ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs PAK U-19 Asia Cup 2024 : 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર આજે રહેશે સૌ કોઇની નજર

મોહમ્મદ અમાનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના નવમા અંડર-19 એશિયા કપ ટાઇટલની શોધમાં છે. આ ટૂર્નામેન્ટમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ પણ ચર્ચામાં છે, જેને તાજેતરમાં રાજસ્થાન રોયલ્સે IPL મેગા ઓક્શન 2024 માં 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
11:58 AM Nov 30, 2024 IST | Hardik Shah
મોહમ્મદ અમાનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના નવમા અંડર-19 એશિયા કપ ટાઇટલની શોધમાં છે. આ ટૂર્નામેન્ટમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ પણ ચર્ચામાં છે, જેને તાજેતરમાં રાજસ્થાન રોયલ્સે IPL મેગા ઓક્શન 2024 માં 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
India vs Pakistan U-19 Asia Cup 2024 13 year old Vaibhav Suryavanshi
  • આજથી શરૂ થઇ અંડર-19 એશિયા કપ 2024
  • સૌ કોઇની નજર 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર
  • વૈભવનું જોવા મળ્યું છે અભૂતપૂર્વ પ્રદર્શન
  • રાજસ્થાન રોયલ્સે IPL મેગા ઓક્શન 2024 માં 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો

India vs Pakistan U-19 Asia Cup 2024 : આજથી, ભારતીય અંડર-19 ટીમ એશિયા કપ 2024 માટે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પોતાની અભિયાનની શરૂઆત કરી રહી છે. આ સ્પર્ધામાં મોહમ્મદ અમાનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના નવમા અંડર-19 એશિયા કપ ટાઇટલની શોધમાં છે. આ ટૂર્નામેન્ટમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ પણ ચર્ચામાં છે, જેને તાજેતરમાં રાજસ્થાન રોયલ્સે IPL મેગા ઓક્શન 2024 માં 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

વૈભવનુ્ં અભૂતપૂર્વ પ્રદર્શન

વૈભવ સૂર્યવંશી, 13 વર્ષના યુવાન ક્રિકેટરે નાની ઉંમરમાં જ દિગ્ગજ ક્રિકેટરોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તે ઓસ્ટ્રેલિયા સામે 13 વર્ષ અને 187 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય અંડર-19 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ચેન્નાઈમાં, ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટીમ સામે તે 62 બોલમાં 104 રન બનાવીને અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ સિદ્ધિ પછી, તેણે યુવા ક્રિકેટના રેકોર્ડને નવા આકાશમાં પહોંચાડ્યો છે. આ સાથે, તે IPL ઓક્શનમાં 30 લાખની બેઝ પ્રાઈઝ સાથે સૌથી યુવા ખેલાડી બન્યો છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રેકોર્ડ

વૈભવની સિદ્ધિઓની યાત્રા અહીં રોકાતી નથી. 23 નવેમ્બર 2024ના રોજ, વૈભવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે રાજસ્થાન સામે રમતો હતો. આ સાથે, તે આ ટૂર્નામેન્ટમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત, તે રણજી ટ્રોફી જેવા સમ્માનનીય ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ ચુક્યો છે, જે એક મહાન સિદ્ધિ છે.

સચિન-યુવરાજ સાથેની તુલના

આ ખેલાડીની વિશેષતા એ છે કે, તે રણજીમાં સૌપ્રથમ ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી તરીકે સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને પાછળ છોડીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જયારે સચિન તેંડુલકરે તેની પ્રથમ રણજી મેચ 15 વર્ષ અને 230 દિવસની ઉંમરે રમીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે યુવરાજ સિંહ 15 વર્ષ અને 57 દિવસના હતા ત્યારે પ્રથમ રણજી મેચ રમી હતી. વૈભવનું અભૂતપૂર્વ પ્રદર્શન દર્શાવે છે કે તે આવનારા ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હશે.

ભવિષ્યમાં વૈભવના મોમેન્ટસ

વૈભવ સૂર્યવંશીની યાત્રા શરૂ થઈ ચૂકી છે અને તે હવે ક્રિકેટના દિગ્ગજોને પાછળ છોડી શકે છે. તેની તેજી, અભિગમ અને શ્રેષ્ઠતા સાથે, વૈભવ એશિયા કપ 2024 અને IPLના મંચ પર વધુ રેકોર્ડ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ભારત માટે એક નવા યુગની શરૂઆત કરી છે. તેની આ યાત્રામાં તેણે પોતાનું નામ એવા ઇતિહાસમાં લખાવ્યું છે જ્યાં સચિન અને યુવરાજ જેવા દિગ્ગજો જ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: દિલ્હીએ T20 ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો! તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ

Tags :
13-year-old cricket prodigyAsia CupAsia Cup 2024Gujarat FirstHardik ShahIndia's cricket future starInternational under-19 centuryIPL base priceIPL Mega Auction 2024Rajasthan Royals IPLSachin Tendulkar and Yuvraj Singh comparisonSayed Mushtaq Ali TrophyUnder-19 Asia Cup 2024vaibhav suryavanshivaibhav suryavanshi recordVaibhav Suryavanshi recordsVaibhav Suryavanshi's future in cricketYoungest cricketer to play RanjiYouth cricket sensation
Next Article