ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ
Harmanpreet Kaur : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વડોદરામાં રમાયેલી પ્રથમ ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ને 211 રનથી હરાવવાની ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ જીત સાથે ટીમે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે મજબૂત પ્રદર્શન કરીને કુલ 314 રનનો વિશાળ સ્કોર વિરોધી ટીમ માટે ઉભો કર્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરોની પૂરી મેચ પણ રમવામાં નિષ્ફળ રહી અને માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા ODI ઇતિહાસમાં આ બીજી સૌથી મોટી જીત છે.
ટોપ ઓર્ડરના બેટરોએ ચમક દર્શાવી
મેચના શરુઆતમાં સ્મૃતિ મંધાના અને નવોદિત પ્રતિક રાવલે પ્રથમ વિકેટ માટે 110 રનની શાનદાર ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ પોતાના બેટથી જોરદાર પ્રદર્શન કર્યું અને 91 રન બનાવ્યા હતા. જોકે તે પોતાની સદી પૂર્ણ કરવામાં ચૂકી ગઈ. ઉપરાંત, હરલીન દેઓલે 44 રન બનાવી ટીમ માટે મજબૂત પાયો ઉભો કર્યો હતો. આ બેટરે ભારતીય ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડવાનું મજબૂત માળખું પૂરું પાડ્યું હતું. ત્યારબાદ હરમનપ્રીત કૌરે માત્ર 23 બોલમાં 34 રન ફટકાર્યા જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે હરમનપ્રીત કૌર મહિલાઓના વનડે ક્રિકેટમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય કેપ્ટન બની ગઇ છે. મિતાલી રાજે, જેમણે કેપ્ટન તરીકે 5319 રન બનાવ્યા છે, તે પહેલા સ્થાને છે.
Dominating Win 💪 #TeamIndia complete a 211 runs victory over the West Indies in the first ODI 👌
Scoreboard ▶️ https://t.co/OtQoFnoAZu#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/WHTFt8qz8u
— BCCI Women (@BCCIWomen) December 22, 2024
હરમનપ્રીતના કેપ્ટનશીપના આંકડા
હરમનપ્રીત કૌરે અત્યાર સુધીમાં 26 ODI મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 1012 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની શ્રેષ્ઠ ઇનિંગ 143 રનની રહી છે. તે મહિલા ક્રિકેટમાં મજબૂત કેપ્ટન અને બેટર તરીકે ઉભરી છે.
🚨 Milestone Alert 🚨
1⃣0⃣0⃣0⃣ ODI runs (and counting) as Captain! 👏 👏
Well done, Harmanpreet Kaur 👍 👍
Live ▶️ https://t.co/OtQoFnoAZu#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/K7vGsZmg0D
— BCCI Women (@BCCIWomen) December 22, 2024
રેણુકા સિંહે ઝડપી 5 વિકેટ
ભારતના મજબૂત બેટિંગ પ્રદર્શન બાદ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. રેણુકા સિંહે પોતાની ODI કારકિર્દીમાં પ્રથમ વખત 5 વિકેટ ઝડપી હતી. આ પ્રશંસનીય પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમને ભારતીય ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહી હતી. બોલિંગમાં રેણુકા સાથે અન્ય બોલરોએ પણ મજબૂત યોગદાન આપ્યું. રેણુકાના આ પ્રદર્શનને કારણે ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી.
બેટિંગમાં ભારતનું મજબૂત પ્રદર્શન
સંપૂર્ણ ટીમના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમ 314 રનનો વિશાળ સ્કોર ઉભો કરી શકી હતી. સ્મૃતિ મંધાનાની 91 રનની ઇનિંગ અને ત્યારબાદ રિચા ઘોષ (26 રન), હરમનપ્રીત કૌર (34 રન) અને જેમિમાહ રોડ્રિગ્સ (31 રન)એ ઝડપથી રન બનાવીને ટીમના સ્કોરમાં યોગદાન આપ્યું હતું. આ બધાની મહેનતના પરિણામે ભારતીય મહિલા ટીમે શ્રેણીમાં લીડ મેળવી છે.
આ પણ વાંચો: બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન : જસ્ટિન લેંગર


