Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ત્રીજીવાર હરાવીને 9મી વાર Asia Cup નો ટાઇટલ જીત્યો, તિલક વર્માની શાનદાર બેટિંગ

ભારતે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ત્રીજીવાર હરાવીને 9મી વાર asia cup નો ટાઇટલ જીત્યો  તિલક વર્માની શાનદાર બેટિંગ
Advertisement

Asia Cup Final : એશિયા કપમાં 41 વર્ષ બાદ એક એવો સંયોગ બન્યો છે, જ્યાં ભારત અને પાકિસ્તાન ટાઇટલ માટે ટકરાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં  બધી મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. જ્યારે પાકિસ્તાન બે મેચ હારી ગયું હતું. ટીમ ઇન્ડિયાએ એશિયા કપ (Asia Cup) માં બંને વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી T20 ટુર્નામેન્ટ ફાઇનલ હશે.

અગાઉ, 2007માં T20 વર્લ્ડ કપ ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હતી. ભારતીય ટીમ એશિયા કપ (Asia Cup) 2025ની આ ત્રીજી અને ફાઇનલમાં મેચમાં પણ પાકિસ્તાનને હરાવવા તૈયાર છે. આજની મેચમાં ભારત હોટ ફેવરીટ છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીતી ચૂકી છે. જેમાં છ ODI ટુર્નામેન્ટ અને બે T20 ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાન ફક્ત બે વાર એશિયા કપ (Asia Cup) જીતી શક્યું છે. આજે, ટીમ ઈન્ડિયા નવમી વખત એશિયા કપ જીતવાનું લક્ષ્ય રાખશે.

Advertisement

રોમાંચક જીત! તિલક વર્માની શાનદાર ઇનિંગ્સથી ભારતે એશિયા કપ જીત્યો!

September 29, 2025 12:04 am

Advertisement

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે! મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતાં ટોપ ઓર્ડરના ધબડકા બાદ તિલક વર્મા (69 રન) અને શિવમ દુબે (33 રન) ની નિર્ણાયક ભાગીદારીએ ભારતને જીત અપાવી. અંતિમ ઓવરોમાં તિલક વર્માએ પોતાની સેટ ઇનિંગ્સનો ઉપયોગ કરીને શાનદાર બેટિંગ કરી અને ટીમને વિજય અપાવ્યો. તિલક વર્મા 69 રન બનાવીને નોટઆઉટ રહ્યો અને તેણે ભારતને આ મહત્ત્વપૂર્ણ જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

તિલક વર્માની અડધી સદી: અંતિમ 18 બોલમાં 30 રનની જરૂર!

September 28, 2025 11:39 pm

17 ઓવરમાં ના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 117 રન છે. તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને 54 રન પૂરા કર્યા છે એક છેડો મક્કમતાથી જાળવી રાખ્યો છે. જોકે, પાકિસ્તાની બોલરોએ છેલ્લા કેટલાક સમયથી ચુસ્ત બોલિંગ કરતા રન રેટ ઘટ્યો છે. ભારતને હવે જીતવા માટે બાકીના 18 બોલમાં 30 રનની ની જરૂર છે. જરૂરી રન રેટ વધીને 10 પર પહોંચી ગયો છે. શિવમ દુબે (20 રન) અને તિલક વર્માએ આ ત્રણ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને લક્ષ્ય સુધી પહોંચવું પડશે.

મેચ રોમાંચક મોડ પર: ભારતને 29 બોલમાં 40 રનની જરૂર!

September 28, 2025 11:29 pm

15.1 Overs ના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 107 રન છે, અને હવે મેચ નિર્ણાયક તબક્કામાં આવી ગઈ છે!ભારતને જીતવા માટે બાકીના 29 બોલમાં 40 રન ની જરૂર છે. રન રેટ વધીને 8.28 થઈ ગયો છે. તિલક વર્મા તેની શાનદાર બેટિંગથી 48 રન (39 બોલમાં) બનાવીને અડધી સદીની નજીક પહોંચી ગયો છે, જ્યારે શિવમ દુબેએ માત્ર 10 બોલમાં 16 રન બનાવીને આક્રમક શરૂઆત કરી છે.

