એશિયા કપ ફાઇનલ: પાકિસ્તાન આજે હાર્દિકનો '100મો શિકાર' બનશે! આ 5 મોટા રેકોર્ડ તૂટી શકે
- આજે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે (Asia Cup Final)
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ
- આ મેચમાં ભારતીય ખેલાડીઓ તોડશે અનેક રેકોર્ડ
- 100 વિકેટથી હાર્દિક પંડ્યા માત્ર 2 વિકેટ દૂર
Asia Cup Final :આજની એશિયા કપ ફાઇનલ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પણ 41 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખતનું મહત્ત્વનું ટાઇટલ યુદ્ધ છે! એશિયા કપના 17 સીઝનના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન ટાઇટલ માટે આમને-સામને છે, અને તેનો ઉત્સાહ વર્લ્ડ કપ કરતાં જરાય ઓછો નથી. ભારતીય ટીમની શાનદાર ફોર્મ, રેકોર્ડ્સનો ઝંઝાવાત અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો આત્મવિશ્વાસ આજે પાકિસ્તાની ટીમ માટે મોટો પડકાર બની શકે છે.
છેલ્લા બે મુકાબલામાં ભારતે પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું છે, અને આજે ત્રીજીવાર એકતરફી જીતની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
Breaking : Legendary player Hardik Pandya was seen bowling in practice session and ready to play against Pakistan in the Asia Cup final! 🤩#INDvsPAK #INDvPAK #HardikPandya pic.twitter.com/QjND43Emqf
— Latest Updates (@Iam_Sh05) September 28, 2025
આજે ફાઇનલમાં તૂટી શકે છે આ 5 મોટા રેકોર્ડ્સ (Asia Cup Final)
ભારતીય ખેલાડીઓ આજે માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ ક્રિકેટના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવવા મેદાનમાં ઉતરશે. અહીં પાંચ સંભવિત રેકોર્ડ્સ પર એક નજર:
હાર્દિકનો 'સો' વિકેટનો પંજો (2 વિકેટ દૂર): ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી કરવા માટે માત્ર 2 વિકેટની જરૂર છે. 120 T20I મેચમાં 98 વિકેટ લઈ ચૂકેલા હાર્દિકને પાકિસ્તાન સામે વિકેટ લેવાનો સારો ટ્રેક રેકોર્ડ છે. જો તે આ લક્ષ્ય હાંસલ કરશે, તો પાકિસ્તાની બેટ્સમેન તેના 100મા શિકાર બનશે.
કૅપ્ટન સૂર્યા ધોનીને પછાડશે: જો ટીમ ઇન્ડિયા આ ફાઇનલ જીતે છે, તો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ T20 એશિયા કપમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવાનો એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખશે. ધોનીએ T20 એશિયા કપમાં કૅપ્ટન તરીકે 5 મેચ જીતી હતી.
કુલદીપના નિશાને મલિંગાનો રેકોર્ડ (2 વિકેટ દૂર): ભારતીય સ્પિનર કુલદીપ યાદવ એશિયા કપના ઇતિહાસમાં સૌથી સફળ બોલર બનવાથી માત્ર 2 વિકેટ દૂર છે. કુલદીપ 17 મેચમાં 32 વિકેટ સાથે લસિથ મલિંગા (33 વિકેટ)ના રેકોર્ડની નજીક છે. પાકિસ્તાન સામે તેની ફિરકી ઘણી અસરકારક રહી છે.
અભિષેક તોડશે કોહલીનો રેકોર્ડ (10 રન દૂર): યુવા ઓપનર અભિષેક શર્માને એક T20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા માટે માત્ર 10 રનની જરૂર છે. કોહલીએ 319 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક 309 રન પર છે.
કૅપ્ટન તરીકે સૌથી વધુ મેચ: કૅપ્ટન સૂર્યકુમાર યાદવ આજે મેદાનમાં ઉતરતાની સાથે જ T20 એશિયા કપમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાના અમજદ જાવેદ (UAE)ના રેકોર્ડની બરાબરી કરશે.
આજની ફાઇનલ માટે બંને ટીમો (Asia Cup Final)
ભારતની ટીમ (India Squad):
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કપ્તાન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, જીતેશ શર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે.
પાકિસ્તાનની ટીમ (Pakistan Squad)
સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સઈમ અયુબ, સલમાન આગા (કપ્તાન), હુસૈન તલત, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ, હસન અલી, ખુશદિલ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર, સલમાન મિર્ઝા, હસન નવાઝ, સુફિયાન મુકીમ.
આ પણ વાંચો : BCCI નું સુકાન મિથુન મનહાસને સોંપાયું, કેન્દ્રિય મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી


