India vs Pakistan Asia Cup : ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો: કોણ મેળવશે સુપર ફોરમાં સ્થાન?
- એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ (India vs Pakistan Asia Cup)
- હાઈ વોલ્ટેજ મુકાબલો દુબઈ સ્ટેડિયમમાં યોજાશે
- આજની વિજેતા ટીમ સુપર ફોરમાં સ્થાન મેળવશે
- છેલ્લે મુકાબલો T-20 વર્લ્ડકપ ન્યૂયોર્કમાં યોજાયો હતો
India vs Pakistan Asia Cup : ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે. એશિયા કપની આ સિઝનનો સૌથી મોટો અને રોમાંચક મુકાબલો આજે એટલે કે 14 સપ્ટેમ્બર,2025 રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન જેવી બે કટ્ટર હરીફ ટીમો આમને-સામને હશે. આ મેચમાં રોમાંચ, તીવ્રતા અને જોરદાર ટક્કર બધું જ જોવા મળશે. ગ્રુપ A નો આ હાઇ-વોલ્ટેજ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
આ એશિયા કપમાં અત્યાર સુધી બંને ટીમોએ એક-એક મેચ રમી છે. ભારતીય ટીમે UAE ને હરાવીને જીત સાથે શરૂઆત કરી છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની ટીમે ઓમાન સામે વિજય મેળવીને પોતાની તાકાત બતાવી હતી. આજની મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે, કારણ કે વિજેતા ટીમ લગભગ સુપર ફોરના સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છેલ્લો મુકાબલો T20 વર્લ્ડ કપમાં ન્યૂયોર્કમાં યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કોઈ મેચ રમાઈ નથી, જેથી એક વર્ષ બાદ આ પ્રથમ વાર બંને ટીમો આમને-સામને થશે.
Like this tweet if you're boycotting India vs Pakistan match.#BoycottINDvPAK pic.twitter.com/tvsX0nruwG
— Saffron Chargers (@SaffronChargers) September 13, 2025
છેલ્લા વર્લ્ડ કપ બાદ બંને ટીમોમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. ભારતીય ટીમમાં હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ નથી, કારણ કે તેઓ નિવૃત્ત થઈ ગયા છે. તેના સ્થાને નવી પ્રતિભાઓને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો : આતંકી હુમલામાં મૃતકના પત્નીનો ભારત-પાક.ની મેચનો વિરોધ, 'ઘા પર મીઠુ નાંખવા' જેવું ગણાવ્યું
મુખ્ય બે બેસ્ટમેન ટીમમાં સામેલ નથી
બીજી તરફ, પાકિસ્તાની ટીમમાં પણ તેમના બે મુખ્ય બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન આ વખતે ટીમમાં સામેલ નથી.આ મેચમાં જીત મેળવનારી ટીમ સીધી રીતે સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કરી લેશે. જ્યારે હારનો સામનો કરનારી ટીમને આગામી મુકાબલાના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આ જ કારણ છે કે બંને ટીમો જીત માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
પાકિસ્તાની ટીમ: (India vs Pakistan Asia cup)
સલમાન આગા (કેપ્ટન), સઈમ અયુબ, સાહિબઝાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહમદ, હુસૈન તલત, હસન અલી, ખુશદિલ શાહ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, સલમાન મિર્ઝા.
આ પણ વાંચો : India-Pakistan match ને લઇને વિપક્ષનો હલ્લાબોલ, પૂતળા દહન કરીને બહિષ્કારની કરી માંગ