સંજૂ સેમસન આઉટ, અડધી સદીની ભાગીદારી તૂટી!

September 28, 2025 11:17 pm

ભારતીય ટીમને ચોથો મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે સેટ થયેલો બેટ્સમેન સંજૂ સેમસન પેવેલિયન ભેગો થયો છે. સ્પિનર અબરાર અહેમદે સંજૂને આઉટ કરીને આ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી છે. સંજૂ સેમસન 21 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થયો. આ વિકેટ સાથે સંજૂ અને તિલક વર્મા વચ્ચેની ખૂબ જ જરૂરી અર્ધશતકીય ભાગીદારીનો અંત આવી ગયો છે. 77 રનના સ્કોર પર ભારતને આ ચોથી વિકેટ ગુમાવવી પડી છે, જેના કારણે ભારત ફરી એકવાર દબાણ હેઠળ આવી ગયું છે. હવે બાકીના બેટ્સમેનો પર તિલક વર્માને સારો સાથ આપીને 147 રનની નો લક્ષ્યાંક હાંસલ કરવાની મોટી જવાબદારી આવી ગઈ છે.

ભારત 11 ઓવરમાં 3 વિકેટે 69 રન

September 28, 2025 11:09 pm

ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન સાથે 69 રન છે. તિલક વર્મા (33 રન) અને સંજૂ સેમસન (18 રન) એ સારી ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિર કરી છે,ભારતને જીતવા માટે બાકીની 54 બોલમાં 78 રનની જરૂર છે. તિલકે 30 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે સંજૂ સેમસન પણ 15 બોલમાં 2 ચોગ્ગા સાથે રમી રહ્યો છે

૧૦ ઓવર પછી ભારતનો સ્કોર ૫૮/૩ છે

September 28, 2025 11:06 pm

સેમ અયુબે ૧૦મી ઓવરમાં ચાર રન આપ્યા. ૧૦ ઓવર પછી ભારતનો સ્કોર ૩ વિકેટે ૫૮ રન છે. સંજુ સેમસન ૧૩ બોલમાં બે ચોગ્ગા સાથે ૧૬ રન બનાવીને રમતમાં છે. તિલક વર્મા ૨૬ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૪ રન બનાવીને રમતમાં છે. ભારતને હવે ૬૦ બોલમાં જીતવા માટે ૮૯ રનની જરૂર છે.

ભારતે ૫૦ રન પૂરા કર્યા

September 28, 2025 10:57 pm

પાકિસ્તાનના 147 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૫૦ રનનો આંકડો પાર કર્યો. ભારતે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક અને સેમસનએ સંયમિત બેટિંગ કરીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે.

ભારતના 6 ઓવરમાં 3 વિકેટે 36 રન

September 28, 2025 10:49 pm

ભારતીય ઇનિંગ્સના 6 ઓવરના ના અંતે સ્કોર 3 વિકેટના નુકસાન સાથે 36 રન છે. કેપ્ટન સૂર્યાની વિકેટ પડ્યા પછી યુવા બેટ્સમેન તિલક વર્માએ આક્રમક વલણ અપનાવતા પાકિસ્તાની બોલર્સ પરનું દબાણ ઓછું કર્યું છે. છઠ્ઠી ઓવરમાં તિલકે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને કુલ 11 રન મેળવ્યા, જેનાથી રન ગતિમાં વધારો થયો છે. હાલમાં તિલક વર્મા 12 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે, જ્યારે અનુભવી બેટ્સમેન સંજૂ સેમસન 3 બોલમાં 4 રન સાથે ક્રિઝ પર છે. હવે આ જોડી પર ઇનિંગ્સને સ્થિર કરીને આગળ વધારવાની મોટી જવાબદારી છે.

ભારતીય ટીમને ત્રીજો મોટો ઝટકો: ટોપ ઓર્ડર ધ્વસ્ત!

