IND vs PAK Final : એશિયા કપ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને કેમ ન મળી Trophy? જાણો સમગ્ર વિવાદ વિશે
- ભારતીય ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની, પણ Trophy ન મળતા વિવાદ
- પાકિસ્તાન સાથે હેન્ડશેક બાદ ભારતીય ટીમનો વધુ એક વિવાદ
- ટ્રોફી અને મેડલ પોતાની હોટલમાં લઈ ગયા ACC ચીફ મોહસીન નકવી
- એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસીન નકવી છે પાકિસ્તાનના
- ભારતે ACC ચીફ મોહસીન નકવીના હાથે ટ્રોફી લેવા કર્યો હતો ઈન્કાર
- ACC ચીફ પાકિસ્તાનના હોવાથી ભારતે ટ્રોફી લેવા કર્યો હતો ઈન્કાર
- મોહસીન નકવીના સ્ટેન્ડ પર એક્શનના મુડમાં BCCI
Pakistan stole Asia Cup trophy with Team India medals : ભારતીય ક્રિકેટ ટીમે ભલે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હોય, પરંતુ વિજય બાદનો એક મોટો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ વિરોધનું કારણ એ હતું કે ACC ચીફ મોહસીન નકવી પાકિસ્તાનના અગ્રણી રાજકીય નેતાઓમાંના એક છે. આ નાટક લગભગ 2 કલાક સુધી ચાલ્યું, જેના પછી મોહસીન નકવી ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા અને કોઈ બીજાએ Trophy સંભાળી.
ટ્રોફી અને મેડલ હોટલમાં લઈ જવાનો આક્ષેપ
વિવાદનું બીજું અને વધુ ગંભીર પાસું ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવી પર ગંભીર આરોપ લગાવ્યો. સૈકિયાના જણાવ્યા અનુસાર, મોહસીન નકવી માત્ર ટ્રોફી જ નહીં, પણ ટીમ ઇન્ડિયાના વિજેતા મેડલ પણ પોતાની હોટલમાં લઈ ગયા હતા. દેવજીત સૈકિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે ACC પ્રમુખ પાસેથી Trophy સ્વીકારવાનો નિર્ણય નહોતો લીધો કારણ કે તેઓ પાકિસ્તાનના એક અગ્રણી નેતા છે. પણ તેનો અર્થ એ નથી કે તેઓ મેડલ સાથે ટ્રોફી પણ લઈ જાય. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અન્યાયી છે." તેમણે માંગ કરી છે કે આ ટ્રોફી અને મેડલ શક્ય તેટલી વહેલી તકે ભારતને પરત મોકલવામાં આવે.
Trophy ને લઇને BCCI હવે ICCમાં કરશે વિરોધ
આ સમગ્ર ઘટનાને BCCIએ ગંભીરતાથી લીધી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જાહેરાત કરી છે કે બોર્ડ આવતા મહિને નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની બેઠકમાં મોહસીન નકવીના આ વલણ સામે સત્તાવાર વિરોધ નોંધાવશે. સૈકિયાએ નકવીના આ કૃત્યને 'ખેલભાવનાથી વિપરિત' ગણાવ્યું છે. સૈકિયાએ ભારતના આ વિરોધ પાછળના મુખ્ય કારણો સમજાવતા કહ્યું કે, "ભારતીય ટીમ અમીરાત ક્રિકેટ બોર્ડના ચેરમેન પાસેથી ટ્રોફી લેવા તૈયાર હતી, પરંતુ જે દેશ સાથે અમારો યુદ્ધ જેવો માહોલ છે, તેમના પ્રતિનિધિના હાથે Trophy લેવા તૈયાર નહોતી."
STORY | Will protest strongly with ICC: BCCI on Indian team being denied Asia Cup trophy by Naqvi
The BCCI will lodge a "very strong protest" in the next ICC meeting in November against Asian Cricket Council chief Mohsin Naqvi, who walked away with the Asia Cup trophy after the… pic.twitter.com/Jv7MhmLGIc
— Press Trust of India (@PTI_News) September 29, 2025
આનાથી સારો પ્રતિભાવ બીજો કોઈ ન હોઈ શકે
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ ઘટનાને પાકિસ્તાન વિરુદ્ધના 'ઓપરેશન કિલા' તરીકે ઓળખાવી, જે સરહદ પર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરાયેલી કાર્યવાહી સાથે સરખાવવામાં આવી. તેમના મતે, દુબઈમાં ફાઇનલ મેચના આ ભવ્ય પ્રસંગે પાકિસ્તાની નેતૃત્વ પ્રત્યેનો આ વિરોધ ભારતીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ અને ગૌરવશાળી ક્ષણ છે અને પાકિસ્તાન દ્વારા કરાયેલી 'વાહિયાત' ક્રિયાઓનો આ યોગ્ય જવાબ છે. આ વિવાદ વચ્ચે, દેવજીત સૈકિયાએ એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવા અંગેની ભારત સરકાર અને BCCIની નીતિ પણ સ્પષ્ટ કરી.
દિવજીત સૈકિયાનું સ્પષ્ટીકરણ
દેવજીત સૈકિયાએ સમજાવ્યું કે, ભારત છેલ્લા 12-15 વર્ષથી પાકિસ્તાન કે અન્ય કોઈ 'દુશ્મન દેશ' સામે દ્વિપક્ષીય શ્રેણી રમતું નથી, અને BCCI ભારત સરકાર દ્વારા નિર્ધારિત આ નીતિનું પાલન કરે છે. બીજું સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા પ્રતિબંધ ટાળવા માટે, ભારતે ક્રિકેટ હોય કે ફૂટબોલ, બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવું જોઈએ. આમ, એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવું એ ભારત સરકારની નીતિનું પાલન હતું, પરંતુ પાકિસ્તાનના નેતા પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય દેશની સુરક્ષા અને રાજકીય ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો : IND vs PAK : Operation Sindoor બાદ ભારતે પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં બતાવી Tilak ની તાકત


