Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs ENG : લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 22 રનથી હાર,સીરીઝમાં ભારતની બીજી હાર

લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું વિન્દ્ર જાડેજાની શાનદાર બેટીંગ જોવા મળી  ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી IND Vs ENG : ટીમ ઈન્ડિયાના દરેક (IND Vs ENG )પ્રયાસ છેલ્લા તબક્કે નિષ્ફળ ગયા અને તેઓ લોર્ડ્સમાં 39 વર્ષ...
ind vs eng   લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 22 રનથી હાર સીરીઝમાં ભારતની બીજી હાર
Advertisement
  • લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું
  • વિન્દ્ર જાડેજાની શાનદાર બેટીંગ જોવા મળી 
  • ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી

IND Vs ENG : ટીમ ઈન્ડિયાના દરેક (IND Vs ENG )પ્રયાસ છેલ્લા તબક્કે નિષ્ફળ ગયા અને તેઓ લોર્ડ્સમાં 39 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં ચૂકી ગયા. લોર્ડ્સ ટેસ્ટ (Lords)મેચના છેલ્લા દિવસે, ઈંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું અને આ સાથે શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી. 5 દિવસ સુધી ચાલેલી આ મેચના છેલ્લા દિવસે, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પર જીત મેળવવા માટે 135 રન બનાવવાના હતા પરંતુ ટોપ અને મિડલ ઓર્ડરની નિષ્ફળતાએ તેમને મુશ્કેલીમાં મુકી દીધા. આ પછી, રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ (#Siraj)સાથે મળીને આક્રમક ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી પરંતુ આખરે ઈંગ્લેન્ડને સફળતા મળી.

બંને ટીમોએ પહેલી ઈનિંગમાં 387 રન બનાવ્યા

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 387 રન બનાવવામાં સફળ રહ્યું. ઈંગ્લેન્ડ માટે જો રૂટે પહેલી ઈનિંગમાં સૌથી વધુ 104 રન બનાવ્યા. તેના સિવાય જેમી સ્મિથે 51 અને બ્રાઈડન કાર્સે 56 રનનું યોગદાન આપ્યું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ પહેલી ઈનિંગમાં 387 રન બનાવવામાં સફળ રહી. ભારત માટે કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં સદી ફટકારી હતી, તેના સિવાય રિષભ પંતે 74 અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા હતા. Test Match

Advertisement

ઈંગ્લેન્ડની ટીમ 192 રન બનાવવામાં સફળ રહી.

જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવી ત્યારે તેના બેટ્સમેન ત્યાં પણ કંઈ ખાસ કરી શક્યા નહીં. બીજી ઈનિંગમાં પણ ઈંગ્લેન્ડની ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. ત્યાં પણ જો રૂટે ટીમ માટે સૌથી વધુ 40 રન બનાવ્યા. તેના સિવાય કેપ્ટન બેન સ્ટોક્સે 33 રન અને હેરી બ્રુકે 23 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં ભારત માટે વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 4 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 192 રન બનાવવામાં સફળ રહી.

Advertisement

આ પણ  વાંચો -Ravindra Jadejaનો ચાલુ મેચમાં થયો ઝઘડો, થઈ ઉગ્ર બોલાચાલી, કેપ્ટને કર્યો બચાવ

ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન

આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન જોઈને બધાને આશા હતી કે ભારત 193 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લેશે. પરંતુ ટેસ્ટ મેચમાં ચોથી ઈનિંગનું દબાણ અલગ જ સ્તરે હોય છે અને ભારતની બેટિંગ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળ્યું. ચોથી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. યશસ્વી જયસ્વાલ હોય કે શુભમન ગિલ હોય કે કરુણ નાયર કોઈએ ક્રીઝ પર રહીને બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો નહીં.

આ પણ  વાંચો -IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં Mohammed Siraj ને ઝટકો! ICC એ ફટકાર્યો દંડ

રવિન્દ્ર જાડેજા ભારતની બેટિંગમાં એકમાત્ર હીરો

ટોપ ઓર્ડરમાં કેએલ રાહુલ અને લોઅર ઓર્ડરમાં રવિન્દ્ર જાડેજાએ ટીમ માટે મેચ જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ મળ્યો નહીં. અંતે ટીમ ઈન્ડિયા 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે બીજી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી. તેના સિવાય બેન સ્ટોક્સ અને બ્રાઈડન કાર્સે 2-2 વિકેટ લીધી. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા ભારતની બેટિંગમાં એકમાત્ર હીરો હતો. તે 181 બોલમાં 61 રન બનાવીને અણનમ પરત ફર્યો

Tags :
Advertisement

.

×