India vs Pakistan ની થઈ શકે છે ફરી ટક્કર, જાણો ક્યાં અને ક્યારે થશે મુકાબલો?
- India vs Pakistan ની મેચ હજી પણ છે શક્ય
- જો પાકિસ્તાન બંને મેચ જીતી જાય તો મેચ શક્ય
- ભારત ફાઈનલમાં પહોંચવાથી એક જીત દૂર
- અત્યાર સુધી ભારતે પાકિસ્તાન સામેની બંને મેચ જીતી લીધી
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે કરોડો ક્રિકેટ ચાહકો માટે એક ઉત્સવ. એશિયા કપ 2025ના સુપર ફોર મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં બીજી વાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવાની દિશામાં મજબૂત કદમ માંડ્યા છે. હવે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારતને માત્ર એક વધુ જીતની જરૂર છે.
ફરી થઈ શકે છે India vs Pakistan નો મુકાબલો
આ જીત ભલે ભારત માટે ફાઇનલની ટિકિટ નજીક લાવી હોય, પણ પાકિસ્તાનની ફાઇનલમાં પહોંચવાની આશા હજી પણ જીવંત છે. જો પાકિસ્તાન તેની બાકીની બંને સુપર ફોર મેચો જીતી જાય, તો 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. ક્રિકેટ જગતના આ બે મહાન પ્રતિદ્વંદીઓને ફરી એકવાર મેદાન પર ટકરાતા જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
#WATCH | J&K | Residents of Jammu are out on the streets celebrating India's win against Pakistan in the India vs Pakistan Super 4 Asia Cup 2025. The Indian Cricket team beat Pakistan by six wickets. pic.twitter.com/pvVJXtKeRq
— ANI (@ANI) September 21, 2025
8 દિવસમાં બીજી વાર પાકિસ્તાનને ધૂળ ચટાડી
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમનો એશિયા કપમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે માત્ર આઠ દિવસના ગાળામાં બીજી વાર પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમી હાર આપી છે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર ફોરમાં પણ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતની આસાન જીત
પાકિસ્તાને સાહિબજાદા ફરહાનની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 171 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ભારતના ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલે ટીમને વિસ્ફોટક શરૂઆત આપી. બંને વચ્ચેની શતકીય ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો. ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 174 રન બનાવીને મેચ સરળતાથી જીતી લીધી. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આવનારી મેચમાં ભારતનું પ્રદર્શન કેવુ રહે છે.
આ પણ વાંચો : IND vs PAK : ભારતનો 6 વિકેટથી શાનદાર વિજય, 39 બોલમાં 74 રન બનાવીને અભિષેક બન્યો મેચનો હીરો


