાં શરૂઆતમાં બે વિકેટ પડી જતાં ટીમ થોડી બેકફૂટ પર ગઈ હોય એવું લાગી રહ્યું હતું પરંતુ યશસ્વી જયસ્વાલે ટીમને સંભાળવાની જવાબદારી લઈને સ્ફોટક રમત દેખાડી. ટીમ ઇન્ડિયા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી, જેમાં યશસ્વી જયસ્વાલે બીજા સત્રમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી પૂરી કરી..#KLRahul

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Ind Vs Eng: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

ઇંગ્લેન્ડ સામે 2 બેવડી સદી પણ ફટકારી

યશસ્વી જયસ્વાલે સદી સુધી પહોંચવા માટે 144 બોલ લીધા, જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ જયસ્વાલનો ઇંગ્લેન્ડ સામે છઠ્ઠો મેચ છે, અને ખાસ વાત એ છે કે તેણે આ ટીમ સામેની દરેક ટેસ્ટમાં 50+ રન બનાવ્યા છે. આ પહેલા, તેણે ઇંગ્લેન્ડ સામે 2 બેવડી સદી પણ ફટકારી છે. તે જ સમયે, આ તેનો ઇંગ્લેન્ડમાં પહેલો ટેસ્ટ મેચ હતો અને તે આ મેચમાં સદી ફટકારવામાં સફળ રહ્યો.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી

  • સૈયદ મુશ્તાક અલી - 21 વર્ષ 221 દિવસ (વર્ષ 1936)
  • યશસ્વી જયસ્વાલ - 23 વર્ષ 174 દિવસ (વર્ષ 2025)
  • વીરેન્દ્ર સેહવાગ - 23 વર્ષ 292 દિવસ (વર્ષ 2002)
  • વિજય મર્ચન્ટ - 24 વર્ષ 287 દિવસ (વર્ષ 1936)

આ પણ  વાંચો -Instagram Queens : દેખાવમાં અભિનેત્રીઓને પણ ટક્કર મારે તેવી WWE ની આ મહિલા રેસલર્સ ઇન્સ્ટા પર થઇ રહી છે ટ્રેન્ડ

જયસ્વાલના નામે અનોખો રેકોર્ડ

આ સદી ફટકારતાની સાથેજ યશસ્વી જયસ્વાલના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો છે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં યશસ્વી જયસ્વાલ એક માત્ર એવો ખેલાડી છે જેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંને ટીમો સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમતી વખતે સદી ફટકારવામાં સફળતા મેળવી હોય. યશસ્વી જયસ્વાલ વિશ્વ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર પાંચમો ખેલાડી બની ચૂક્યો છે. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલ ભારતનો બીજો સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો છે જેણે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હોય.

Tags :
Advertisement

.

×