Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs WI, Day 3 : ભારત વેસ્ટ ઈન્ડિઝ પર ઇનિંગ્સથી વિજયની નજીક

IND vs WI, Day 3 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી ચૂકી છે, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમ સંપૂર્ણપણે હાવી જોવા મળી રહી છે.
ind vs wi  day 3   ભારત વેસ્ટ ઈન્ડિઝ પર ઇનિંગ્સથી વિજયની નજીક
Advertisement
  • IND vs WI : ભારત વેસ્ટ ઈન્ડિઝ પર ઇનિંગ્સથી વિજયની નજીક
  • રાહુલ, જુરેલ અને જાડેજાની સદી સાથે ભારતનો શાનદાર સ્કોર
  • વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ સતત નિરાશાજનક, ભારતનો દબદબો જળવાયો
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો દબદબો, મેચ ચોથા દિવસે સમાપ્ત થઈ શકે છે

IND vs WI, Day 3 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી ચૂકી છે, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમ સંપૂર્ણપણે હાવી જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની બીજી ઇનિંગ્સમાં પણ સંઘર્ષ કરી રહી છે, અને ભારતે આ મેચમાં ઇનિંગ્સથી વિજય હાંસલ કરવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. વેસ્ટ ઈન્ડિઝે 80 રનનો આંકડો પાર કર્યો છે, પરંતુ તેણે તેની 5 મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી છે. એલિક એથેનાસે અને જસ્ટિન ગ્રીવ્સ હાલમાં ક્રિઝ પર અણનમ છે, પરંતુ ભારતની લીડ હજી ઘણી મોટી છે.

ભારતની પ્રથમ ઇનિંગ : 3 સદીઓ સાથે 448 રનનો જંગી સ્કોર

પ્રથમ ઇનિંગમાં જ ભારતે વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ભારતીય ટીમે 5 વિકેટે 448 રનના મજબૂત સ્કોર પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સ્કોર પાછળ 3 ભારતીય બેટ્સમેનોની શાનદાર સદીઓ જવાબદાર હતી. ઓપનર રાહુલે 197 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 100 રન ફટકારી પોતાની 11મી ટેસ્ટ સદી અને ઘરઆંગણે બીજી ટેસ્ટ સદી નોંધાવી હતી. યુવા વિકેટકીપર-બેટ્સમેન જુરેલે 210 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 125 રન બનાવી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. 'સર જાડેજા'એ 176 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 104 રન બનાવી પોતાની છઠ્ઠી ટેસ્ટ સદી પૂરી કરી.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝનું નબળું પ્રદર્શન (IND vs WI)

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ બંને ઇનિંગ્સમાં નિરાશાજનક રહી છે. પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું, જેના કારણે ભારતને 286 રનની જંગી લીડ મળી હતી. પ્રથમ ઇનિંગમાં બોલિંગની જો વાત કરીએ તો ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર જસ્ટિન ગ્રીવ્સ (32), શાઈ હોપ (26) અને કેપ્ટન રોસ્ટન ચેઝ (24) જ થોડો પ્રતિકાર કરી શક્યા હતા. બીજી ઇનિંગમાં પણ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

Advertisement

બીજી ઇનિંગ્સમાં પણ મુલાકાતી ટીમની શરૂઆત ખરાબ રહી અને 50 રનની અંદર જ તેમણે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય સ્પિનરો અને ફાસ્ટ બોલરોએ ફરીથી દબદબો જાળવી રાખ્યો. રવિન્દ્ર જાડેજાએ જોન કેમ્પબેલ (14), બ્રાન્ડન કિંગ (5) અને શાઈ હોપ (1) ને આઉટ કરીને ટીમને મોટો ફટકો આપ્યો. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ (8) ની વિકેટ લીધી, જ્યારે ચાઈનામેન કુલદીપ યાદવે કેપ્ટન રોસ્ટન ચેઝને સસ્તામાં આઉટ કર્યો.

ભારત ઇનિંગ્સથી જીતની નજીક

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 95 રનને પાર કરી ગયો છે, પરંતુ ટીમ પર ઇનિંગ્સથી હારનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતે પ્રથમ ઇનિંગમાં મેળવેલી 286 રનની લીડને કારણે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. એલિક એથેનાસે અને જસ્ટિન ગ્રીવ્સ પર મોટી જવાબદારી હતી, પરંતુ ભારતની બોલિંગ લાઇન-અપની સામે તેમણે પણ પોતાના હથિયાર મુકી દીધા અને અનુક્રમે 38 રન અને 25 રનમાં વિકેટ ગુમાવી દીધી હતી. મેચની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે, આ મેચ હવે ચોથા દિવસની શરૂઆતમાં જ સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો :  IND vs WI : અમદાવાદમાં Jadeja ની ચાલી તલવાર, 5 ગગનચુંબી છગ્ગા સાથે ફટકારી સદી

Tags :
Advertisement

.

×