ક્રિકેટર હાર્દિક પંડ્યાએ T20I માં 'બાહુબલી' રેકોર્ડ બનાવ્યો
- હાર્દિક પંડ્યાએ આજે પોતાના નામે નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે
- T20I માં સૌથી વધુ રન બનાવનાર અને વિકેટ લેનાર ખેલાડી બન્યો
- સાથે અર્શદીપે પણ આજની સાઉથ આફ્રિકા વિરુદ્ધની મેચમાં નવો રેકોર્ડ સર્જ્યો છે
Hardik Pandya T20I Record : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કરીને ઇતિહાસ રચ્યો છે, અને 100મી T20I વિકેટ પૂર્ણ કરી છે. આ સાથે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પણ પાવરપ્લે દરમિયાન રીઝા હેન્ડ્રિક્સને શૂન્ય રને આઉટ કરીને ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડ્યો છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાના નામે ઇતિહાસ રચાયો
હાર્દિક પંડ્યાએ સ્ટબ્સને આઉટ કરીને ઇતિહાસ રચતા 100મી T20I વિકેટ પૂર્ણ કરી છે. આ સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1,000 થી વધુ રન બનાવનાર અને 100 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડર બન્યો છે. એકંદરે, તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો છે. તે T20I માં 1,000 થી વધુ રન બનાવનાર, અને 100 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડર પણ બન્યો છે. હાર્દિક પહેલા T20I માં આ સિદ્ધિ હાંસલ કરનારા ખેલાડીઓમાં વીરેન્દ્ર સિંહ, શાકિબ અલ હસન, સિકંદર રઝા અને મોહમ્મદ નબી છે, પરંતુ તે બધા સ્પિન ઓલરાઉન્ડર છે.
અર્શદીપ સિંહે ભુવીને પાછળ છોડ્યો
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20I માં, અર્શદીપ સિંહે પાવરપ્લે દરમિયાન ત્રણ ઓવરમાં 9 રન આપીને એક વિકેટ લીધી છે. તેણે રીઝા હેન્ડ્રિક્સની વિકેટ લીધી છે, અને આ વિકેટ સાથે, તે હવે T20I પાવરપ્લેમાં 1 થી 6 ઓવર વચ્ચે સૌથી વધુ વિકેટ મેળવનારા ભારતીય બોલરોની યાદીમાં ટોચ પર છે. અર્શદીપે અત્યાર સુધી પાવરપ્લેમાં કુલ 48 વિકેટ લીધી છે, જ્યારે ભુવનેશ્વર કુમારે કુલ 47 વિકેટ લીધી છે.
T20I માં પાવરપ્લેમાં (ઓવર 1-6) સૌથી વધુ વિકેટ મેળવનારા ભારતીય બોલરો
- 48 વિકેટ - અર્શદીપ સિંહ
- 47 વિકેટ - ભુવનેશ્વર કુમાર
- 33 વિકેટ - જસપ્રીત બુમરાહ
- 21 વિકેટ - અક્ષર પટેલ
- 21 વિકેટ - વોશિંગ્ટન સુંદર
- 19 વિકેટ - આશિષ નેહરા
આ પણ વાંચો ------- GOAT India Tour : વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સી અને તેંડુલકરની મુલાકાત, જાણો ભેટમાં શું આપ્યું


