IND vs AUS: રોહિત-કોહલીને જોવા ઉમટ્યું ચાહકોનું પૂર! 1.75 લાખથી વધુ ટિકિટો વેચાઈ
- 19 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ શરૂ (India vs Australia Cricket Series)
- અત્યાર સુધીમાં 1 લાખ 75 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ
- વનડે મેચ પૂર્ણ થયા બાદ ટી-20 સિરીઝ રમાશે
India vs Australia Cricket Series : ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) રવિવાર, 19 ઓક્ટોબરથી વન-ડે ફોર્મેટમાં એકબીજાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટ ચાહકોમાં આ સિરીઝ માટે જબરદસ્ત ઉત્સાહ છે, જેના કારણે અત્યાર સુધીમાં 1,75,000 થી વધુ ટિકિટો (175000+ Tickets Sold) વેચાઈ ચૂકી છે. આ પ્રવાસની શરૂઆત ત્રણ મેચની વનડે સિરીઝ (One-Day Series) સાથે થશે, જેની કમાન યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) ના હાથમાં હશે.
રોહિત-કોહલીનો છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ? (India vs Australia Cricket Series)
વનડે સિરીઝ પૂરી થયા બાદ પાંચ મેચની T-20 સિરીઝ (T20 Series) રમાશે, જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) કરશે. તમામની નજર આ સિરીઝમાં અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી (Rohit Sharma and Virat Kohli) પર રહેશે. ક્રિકેટ જગતમાં એવી અટકળો છે કે કદાચ આ છેલ્લી વખત હશે જ્યારે આ બંને દિગ્ગજ ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતીનો પ્રવાસ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની પ્રતિક્રિયા (India vs Australia Cricket Series)
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ (Travis Head) એ સિરીઝ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, "અમે આગામી દિવસોમાં કેટલીક શાનદાર ક્રિકેટ (Great Cricket) જોવાની અપેક્ષા રાખીએ છીએ. બંને ટીમોએ ઉત્તમ પ્રેક્ટિસ કરી છે અને પર્થ સ્ટેડિયમમાં પરિસ્થિતિઓ સારી છે. સિરીઝ શરૂ કરવા માટે આ એક શાનદાર સ્થળ છે, અને બંને સ્ક્વૉડ શ્રેષ્ઠ ખેલાડીઓથી ભરેલી છે." બીજી તરફ, ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) એ પણ સ્વીકાર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હંમેશા એકબીજાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સામે લાવે છે. તેમણે એક સ્પર્ધાત્મક સિરીઝની આશા વ્યક્ત કરી.
𝐑𝐎𝐊𝐎: 𝐓𝐰𝐨 𝐢𝐜𝐨𝐧𝐬. 𝐔𝐧𝐦𝐚𝐭𝐜𝐡𝐞𝐝 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 🩵@ImRo45 and @imVkohli return, bringing back that main character energy as India gear up for the challenge Down Under 😍#AUSvIND 👉 1st ODI | SUN, 19 OCT | 8 AM
📺 LIVE on Star Sports & JioHotstar pic.twitter.com/X0hehi2lQP— Star Sports (@StarSportsIndia) October 18, 2025
વન ડે સિરીઝ કાર્યક્રમ
| મેચ | તારીખ | સ્થળ | સમય (IST) |
| પ્રથમ વનડે | 19 ઓક્ટોબર | પર્થ | સવારે 9:00 વાગ્યે |
| બીજો વનડે | 23 ઓક્ટોબર | એડિલેડ | સવારે 9:00 વાગ્યે |
| ત્રીજો વનડે | 25 ઓક્ટોબર | સિડની | સવારે 9:00 વાગ્યે |
T-20 સીરીઝ કાર્યક્રમ
| મેચ | તારીખ | સ્થળ |
| પ્રથમ T-20 | 29 ઓક્ટોબર | કેનબેરા |
| બીજો T-20 | 31 ઓક્ટોબર | મેલબોર્ન |
| ત્રીજો T-20 | 2 નવેમ્બર | હોબાર્ટ |
| ચોથો T-20 | 6 નવેમ્બર | ગોલ્ડ કોસ્ટ |
| પાંચમો T-20 | 8 નવેમ્બર | બ્રિસ્બેન |
આ પણ વાંચો : પાક. હુમલામાં 3 અફઘાન ક્રિકેટરના મોત; ACBની ટ્રાઇ સીરિઝમાંથી ખસીની જવાની જાહેરાત


