IND vs PAK : પાકિસ્તાનની હાર દેખાતા ફેન્સે કરી એવી હરકત કે થઇ ગયો સોશિયલ મીડિયામાં વાયરલ
- પાકિસ્તાની ચાહકનો વીડિયો વાયરલ
- માહોલ બદલાયો અને પાકિસ્તાની જર્સી ઉપર પહેરી લીઘી ભારતીય જર્સી
- પાકિસ્તાની ચાહક ભારતીય જર્સીમાં જોવા મળ્યો!
- હાર સહન ન થઈ... પાકિસ્તાની ફેન ભારતની જીતમાં થયો સામેલ!
- જર્સી બદલતા ચાહકનો વીડિયો થયો વાયરલ
IND vs PAK : 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચે દર્શકોને રોમાંચથી ભરી દીધા હતા. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો, જેમાં વિરાટ કોહલીની અદભૂત સદીએ ચાહકોને ખુશીની બેવડી ભેટ આપી. આ રસપ્રદ મેચની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા, જેમાં પાકિસ્તાની ચાહકોનો એક અનોખી હરકત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. જેને એક વીડિયો ખાસ ચર્ચામાં છે, જેમાં સ્ટેડિયમમાં બેઠેલી એક વ્યક્તિ પાકિસ્તાનની જર્સી ઉપર ભારતીય ટીમની જર્સી પહેરેલી જોવા મળે છે. આ ઘટનાએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા, શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ આર્ટિકલમાં,,,
વાયરલ વીડિયોની રસપ્રદ કહાની
વીડિયોમાં દેખાય છે કે, એક વ્યક્તિ મેચ દરમિયાન પાકિસ્તાની જર્સી પહેરીને પોતાની ટીમને ચીયર કરી રહ્યો હતો. તે પોતાના દેશની ટીમનું સમર્થન કરવામાં સંપૂર્ણ રીતે લીન દેખાતો હતો. પરંતુ જે રીતે મેચ આગળ વધી, પાકિસ્તાનની હાર નજીક આવતી ગઈ અને ભારતીય ટીમે જીત તરફ મજબૂત પગલાં ભર્યાં, તેવું જ તે વ્યક્તિનું વલણ બદલાઈ ગયું. જ્યારે તેણે જોયું કે પાકિસ્તાનની હાર નિશ્ચિત થઈ રહી છે, ત્યારે તેણે પાકિસ્તાની જર્સી ઉપર ભારતની જર્સી પહેરી લીધી અને ભારતની જીતની ઉજવણીમાં જોડાઈ ગયો. આ દૃશ્યને સ્ટેડિયમમાં હાજર એક દર્શકે પોતાના કેમેરામાં કેદ કરી લીધું, અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ઘટનાએ ક્રિકેટના જુસ્સાને એક અલગ રંગ આપ્યો અને ચાહકોની લાગણીઓને પણ પ્રતિબિંબિત કરી.
पाकिस्तानी के फैन को हम लोगों ने भारत जर्सी पहना दिया ! #INDvsPAKlive #INDvsPAK #ViratKohli𓃵 #virat pic.twitter.com/Mx1w0Ymhy7
— ANSHUL YADAV (@Anshulydv02) February 24, 2025
મેચનો રોમાંચ અને ભારતનો વિજય
આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ભારતીય ટીમને આ 242 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં કોઈ મુશ્કેલી ન થઇ અને આસાનીથી ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં રોહિત શર્માએ 20 રનની ઝડપી શરૂઆત આપી. શુભમન ગિલે 46 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી, જ્યારે શ્રેયસ ઐયરે 56 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. પરંતુ મેચનો સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર હતો વિરાટ કોહલી, જેણે શાનદાર સદી ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા. આ સદીએ માત્ર ભારતની જીતને જ સુનિશ્ચિત નહોતી કરી, પરંતુ ક્રિકેટ પ્રેમીઓને એક અવિસ્મરણીય ક્ષણ પણ આપી.
કોહલીની સદી અને નાટકીય અંત
મેચનો સૌથી રોમાંચક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે ભારતને જીત માટે માત્ર 2 રનની જરૂર હતી અને વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતો. તે સમયે કોહલીને પોતાની સદી પૂર્ણ કરવા માટે 4 રનની જરૂર હતી. આવી નાટકીય પરિસ્થિતિમાં, કોહલીએ શાંત રહીને એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો. આ શોટની સાથે જ ભારતે મેચ જીતી લીધી અને કોહલીએ પોતાની 51મી ODI સદી પૂર્ણ કરી. આ ક્ષણે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ઘરે ટીવી સામે બેઠેલા લાખો ચાહકોના ચહેરા પર ખુશીનું સ્મિત લાવી દીધું. ભારતે 45 બોલ બાકી રહેતાં 6 વિકેટથી આ મેચ પોતાના નામે કરી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
ક્રિકેટ પ્રેમીઓનો જુસ્સો
આ મેચે એકવાર ફરીથી સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ લાગણીઓનો સમન્વય છે. ચાહકો માટે ટીમની જીત જેટલી મહત્ત્વની હતી, તેટલું જ કોહલીની સદીનું મહત્ત્વ હતું. ખાસ કરીને ભારતીય ચાહકો માટે આ બંને બાબતો ઉજવણીનું કારણ બની. વાયરલ વીડિયો અને મેચના આ રોમાંચક પળોએ દુનિયાભરમાં ક્રિકેટના દીવાનાઓને એક નવો વિષય આપ્યો છે, જેની ચર્ચા હજી લાંબા સમય સુધી ચાલશે.
આ પણ વાંચો : Gandhinagar : લગ્નના માંડવામાં ભારત-પાકિસ્તાન મેચનું જોવા મળ્યું Live પ્રસારણ


