Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs WI : અમદાવાદમાં Jadeja ની ચાલી તલવાર, 5 ગગનચુંબી છગ્ગા સાથે ફટકારી સદી

Ravidnara Jadeja Century : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થયેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દબદબો જાળવી રાખ્યો છે. ભારતના વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા તેમની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી છે, જે આ વર્ષની તેમની બીજી ટેસ્ટ સદી છે.
ind vs wi   અમદાવાદમાં jadeja ની ચાલી તલવાર  5 ગગનચુંબી છગ્ગા સાથે ફટકારી સદી
Advertisement
  • IND vs WI : પ્રથમ ટેસ્ટના બીજા દિવસે Ravindra Jadeja એ ફટકારી સદી
  • જાડેજાએ બેટ હવામાં તલવારની જેમ ફેરવી કરી ઉજવણી
  • રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી

Ravidnara Jadeja Century : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થયેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દબદબો જાળવી રાખ્યો છે. ભારતના વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravidnar Jadeja) એ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા તેમની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી છે, જે આ વર્ષની તેમની બીજી ટેસ્ટ સદી છે.

જાડેજાએ બેટને હવામાં તલવારની જેમ ફેરવી

જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજા (Ravidnar Jadeja) પહેલા યુવા બેટ્સમેનો કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલે પણ સદી ફટકારીને ભારતને મજબૂત સ્કોર તરફ દોર્યું હતું. સદી પૂરી કર્યા બાદ જાડેજાએ બેટને હવામાં તલવારની જેમ ફેરવીને તેમની જાણીતી શૈલીમાં ઉજવણી કરી હતી. મહત્વની વાત એ છે કે, રવિન્દ્ર જાડેજા 2025 માં બેટ અને બોલ બંનેથી એક અનોખા ફોર્મમાં છે. આ વર્ષે આ તેની બીજી સદી છે, જે તેની સતત પ્રદર્શનક્ષમતાનું પુરાવો આપે છે. ઓલરાઉન્ડર તરીકે તેણે ભારતીય ટીમને ઘર અને વિદેશ બંનેમાં ઘણી વખત બચાવી છે, અને આ સદી એ સાબિત કરે છે કે ટીમ ઈન્ડિયા માટે તે કેટલો અનમોલ ખજાનો છે.

Advertisement

Advertisement

Jadeja ની છઠ્ઠી ટેસ્ટ સદી અને ધોનીની બરાબરી

આજે ફટકારેલી સદી સાથે જાડેજાએ પોતાની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી છે. આ સિદ્ધિ સાથે તેણે ભારતીય ક્રિકેટના મહાનાયક અને ભૂતપૂર્વ કપ્તાન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે. ધોનીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી હતી. ધોનીની જેમ જાડેજા પણ પોતાની ટીમ માટે નાજુક પળોમાં આગળ આવીને પ્રદર્શન કરતો ખેલાડી સાબિત થયો છે.

વીવીએસ લક્ષ્મણના રેકોર્ડની પણ બરાબરી

જાડેજાના પ્રદર્શનનો એક વધુ રસપ્રદ પાસો એ છે કે તેણે 2025 માં છઠ્ઠા કે તેથી ઓછા ક્રમ પર બેટિંગ કરતા 7 વખત 50થી વધુ સ્કોર નોંધાવ્યો છે. આ સાથે જાડેજાએ ભારતના stylish બેટ્સમેન વીવીએસ લક્ષ્મણના 2002ના રેકોર્ડની બરાબરી કરી છે, જેમાં લક્ષ્મણે 23 ઇનિંગ્સમાં 7 વખત અડધી સદી કે તેથી વધુ સ્કોર બનાવ્યો હતો.

ઓલરાઉન્ડર તરીકે જાડેજાની ભૂમિકા

આપને જણાવી દઇએ કે, જાડેજા માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બોલિંગમાં પણ ટીમને વારંવાર જીતાડે છે. તેની સ્પિન બોલિંગ અને ફીલ્ડિંગ ક્ષમતાઓએ તેને "ત્રણ તલવાર" જેવી ઓળખ આપી છે. જયારે પણ ટીમ મુશ્કેલીમાં ફસાઈ હોય ત્યારે જાડેજા આગળ આવીને મેચનો પાસો ફેરવી નાખે છે.

ટીમ ઈન્ડિયાની બોલિંગ

આ પહેલા ગુરુવારથી શરૂ થયેલી મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતા વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ઈનિંગમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, જેમાં મોહમ્મદ સિરાજે 4, જસપ્રીત બુમરાહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ લઈને ટીમને જબરજસ્ત શરૂઆત અપાવી હતી. ભારતીય ટીમ હવે વિરાટ લીડ સાથે ટેસ્ટ મેચ પર મજબૂત પકડ ધરાવે છે.

આ પણ વાંચો :  IND vs WI 1st Test : શું અમદાવાદીઓ ક્રિકેટ જોઇને કંટાળ્યા?

Tags :
Advertisement

.

×