IND vs WI 1st Test, Day - 3 : ટીમ ઇન્ડિયા સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઘૂંટણિયે, ભારતે મેળવી આસાન જીત
- IND vs WI 1st Test, Day - 3 : અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝનો કારમો પરાજય
- ભારત ઈનિંગ અને 140 રને વિન્ડિઝ સામે જીત્યું
- ભારતીય બેટર્સ એકમાત્ર ઈનિંગમાં 3 સદી ફટકારી
- વિન્ડિઝનો કોઈ બેટર નોંધપાત્ર દેખાવ ન કરી શક્યો
- મહોમ્મદ સિરાજે બીજી ઈનિંગમાં 3 અને મેચમાં 7 વિકેટ લીધી
- 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ
IND vs WI 1st Test, Day - 3 : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ઇનિંગ અને 140 રનથી વેસ્ટ ઇન્ડિઝને કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે 2 મેચની શ્રેણીમાં 1-0ની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની બેટિંગ અને બોલિંગ બંને પક્ષે પ્રભાવશાળી દેખાવ જોવા મળ્યો હતો, જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ કોઈ પણ વિભાગમાં નોંધપાત્ર પ્રતિકાર કરવામાં નિષ્ફળ રહી હતી.
ભારતીય બેટર્સનો દબદબો
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ એક જ ઇનિંગ્સમાં 3 સદી ફટકારીને પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો. ટીમ ઇન્ડિયાએ પોતાની પ્રથમ ઇનિંગ 448 રનના જંગી સ્કોર પર ડિક્લેર કરી હતી. આ સ્કોરની પાછળ 3 મહત્ત્વના બેટ્સમેનોનો ફાળો રહ્યો હતો. જેમા એક કે.એલ. રાહુલ (100 રન), ધ્રુવ જુરેલ (125 રન) અને રવિન્દ્ર જાડેજા (104 રન નોટ આઉટ) નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ ત્રણેય બેટ્સમેનોએ સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. આનાથી સ્પષ્ટ થયું કે ભારતીય બેટિંગ લાઇન-અપ કેટલી મજબૂત છે, અને વિરોધી ટીમ માટે આ સ્કોર ચેઝ કરવો લગભગ અશક્ય બની ગયો હતો.
India beat West Indies by an innings and 140 runs in Ahmedabad; take 1-0 lead in 2-match Test series pic.twitter.com/nRlNQXWgtZ
— ANI (@ANI) October 4, 2025
વેસ્ટ ઇન્ડિઝનું બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન (1st Test)
વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગથી જ નબળી સાબિત થઈ હતી. તેમના એક પણ બેટ્સમેન પીચ પર લાંબો સમય ટકી શક્યા નહોતો અને કોઈ નોંધપાત્ર દેખાવ કરી શક્યું નહોતું. પ્રથમ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 448 રન બનાવી લીધા હતા અને ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 286 રનની જંગી લીડ આપી હતી. આ લીડને પૂરવા માટે મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગ્સમાં પણ નિષ્ફળ રહી અને માત્ર 146 રન જ બનાવી શકી, જેના કારણે ભારતનો ઇનિંગ્સ અને 140 રનથી વિજય થયો.
બોલિંગ આક્રમણ અને મોહમ્મદ સિરાજનો ચમકારો
ભારતીય બોલરોએ આક્રમક બોલિંગનું પ્રદર્શન કરતાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોને પીચ પર ટકવા દીધા નહોતા. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આ મેચમાં સૌથી પ્રભાવશાળી સાબિત થયો. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી અને આખી મેચમાં કુલ 7 વિકેટ લઈને વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. ભારતનો આ શાનદાર અને એકતરફી વિજય દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટના આ ફોર્મેટમાં ભારતીય ટીમ કેટલી મજબૂત છે. હવે ટીમ ઈન્ડિયાનો લક્ષ્ય બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાનો રહેશે.
આ પણ વાંચો : IND vs WI, Day 3 : ભારત વેસ્ટ ઈન્ડિઝ પર ઇનિંગ્સથી વિજયની નજીક


