IND vs WI 1st Test Day 1 : પ્રથમ દિવસે જ ભારતીય બોલરોનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝ માત્ર 162 રનમાં ધરાશાયી!
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs WI વચ્ચે ટેસ્ટ મેચ
- વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બેટિંગ કરી
- પ્રથમ બેટિંગનો નિર્ણય વે.ઈન્ડિઝને ભારે પડ્યો
- માત્ર 162 રનમાં ઓલ આઉટ થઇ વેસ્ટ ઈન્ડિઝની ટીમ
- ભારતીય બોલરોની આક્રમક બોલિંગ
IND vs WI 1st Test Day 1 : ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની રોમાંચક ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં પ્રથમ દિવસ જ ભારતીય બોલરોના નામે રહ્યો. અહીં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, જે તેમની ટીમ માટે ભારે પડ્યો છે. પૂરી ટીમ માત્ર 162 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ છે.
વેસ્ટ ઈન્ડિઝનો કંગાળ દેખાવ અને ભારતીય બોલિંગ આક્રમણ
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેનો તેમને જરાય ફાયદો થયો નહીં. આજે IND vs WI મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા યુવા કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળના બોલિંગ આક્રમણે વેસ્ટ ઈન્ડિઝને માત્ર 162 રનમાં જ ઓલઆઉટ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય બોલરોની સામે બે સંપૂર્ણ સેશન પણ ટકી શક્યા નહીં, જે તેમની નિરાશાજનક બેટિંગનું સ્પષ્ટ ઉદાહરણ છે. કોઈ પણ બેટ્સમેન 40 રનના આંકડાને સ્પર્શી શક્યો નહીં. જસ્ટિન ગ્રીવ્સ 32 રન સાથે ટીમના સર્વોચ્ચ સ્કોરર રહ્યા, જે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ટીમના પ્રદર્શન માટે ચિંતાજનક બાબત કહી શકાય.
Innings Break and that's Tea on Day 1 of the 1st Test.
Kuldeep Yadav picks up the final wicket as West Indies is all out for 162 runs.
Scorecard - https://t.co/Dhl7RtjvWY #INDvWI #1stTEST #TeamIndia @IDFCfirstbank pic.twitter.com/n8WmaUC1OJ
— BCCI (@BCCI) October 2, 2025
બોલિંગમાં સિરાજ અને બુમરાહનો જાદુ (IND vs WI)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી IND vs WI ની મેચમાં ભારતીય બોલરોએ શરૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. ફાસ્ટ બોલરો અને સ્પિનરોનું મિશ્રણ વેસ્ટ ઈન્ડિઝ માટે ઘાતક સાબિત થયું. મોહમ્મદ સિરાજ આ આક્રમણના શિલ્પી રહ્યા, જેણે સૌથી વધુ 4 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝની કમર તોડી નાખી. તેની સચોટ લાઈન-લેન્થ અને બાઉન્સનો સામનો કરવામાં મહેમાનો નિષ્ફળ રહ્યા. નોંધનીય છે કે સિરાજે આ મેચમાં ભારતમાં ડેબ્યૂ કરવાની તક ગુમાવી દીધી, પણ તેમનો પ્રભાવ જબરદસ્ત રહ્યો. ફાસ્ટ બોલિંગના આધારસ્તંભ જસપ્રીત બુમરાહે તેમની ધારદાર બોલિંગથી 3 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને વધુ સંકટમાં મૂક્યું. તેની યોર્કર અને સ્વિંગ બોલિંગ સામે બેટ્સમેનો લાચાર દેખાયા.
સ્પિનનો જાદુ પણ ચાલ્યો
સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે પણ પોતાનું યોગદાન આપ્યું. કુલદીપ યાદવે 2 મહત્વની વિકેટ ઝડપી, જ્યારે વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને સમેટવામાં મદદ કરી.
આ પણ વાંચો : Asia Cup Trophy Controversy : અંતે ટ્રોફી ચોરને જીદ છોડવી પડી!


