ભારત-શ્રીલંકાની સુપરઓવરમાં અમ્પાયરના નિર્ણયથી હોબાળો, ઇતિહાસમાં પહેલી ઘટના?
- ભારત અને શ્રીલંકા સામેની મેચમાં સામે આવ્યો વિવાદ (India vs Sri Lanka Super Over)
- સુપર ઓવરમાં અમ્પાયરે લીધેલા નિર્ણયથી વિવાદ શરૂ
- શનાકાને આઉટ અંગે કરાયેલી અપીલમાં વિવાદ
Ind vs SL Super Over : એશિયા કપની સુપર 4 મેચમાં ભારતે આપેલા 202 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાના બેટ્સમેનોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. ઓપનર પથુમ નિસાન્કાનું બેટ જોરદાર બોલ્યું અને તેણે કુસલ પરેરા સાથે મળીને બીજી વિકેટ માટે શાનદાર સદીની ભાગીદારી કરી.
નિસાન્કા અને પરેરા બંનેએ ઝડપી અર્ધસદી ફટકારી અને ભારતીય બોલરો પર દબાણ જાળવી રાખ્યું. નિસાન્કાએ માત્ર 52 બોલમાં સદી પૂરી કરી, જે એશિયા કપ T20માં તેની ત્રીજી સદી હતી. આ સિદ્ધિ હાંસલ કરનારા તે વિરાટ કોહલી અને બાબર હયાતની હરોળમાં જોડાઈ ગયો.
શ્રીલંકા વિજયની અણી પર હતું, પરંતુ છેલ્લા બોલે ત્રણ રનની જરૂરિયાત સામે માત્ર બે રન જ બનતાં મેચ ટાઇ થઈ અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો.
સુપર ઓવર: વિવાદ અને નિર્ણય (India vs Sri Lanka Super Over)
સુપર ઓવરમાં કુસલ પરેરા આઉટ થયા બાદ દાસુન શનાકા ક્રીઝ પર આવ્યો. અર્શદીપ સિંહના બોલને ચૂકી જતાં બોલ કીપર સંજુ સેમસન પાસે ગયો. આ દરમિયાન, શનાકા રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સેમસને ઝડપથી બોલ વિકેટને ફટકાર્યો, જેના કારણે રન આઉટની સ્થિતિ બની.
બોલને કેચ આઉટની અપીલ સાથે મુખ્ય અમ્પાયરે શનાકાને આઉટ જાહેર કર્યો. જોકે, શનાકાએ તરત જ રિવ્યૂ લીધો.
India vs shri lanka super over " out or not out " controversy.. #indiavssl #runout #superover #AbhishekSharma #India #cricket pic.twitter.com/FKYytJYosP
— abhishek Maheshwari (@abhishe23108) September 26, 2025
અહીં વિવાદ સર્જાયો (India vs Sri Lanka Super Over)
અમ્પાયરે કેચ આઉટની અપીલ પર આઉટ આપ્યો હતો, અને શનાકાનો રિવ્યૂ પણ કેચ માટે જ હતો. રિવ્યૂમાં સ્પષ્ટ થયું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નહોતો, તેથી શનાકાને નોટ આઉટ જાહેર કરાયો.
રન આઉટનો કિસ્સો ધ્યાને ન લેવાયો
ક્રિકેટ નિયમો મુજબ, પહેલાં કરવામાં આવેલી અપીલ (કેચ) પરનો નિર્ણય રિવ્યૂમાં બદલાયો, તેથી રન-આઉટનો કિસ્સો ધ્યાનમાં લેવાયો નહીં અને શનાકાને નોટ આઉટ જાહેર કરાયો. જોકે, જો અર્શદીપે કેચની અપીલ ન કરી હોત, તો લેગ અમ્પાયર તેને રન-આઉટ આપી શકત.
અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો
મેદાન પર સૂર્યકુમાર યાદવ અને અમ્પાયર વચ્ચે આ નિર્ણય અંગે ચર્ચા થઈ હતી, પરંતુ નિયમ મુજબ નિર્ણય યથાવત રહ્યો. જોકે, આ વિવાદ પછી પણ શનાકા વધુ ટકી શક્યો નહીં અને બીજા જ બોલે આઉટ થયો. શ્રીલંકાએ ભારતને માત્ર 3 રનનો લક્ષ્યાંક આપ્યો, જે ભારતે સુપર ઓવરના પહેલા જ બોલે હાંસલ કરીને મેચ જીતી લીધી.
વિરેન્દ્ર સેહવાગ સાથે બની હતી આવી ઘટના
આવી જ એક પરિસ્થિતિ ભૂતકાળમાં વિરેન્દ્ર સેહવાગ સાથે પણ થઈ હતી, જ્યાં વિજય અપાવનાર શોટની પહેલાં બોલ નો-બોલ હોવાથી, નો-બોલનો નિયમ પહેલા લાગુ પડ્યો હતો. તેવી જ રીતે, શનાકાના કેસમાં પણ કેચ આઉટનો રિવ્યૂ પહેલાં આવ્યો હોવાથી તેને માન્ય રાખવામાં આવ્યો.
આ પણ વાંચો : ICCએ Suryakumar Yadav ને પહલગામ નિવેદન મામલે આપી ચેતવણી, મેચ ફી પણ કાપી


