Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs PAK: Asia Cup માટે ભારત આવશે પાકિસ્તાનની ટીમ, સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ

હોકી એશિયા કપ 2025નું આયોજન ભારતમાં એશિયા કપ માટે ભારત આવશે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે   Hockey Asia Cup 2025 : હોકી એશિયા કપ 2025નું (Hockey Asia Cup 2025)આયોજન ભારતમાં થવાનું છે. તેમાં 8 ટીમો...
ind vs pak   asia cup  માટે ભારત આવશે પાકિસ્તાનની ટીમ  સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ
Advertisement
  • હોકી એશિયા કપ 2025નું આયોજન ભારતમાં
  • એશિયા કપ માટે ભારત આવશે પાકિસ્તાનની ટીમ
  • એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે

Hockey Asia Cup 2025 : હોકી એશિયા કપ 2025નું (Hockey Asia Cup 2025)આયોજન ભારતમાં થવાનું છે. તેમાં 8 ટીમો ભાગ લેવાની છે. પરંતુ ભારત અને પાકિસ્તાન (india vs pakistan)વચ્ચેના તણાવને કારણે તેમાં પાકિસ્તાની હોકી ટીમની ભાગ લેવા અંગે સમસ્યા હતી.હવે ભારતીય રમતગમત મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાની હોકી ટીમને ( pakistan hockey team)આવતા મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવાથી રોકવામાં આવશે નહીં. આનાથી પાકિસ્તાની ટીમને હોકી એશિયા કપમાં રમવા અને ભારત આવવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

Advertisement

શું કહ્યું કેન્દ્ર સરકારે?

રમત મંત્રાલયે સૂત્રને કહ્યું કે ભારત બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમશે. સૂત્રએ જણાવ્યું હતું કે અમે ભારતમાં બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેતી કોઈપણ ટીમની વિરુદ્ધ નથી. પરંતુ દ્વિપક્ષીય ટુર્નામેન્ટ અલગ છે. આંતરરાષ્ટ્રીય રમતો માગ કરે છે કે આપણે સ્પર્ધા કરવાથી પાછળ હટી શકીએ નહીં. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ તેઓ બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લે છે.

Advertisement

આ પણ  વાંચો -Olympics 2036 ની યજમાની માટે ભારતે મજબૂત દાવો કર્યો, આયોજન કરવા પ્રસ્તાવ

ભારત આવશે પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાન હોકી ટીમને ભારત આવવાની પરમિશન મળી ગઈ છે. પાડોશી દેશની ટીમ એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત આવશે. આ વાતની જાણકારી રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે. સૂત્રએ કહ્યું કે 'અમે કોઈ પણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતની અંદર કોઈ પણ ટીમના રમવાની વિરુદ્ધ નથી. પરંતુ ભારત-પાકિસ્તાનની વચ્ચે બાઈલેટરલ સિરીઝની વાત અલગ છે.' એશિયા કપની શરુઆત 27 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં થશે, જેની ટાઈટલ મેચ 7 સપ્ટેમ્બરે રમાશે.

આ પણ  વાંચો -Bengaluru stampede Case : પોલીસ પણ માણસ છે.. તેમની પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી. કેમ આવું કહ્યું ટ્રિબ્યુનલે..

ભારત-પાકિસ્તાન તંગદિલીથી મૂંઝવણમાં આ મુદ્દો

પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેના લીધે ભારતમાં યોજાનારા એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ લેશે કે કેમ તે મુદ્દે મૂંઝવણ હતી. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ જાહેરાત બાદ આ મૂંઝવણ દૂર થઈ છે. એશિયા કપ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બરમાં રમાનારી જૂનિયર વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પણ પાકિસ્તાનને ભાગ લેવા મંજૂરી આપી છે.

સરકારના નિર્દેશોનું પાલન કરીશુંઃ હૉકી ઈન્ડિયા

હૉકી ઈન્ડિયાના સચિવ ભોલનાથ સિંહે પાકિસ્તાન ટીમની ભારતમાં એન્ટ્રી મુદ્દે જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્દેશો અનુસાર કામ કરીશું. સરકાર જે નિર્ણય લેશે, તેનુ પાલન કરીશું. હૉકી ઈન્ડિયા કોઈપણ રાજકીય નિર્ણયોમાં દખલગીરી નહીં કરે.

Tags :
Advertisement

.

×