Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India vs Pakistan વચ્ચેની એશિયા કપની મેચ પર સંકટ: સુપ્રીમ કોર્ટમાં અરજી, રદ થશે મેચ?

India vs Pakistan મેચ પર મોટું સંકટ. એક અરજીકર્તાએ મેચને 'દેશના સન્માન વિરુદ્ધ' ગણાવી રદ કરવાની માંગ કરી.
india vs pakistan વચ્ચેની એશિયા કપની મેચ પર સંકટ  સુપ્રીમ કોર્ટમાં અરજી  રદ થશે મેચ
Advertisement
  • એશિયા કપની India vs Pakistan મેચ પર સંકટ
  • પુણેના સામાજિક કાર્યકરની સુપ્રીમકોર્ટમાં અરજી
  • હાઈ-વોલ્ટેજ મુકાબલાને તાત્કાલિક રદ્દ કરવા માગ
  • આ મેચ દેશના સન્માન અને બલિદાન વિરુદ્ધ
  • જો મેચ યોજાશે તો શહીદો અંગે ખોટો સંદેશ જશે

India vs Pakistan : એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. પુણેના એક સામાજિક કાર્યકર કેતન તિરોકદારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં આ હાઈ-વોલ્ટેજ મુકાબલાને તાત્કાલિક રદ કરવાની માગ કરવામાં આવી છે. તેમની દલીલ છે કે વર્તમાન પરિસ્થિતિમાં આ મેચ દેશના સન્માન અને આપણા સુરક્ષા દળોના બલિદાનની વિરુદ્ધ છે.

આ પણ વાંચો :  ઉત્તરાખંડ હાઇર્કોટે BCCI ને આ મામલે ફટકારી નોટિસ

Advertisement

આ મેચને લઈને દાખલ કરવામાં આવેલી અરજીમાં તિરોકદારે મજબૂત તર્કો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં જ થયેલા પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું એ ભારતના બંધારણના અનુચ્છેદ 21ની વિરુદ્ધ છે, જે દરેક નાગરિકને ગૌરવ, આજીવિકા અને સુરક્ષિત વાતાવરણમાં જીવવાનો અધિકાર આપે છે. તેમનું કહેવું છે કે જો આ મેચ યોજવામાં આવશે, તો તે દેશના શહીદો અને નાગરિકોની પરવા નથી કરતો તેવો સંદેશ જશે.

Advertisement

Asia Cup 2025 latest news

Asia Cup 2025 latest news

પીડિત પરિવારો અને સુરક્ષા દળોનું થશે અપમાન

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેચ રાષ્ટ્રવિરોધી સંદેશ આપશે અને તેનાથી સામાન્ય નાગરિકો તેમજ સૈનિકોના અધિકારોનું ઉલ્લંઘન થશે. અરજીકર્તાએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના નિર્ણયને પણ 'કઠોર' અને 'દેશહિતની વિરુદ્ધ' ગણાવ્યો છે. તિરોકદારના મતે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની ઘટનાઓ વચ્ચે ક્રિકેટ રમવું એ શહીદ થયેલા સૈનિકોના પરિવારો અને આપણા સુરક્ષા દળોનું અપમાન કરવા જેવું છે. આ મેચ દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે.

 India vs Pakistan match cancellation

India vs Pakistan match cancellation

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સૌની નજર (India vs Pakistan)

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન થશે નહીં. એટલે કે, ભારતીય ટીમો પાકિસ્તાનમાં નહીં રમે અને પાકિસ્તાની ખેલાડીઓ ભારતમાં યોજાનાર કોઈ પણ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. જોકે, સરકારે એ પણ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય અથવા બહુપક્ષીય આયોજનોમાં બંને દેશો એકબીજા સામે રમી શકે છે. આ જ નીતિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ અને આઈસીસી ટૂર્નામેન્ટમાં મુકાબલાઓ યોજાતા રહ્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Asia Cup માં ભારત સામે UAEની ટીમ 57 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવે 4 વિકેટ લીધી

Tags :
Advertisement

.

×