ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India and England : પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ થયો બહાર બેન સ્ટોક્સ ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં   India and England: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે જાહેરાત કરી કે ઈંગ્લેન્ડનો કેપ્ટન...
05:17 PM Jul 30, 2025 IST | Hiren Dave
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ થયો બહાર બેન સ્ટોક્સ ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં   India and England: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે જાહેરાત કરી કે ઈંગ્લેન્ડનો કેપ્ટન...
Ben Stokes

 

India and England: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે જાહેરાત કરી કે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes)અને ઝડપી બોલર જોફ્રા આર્ચર બંનેને ઓવલ ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટમાંથી બહાર થયા છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ઓવલ ખાતે રમાનારી પાંચમી (5th Test)અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં. તેમની ગેરહાજરીમાં ઓલી પોપને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ટીમમાં કુલ ચાર ફેરફારો કરવામાં આવ્યા છે.

 

જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી

સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી. ઇંગ્લેન્ડે જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે, જે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટન ઉપરાંત નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટોંગનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -FIDE Women Chess World Cup : દિવ્યા દેશમુખે જીત્યો ચેસ વર્લ્ડ કપ, 19 વર્ષની ઉંમરે બની ચેમ્પિયન

સ્ટોક્સની ગેરહાજરી ઇંગ્લેન્ડ પર કેવી અસર કરશે?

બેન સ્ટોક્સની ગેરહાજરીએ ઇંગ્લેન્ડની ટીમની તાકાત લગભગ અડધી કરી દીધી છે. કારણ કે આ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન ઉત્તમ હતું. 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં, બેન સ્ટોક્સે 43.42 ની સરેરાશથી 304 રન બનાવ્યા. આ દરમિયાન, તેણે સદી ફટકારી. તેનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતો.તેના બેટમાંથી 3 છગ્ગા અને 31 ચોગ્ગા આવ્યા. બેન સ્ટોક્સે તેની ઝડપી બોલિંગથી 17 વિકેટ લીધી. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 5/72 હતી. સ્ટોક્સે પહેલી વાર એક જ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી.

ઓલી પોપ કેપ્ટનશીપ સંભાળશે

બેન સ્ટોક્સ ઓવલ ટેસ્ટ મેચમાં બહાર થયા બાદ, ઓલી પોપને હવે છેલ્લી મેચ માટે કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જો આપણે ઈંગ્લેન્ડ ટીમમાં અન્ય ફેરફારોની વાત કરીએ, તો તેમાં જેકબ બેથેલ, જેમી ઓવરટન, જોશ ટોંગ અને ગુસ એટકિન્સનને સ્થાન મળ્યું છે, જેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઈંગ્લેન્ડની ટીમ આ મેચ કોઈપણ નિષ્ણાત સ્પિનર વિના રમશે.

 

ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11

⁠જેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ (કેપ્ટન), ⁠ ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠જેકબ બેથેલ, ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ⁠ક્રિસ વોક્સ, ⁠ગસ એટકિન્સન, ⁠જેમી ઓવરટન, ⁠જોશ ટંગ

Tags :
5th TestBen StokesCricket NewsIND vs ENGIndia Vs EnglandIndian Cricket TeamSports NewsTeam India
Next Article