September 28, 2025 10:35 pm

ચાર 4 ઓવર ના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 20 રન બનાવ્યા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની બાદ ગિલ પણ આઉટ થયો છે. આ સાથે ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો છે.હવે તિલક વર્મા (૨ રન) અને સંજુ સેમસન ક્રિઝ પર છે, અને તેમની સામે મોટો પડકાર છે. જીતવા માટે ભારતે હજી 127 રન ની જરૂર છે . પાકિસ્તાની બોલરોએ દબદબો બનાવ્યો છે અને આ મુકાબલો હવે તિલક અને સંજુની ભાગીદારી પર નિર્ભર છે

ભારતનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આઉટ

September 28, 2025 10:23 pm

ટીમ ઇન્ડિયાને બીજો મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે 1 રન બનાવી આઉટ થઇ ગયો. સૂર્યા પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનો શિકાર બન્યો છે. ભારત માટે આ મોટો ફટકો છે,

ભારતનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા આઉટ

September 28, 2025 10:13 pm

ભારતની ઇનિંગ્સના પ્રારંભે જ ટીમને મોટો ફટકો પડ્યો છે. વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા વહેલો આઉટ થઈ ગયો છે. ભારતનો સ્કોર હાલમાં 1 વિકેટના નુકસાન સાથે 7 રન છે. અભિષેકની આક્રમક શરૂઆતની આશા હતી, પરંતુ તે વહેલી વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યો છે. શર્મા પાંચ રન બનાવીને આઉટ થયો છે

પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ

September 28, 2025 9:48 pm

પાકિસ્તાને ભારત સામે જીતવા માટે ૧૪૭ રનનો લક્ષ્યાંક મૂક્યો છે. ભારતે આ મહત્ત્વપૂર્ણ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના બોલરોએ યોગ્ય સાબિત કરી બતાવ્યો.ભારતીય બોલિંગ આક્રમણની મદદથી પાકિસ્તાનની આખી ટીમ 19.1 ઓવરમાં ૧૪૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કલાઈના સ્પિનર કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું,

પાકિસ્તાન 9 વિકેટે 141 રન!

September 28, 2025 9:38 pm

18 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટના નુકસાન સાથે 141 છે. એક સમયે મજબૂત શરૂઆત કરનાર પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ ભારતીય બોલરોના આક્રમક કમબેક સામે ધરાશાયી થઈ ગઈ છે. છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાને નિયમિત અંતરાલે વિકેટો ગુમાવતા તેની હાલત ખરાબ થઈ છે અને તેનો રન રેટ ઘટીને 7.83 થઈ ગયો છે. હવે મોહમ્મદ નવાઝ (2 રન) અને અબરાર અહેમદ (0 રન) ની જોડી ક્રિઝ પર છે.જસપ્રીત બુમરાહે માત્ર 4 બોલમાં 6 રન બનાવીને રમી રહેલા હારિસ રઉફ ની વિકેટ ઝડપી લીધી છે

પાકિસ્તાને 8 વિકેટ ડાઉન

September 28, 2025 9:34 pm

કુલદીપ યાદવે 17મી ઓવરમાં એક રન આપીને બે વિકેટ લીધી. તેણે પહેલા શાહીન આફ્રિદી અને પછી ફહીમ અશરફને આઉટ કર્યા. પાકિસ્તાને 134 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી.

પાકિસ્તાનને છઠ્ઠી વિકેટ પડી

September 28, 2025 9:25 pm

કુલદીપ યાદવે કેપ્ટન સલમાન આગાને આઉટ કરીને પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પણ પડી . સલમાન સાત બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો.

હુસૈન તલત પણ આઉટ,પાકિસ્તાનની પાંચમી વિકેટ પણ ડાઉન

September 28, 2025 9:22 pm

પાકિસ્તાનની પાંચમી વિકેટ ૧૫.૩ ઓવરમાં ૧૩૧ રનના સ્કોરે પડી ગઈ. હુસૈન તલત બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો. તેને અક્ષર પટેલે આઉટ કર્યો. પાકિસ્તાને ૧૮ રનના અંતરે ચાર વિકેટ ગુમાવી દીધી.

