India vs Pakistan Match : ભારત-પાકિસ્તાન મેચ પર રાજકીય વિવાદ, પરંતુ મેચ રમાશે જ?
- ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે રાજકારણ ગરમાયુ (India vs Pakistan Match)
- ક્રિકેેટ ચાહકો મેચનો બહિષ્કાર કરવાની કરી રહ્યા છે માગ
- સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે તીખી પ્રતિક્રિયા
- ICC આયોજિત ટૂર્નામેન્ટમાં આવા મુકાબલાથી બચી શકાતું નથી
India vs Pakistan Match : એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનાર ક્રિકેટ મેચને લઈને રાજકારણ ગરમાયું છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠનો પર 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું, જેના પગલે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ પણ આ મેચ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ આ મેચનો વિરોધ કરીને રસ્તાઓ પર આંદોલન શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય નેતાઓએ આ મેચને લઈને સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. આટલા વિરોધ છતાં, ભારત માટે આ મેચ રમવી કેમ જરૂરી છે, તેનું કારણ ભૂતપૂર્વ રમતગમત મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું છે.
ICC આયોજીત ટૂર્નામેન્ટમાં મુકાબલાથી બચી શકાતુ નથી
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં આવા મુકાબલાથી બચી શકાતું નથી. જો કોઈ દેશ આવી ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડે, તો તેને સ્પર્ધામાંથી બહાર થવું પડે અથવા તેના પોઈન્ટ ગુમાવવા પડે છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "જ્યારે એસીસી કે આઈસીસીની ટૂર્નામેન્ટ્સ હોય છે, ત્યારે દેશો માટે રમવું ફરજિયાત બની જાય છે. જો તેઓ આમ ન કરે, તો તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડે અથવા મેચ છોડી દેવી પડે અને પોઈન્ટ્સ બીજી ટીમને મળી જાય છે." તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમતું નથી.
#WATCH | Pune, Maharashtra: On the upcoming India vs Pakistan match in the Asia Cup 2025, BJP MP Anurag Thakur says, "When multinational tournaments are organised by ACC or ICC, it becomes a compulsion, a necessity for nations to participate. If they don't do that, they will be… pic.twitter.com/ybP4n9nCaJ
— ANI (@ANI) September 13, 2025
દ્રિપક્ષીય શ્રેણી 2012-13માં યોજાઈ હતી (India vs Pakistan Match)
ભારતે ઘણા વર્ષો પહેલા આ નિર્ણય લીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13માં યોજાઈ હતી. ત્યારથી, બંને ટીમો ફક્ત એશિયા કપ, વન-ડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડ કપ જેવી વૈશ્વિક અને ખંડીય ટૂર્નામેન્ટ્સમાં જ સામસામે આવી છે. ભારતે ઘણા વર્ષો પહેલા આ નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી દ્વિપક્ષીય ક્રિકેટ રમાશે નહીં.
આ પણ વાંચો : India-Pakistan match ને લઇને વિપક્ષનો હલ્લાબોલ, પૂતળા દહન કરીને બહિષ્કારની કરી માંગ
હરભજને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો
આ મુદ્દે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ચર્ચામાં રહે છે. ઓપરેશન સિંદૂર બાદ ઘણા લોકોએ પાકિસ્તાન સાથે રમવા અને વ્યાપાર ન કરવાની માંગ કરી હતી. હરભજને ઉદાહરણ આપતા કહ્યું કે તે 'વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ'માં પાકિસ્તાન સામે રમ્યા ન હતા.
સરકારી નીતિનું સન્માન (India vs Pakistan Match)
હરભજને વધુમાં કહ્યું કે વ્યક્તિગત રીતે તેઓ પાકિસ્તાન સાથે રમતગમત કે વ્યાપારી સંબંધોના પક્ષમાં નથી. જોકે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની વાત આવે ત્યારે તેઓ સરકારની નીતિનું સન્માન કરે છે. આ વિવાદ છતાં, એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની આ મેચ નક્કી છે. બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટમાં ઉતરી છે, જેના કારણે આ મુકાબલો સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ બની ગયો છે.
આ પણ વાંચો : આતંકી હુમલામાં મૃતકના પત્નીનો ભારત-પાક.ની મેચનો વિરોધ, 'ઘા પર મીઠુ નાંખવા' જેવું ગણાવ્યું


