Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK Final : Trophy Thief Naqvi મીમ્સ વાયરલ, સો.મીડિયામાં પાક.ની ઇજ્જત ધૂળધાણી

Trophy Thief Naqvi : એશિયા કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે ભલે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હોય, પરંતુ વિજય બાદનો એક વિવાદ હવે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ind vs pak final   trophy thief naqvi મીમ્સ વાયરલ  સો મીડિયામાં પાક ની ઇજ્જત ધૂળધાણી
Advertisement
  • Trophy Thief Naqvi સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં
  • મોહસીન નકવીના વર્તનથી એશિયા કપ ઉજવણી ફીકી પડી
  • ટ્રોફી અને મેડલ પોતાની હોટલમાં લઈ ગયા નકવી
  • ટીમ ઇન્ડિયાએ નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર
  • ભારતીય ખેલાડીઓએ નકવીને સ્ટેજ પર અવગણ્યા
  • ‘ટ્રોફી થીફ નકવી’ મીમ્સ અને વીડિયો વાયરલ

Trophy Thief Naqvi : એશિયા કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે ભલે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હોય, પરંતુ વિજય બાદનો એક વિવાદ હવે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદના કેન્દ્રમાં છે મોહસીન નકવી, જેઓ એકસાથે પાકિસ્તાન સરકારના મંત્રી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખનું પદ સંભાળે છે.

નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર

નકવીના વિચિત્ર વર્તનને કારણે તેઓ હાલમાં સોશિયલ મીડિયા પર 'ટ્રોફી થીફ નકવી' (ટ્રોફી ચોર નકવી) જેવા કીવર્ડ્સ સાથે જબરદસ્ત રીતે ટ્રોલ થઈ રહ્યા છે અને તેમના અનેક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફાઇનલ મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવીના હાથે એશિયા કપની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ભારતીય ટીમનો આ નિર્ણય રાજદ્વારી વિરોધ તરીકે જોવામાં આવ્યો, કારણ કે નકવી પાકિસ્તાનના અગ્રણી નેતાઓમાંના એક છે. આ ઇનકાર બાદ નકવીએ જે રીતે પ્રતિક્રિયા આપી, તે જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. અહેવાલો મુજબ, મોહસીન નકવીએ ભારતની વિજેતા ટ્રોફી અને વિજેતાઓના મેડલ પોતાની સાથે લઈ લીધા અને તેમને પોતાની હોટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો.

Advertisement

Advertisement

Trophy Thief Naqvi ટ્રેન્ડ અને વાયરલ વીડિયો

આ ઘટનાને કારણે ભારતીય ખેલાડીઓ ટ્રોફી વિના જ ઉજવણી કરવા મજબૂર બન્યા હતા. કોઈ પણ મોટી ટુર્નામેન્ટ જીત્યા બાદ તરત ટ્રોફી સાથેની ઉજવણી એ ખેલાડીઓનો હક હોય છે, પરંતુ નકવીના આ વર્તને આ ખુશીને ફીકી પાડી દીધી. મોહસીન નકવીના આ કૃત્ય બાદ સોશિયલ મીડિયા પર વિરોધનો પૂર આવ્યો. યુઝર્સે "ટ્રોફી થીફ નકવી" અને "ટ્રોફી થીફ મોહસીન નકવી" જેવા હેશટેગ્સ અને કીવર્ડ્સનો ઉપયોગ કરીને તેમની આકરી ટીકા કરી. આ વિવાદ પર હજારો રમુજી મીમ્સ, વીડિયો અને પોસ્ટ્સ વાયરલ થયા, જેમાં નકવીના વર્તનની મજાક ઉડાવવામાં આવી.

એક વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે મોહસીન નકવી ટ્રોફી રજૂ કરવા માટે સ્ટેજ પર હાજર હતા, ત્યારે ભારતીય ખેલાડીઓ તેમને સંપૂર્ણપણે અવગણીને પોતાના ફોન પર કે અન્ય વાતોમાં વ્યસ્ત હતા. ભારતીય ટીમનો આ વિરોધ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર અને BCCIની પ્રતિક્રિયા

આ સમગ્ર ઘટના પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મેચ પછી કહ્યું, "તમે બધાએ મોટી સ્ક્રીન પર કહેતા જોયું હશે કે, 'અમે ચેમ્પિયન છીએ, તેથી જીત જરૂરી છે.' હવે, 'ચેમ્પિયન' બધે જ દેખાઇ રહ્યા હતા." બીજી તરફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નકવીના આ અયોગ્ય કૃત્ય પર સખત વાંધો ઉઠાવ્યો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ કૃત્યની આકરી ટીકા કરી અને કડક ચેતવણી આપી છે. સૈકિયાએ જણાવ્યું કે, બોર્ડ આ મામલે નવેમ્બરમાં યોજાનારી ICC કોન્ફરન્સમાં મોહસીન નકવી સામે સત્તાવાર અને કડક વિરોધ નોંધાવશે.

ખેલભાવનાનો અભાવ અને વિવાદનું રાજકારણ

મોહસીન નકવીનું ટ્રોફી અને મેડલ પોતાની હોટલમાં લઈ જવાનું વર્તન ક્રિકેટની ખેલભાવના વિરુદ્ધનું ગણાય છે. તેઓ PCB અને ACCના વડા હોવા છતાં, તેમણે એક રાષ્ટ્રીય પ્રતિનિધિ તરીકેનું અયોગ્ય વર્તન કર્યું. ભારતીય ટીમનો વિરોધ રાજકીય અને રાષ્ટ્રીય નીતિનો એક ભાગ હતો, પરંતુ તેના જવાબમાં ટ્રોફી અને મેડલ છુપાવી દેવાનો નકવીનો નિર્ણય દુનિયાભરના ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક છે, અને એટલે જ સોશિયલ મીડિયા પર તેમની આટલી ટીકા થઈ રહી છે. હવે સૌની નજર ICCની બેઠક પર છે કે BCCI આ મામલાને કેટલી ગંભીરતાથી આગળ ધપાવે છે.

આ પણ વાંચો :   Salman Ali Agha ના એક એલાન બાદ ફરી પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ દુનિયાની સામે આવ્યો

Tags :
Advertisement

.

×