પાકિસ્તાનની ચોથી વિકેટ પડી

September 28, 2025 9:11 pm

પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી પાકિસ્તાનની ચોથી વિકેટ પણ પડી, ઓપનિગ બેટસમેન ફખર ઝમાન આઉટ, પાક.126/4

પાકિસ્તાન 98 રન

September 28, 2025 8:56 pm

પાકિસ્તાને 1 વિકેટના નુકસાન સાથે 11 ઓવરમાં 98 રન બનાવી લીધા છે. પ્રથમ વિકેટ પડ્યા પછી પણ પાકિસ્તાનના રન રેટ પર કોઈ અસર થઈ નથી અને તે 8.91 પર પહોંચી ગયો છે. નવા બેટ્સમેન અયૂબ (11 રન, 6 બોલમાં) ક્રિઝ પર આવતાની સાથે જ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે અને તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે. ફખર ઝમાન ૨૬ રન સાથે તેને સારો સાથ આપી રહ્યો છે.

પાકિસ્તાનનો 10 ઓવરમાં 87/1

September 28, 2025 8:52 pm

પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 87 રન કર્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. અડધી સદી ફટકારનાર સાહિબઝાદા ફરહાનની વિકેટ પડતાં પાકિસ્તાનની મજબૂત ઓપનિંગ ભાગીદારી તૂટી છે. જોકે, ટીમનો રન રેટ હજી પણ 8.7 જેટલો ઊંચો જળવાયેલો છે. હવે સેમ અયૂબ ૧ રન સાથે ફખર ઝમાન ૨૫ રન (21 બોલમાં) ને સાથ આપવા ક્રિઝ પર આવ્યો છે.

પાકિસ્તાનને પહેલો ઝટકો

September 28, 2025 8:47 pm

પાકિસ્તાનની પહેલી વિકેટ વિસ્ફોટક બેટસમેન ફરહાન અર્ધસદી ફટકારીને આઉટ થઇ ગયો છે.

પાકિસ્તાન 56 રન સાથે મજબૂત સ્થિતિમાં

September 28, 2025 8:36 pm

પાકિસ્તાન 7 ઓવરમાં વિના વિકેટે 56 રન બનાવ્યા છે. ઓપનર સાહિબઝાદા ફરહાને પોતાનો આક્રમક મિજાજ ચાલુ રાખ્યો છે અને માત્ર 29 બોલમાં માં 40 રન ફટકારીને ટીમને તોફાની શરૂઆત આપી છે. રન રેટ 8.00 જળવાઈ રહ્યો છે, જે ભારતીય બોલરો પર સતત દબાણ બનાવી રહ્યો છે. ફખર ઝમાન 14 રન સાથે ક્રિઝ. ભારતે હવે વિકેટ લેવા માટે માત્ર લાઇન અને લેન્થ જ નહીં, પણ રણનીતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.

પાકિસ્તાનના 6 ઓવરમાં 45 રન

September 28, 2025 8:31 pm

પાવરપ્લે (૬ ઓવર)ના અંતે પાકિસ્તાનનો સ્કોર ૪૫/૦ છે. ઓપનર સાહિબઝાદા ફરહાને (૩૧ રન) આક્રમક બેટિંગ ચાલુ રાખી છે અને ટીમ માટે મજબૂત પાયો નાખ્યો છે. ફરહાને અત્યાર સુધીમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યા છે, જ્યારે ફખર ઝમાન (૧૨ રન) સાવચેતીથી રમી રહ્યો છે

પાકિસ્તાનની સારી શરૂઆત,રનરેટ ધીમો

September 28, 2025 8:27 pm

૫ ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર વિના વિકેટે ૩૭ રન છે. રન રેટ ધીમો પડ્યો હોવા છતાં, ઓપનર સાહિબઝાદા ફરહાન (૨૬ રન) અને ફખર ઝમાન (૯ રન) એ કોઈ વિકેટ પડવા દીધી નથી. વરુણ ચક્રવર્તીની સ્પિન ઓવર સારી રહી, જેમાં તેણે માત્ર ૫ રન આપ્યા. ભારતીય ટીમ હવે સ્પિનરો દ્વારા વિકેટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે

પાકિસ્તાનના 4 ઓવરમાં 32 રન

September 28, 2025 8:24 pm

પાકિસ્તાનની ઇનિંગ્સનો પ્રારંભ ખૂબ જ આક્રમક રહ્યો છે. ૪ ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર વગર વિકેટે ૩૨ રન છે. ખાસ કરીને ઓપનર સાહિબઝાદા ફરહાને ૧૮ બોલમાં ૨૪ રન બનાવ્યા છે.

