Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે India vs Bangladeshનો મહામુકાબલો: કોણ પહોંચશે Asia Cupની ફાઇનલમાં?

એશિયા કપ 2025ના સુપર-4માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે રમાશે ટક્કર. દુબઈની પિચ અને હવામાન કોને આપશે ફાયદો? જાણો મેચ પહેલાની સંપૂર્ણ વિગત.
આજે india vs bangladeshનો મહામુકાબલો  કોણ પહોંચશે asia cupની ફાઇનલમાં
Advertisement
  • એશિયા કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ (India vs Bangladesh Asia Cup)
  • દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે મેચ
  • સુપર-4માં બંને ટીમોએ પ્રથમ મેચ જીતી લીધી છે
  • આજની મેચમાં ટૉસ ભજવશે મહત્વની ભૂમિકા

India vs Bangladesh Asia Cup : એશિયા કપ 2025ના સુપર-4નો ચોથો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સુપર-4માં બંને ટીમોએ પોતાનો પ્રથમ મેચ જીતી લીધો છે, તેથી આ મેચ જીતનારી ટીમ માટે ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકા સામે 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પિચ અને હવામાનની પરિસ્થિતિઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જેમાં ટૉસ પણ નિર્ણાયક સાબિત થશે.

Advertisement

Advertisement

ઓસને કારણે ટાર્ગેટનો પીછો કરવો સરળ: (India vs Bangladesh Asia Cup)

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સૂકી હોય છે, જેનાથી શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળી શકે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે તેમ તેમ સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બને છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે ઓછામાં ઓછો 160 થી 180 રનનો સ્કોર બનાવવાનો પ્રયાસ કરવો પડશે.

ટાર્ગેટનો પીછો કરતી ટીમને ફાયદો

જોકે, બીજી ઇનિંગ્સ દરમિયાન ઓસ પડવાને કારણે બેટ્સમેનો માટે બેટિંગ કરવી સરળ બની જાય છે, જેનાથી ટાર્ગેટનો પીછો કરતી ટીમને ફાયદો મળી શકે છે.એશિયા કપ 2025માં દુબઈના મેદાન પર અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાંથી માત્ર 2 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 5 વખત ટાર્ગેટનો પીછો કરનાર ટીમે વિજય મેળવ્યો છે.

ભારે ગરમી અને ભેજનું પ્રમાણ:

એક્યુવેધરના રિપોર્ટ મુજબ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, વાતાવરણ ખૂબ ગરમ રહેશે. દિવસ દરમિયાન તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની અપેક્ષા છે, જ્યારે સાંજે તે 34 ડિગ્રી સુધી ઘટી શકે છે. ખેલાડીઓએ મેચ દરમિયાન ભારે ગરમીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત, હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 50 ટકા સુધી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :  14 વર્ષના Vaibhav Suryavanshi સામે ઓસ્ટ્રેલિયન બોલરો ઘૂંટણીયે, ફટકાર્યા 11 ચોગ્ગા-છગ્ગા

Tags :
Advertisement

.

×