પાકિસ્તાન બે ઓવરમાં 11 રન

September 28, 2025 8:12 pm

પાકિસ્તાનના ઓપનર ફખર-ફરહાન ક્રીઝ પર, ફરહાને 11 બોલમાં 10 રન ફટકાર્યા, જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં સાત રન આપ્યા

પાકિસ્તાન એક ઓવર ચાર રન

September 28, 2025 8:07 pm

પાકિસ્તાનના ઓપનર ફખર-ફરહાન ક્રીઝ પર,પાક. એક ઓવરમાં ચાર રન, ભારત તરફથી શિવમ દુબે ઓપનિંગ બોલિંગ કરી

ભારત- પાકિસ્તાનની ફાઇનલ પ્લેઈંગ ઈલેવન

September 28, 2025 7:41 pm

ભારત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી. પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન: સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ.

ભારતે ટોસ જીત્યો,

September 28, 2025 7:38 pm

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, હાર્દિક પંડ્યા નહીં રમી શકે, તેમના સ્થાને રિંકુ સિંહને મોકો અપાયો

સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે ફોટોશૂટ ન કરાવ્યું

September 28, 2025 7:32 pm

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે ફોટોશૂટ કરાવ્યું ન હતું. સામાન્ય રીતે, બંને કેપ્ટન ફાઇનલ પહેલા ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે. આ સ્થિતિમાં, સલમાન આગાએ એકલા ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું

બંને ટીમોની સંભવિત ટીમ

September 28, 2025 7:22 pm

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ. પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સાહિબજાદા ફરહાન, ફખર જમાન, સૈમ અયુબ, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ હરિસ (વિકેટકીપર), હુસૈન તલત, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, અબરાર અહેમદ અને હરિસ રઉફ.

હાર્દિક પંડ્યા ફાઇનલમાંથી બહાર

September 28, 2025 7:19 pm

હાર્દિક પંડ્યા દુબઈના મેદાન પર ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળતો નથી. રિંકુ સિંહ ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિકને ફાઇનલ નહીં રમી શકે. રિંકુને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિકે વોર્મ અપ ન કર્યું

September 28, 2025 7:15 pm

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફાઇનલ પહેલા મેદાન પર જોવા મળ્યો હતો, પરંતુ તેણે વોર્મ અપ ન કર્યું. શ્રીલંકા સામેની મેચમાં પંડ્યા ઘાયલ થયો હતો,મેચ રમશે કે નહીં તે હજુ ફાઇનલ નથી.

પાકિસ્તાન સામે ભારતનો દબદબો

September 28, 2025 6:53 pm

ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં 15 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાંથી 11 મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન ફક્ત ત્રણ વાર ભારતને હરાવી શક્યું છે, જેમાં એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ છે. છેલ્લા પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, ભારતે પાકિસ્તાનને ચાર વાર હરાવ્યું છે.

પિચ રિપોર્ટ

September 28, 2025 6:51 pm

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ ધીમી રહેશે . ફાઇનલમાં પણ પિચ ધીમી રહેશે. શરૂઆતની ઓવરોમાં રન ઝડપથી બનાવી શકાય છે, પરંતુ એકવાર બોલ જૂનો થઈ જાય પછી, સ્પિનરો પ્રભુત્વ મેળવશે. ઝાકળનો ખાસ પ્રભાવ રહેશે નહીં. જોકે, એશિયા કપમાં આ મેદાન પર રન ચેઝ કરવાનું સરળ રહ્યું છે. તેથી, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું નક્કી કરી શકે છે.

પાકિસ્તાની ટીમ સ્ટેડિયમમાં પહોંચી

September 28, 2025 6:31 pm

ભારત સામે એશિયા કપ ટાઇટલ મેચ માટે પાકિસ્તાની ટીમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ થોડીવારમાં શરૂ થશે, જેમાં ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.

ભારતીય ટીમ સ્ટેડિયમમાં પહોંચી

September 28, 2025 6:27 pm

ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ મેચ માટે સ્ટેડિયમમાં પહોંચી ગઈ

છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં ટાઇટલ મેચ રમાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી.

This Live Blog has Ended
Advertisement

.

×