Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ  ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા

પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.આ મુકાબલામાં ટોસ દરમિયાન ફરી એકવાર 'નો હેન્ડશેક' (હાથ ન મિલાવવાની) ન હતા
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ  ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા
Advertisement
  • Women's World Cup:માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે
  • આ મેચમાં ભારતીય કેપ્ટને પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા
  • એશિયા કપમાં પણ ભારતીય પુરુષ ટીમે પણ હાથ નહોતા મિલાવ્યા

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ (Women's World Cup) માં ભારતીય મહિલા ટીમે ૫ ઓક્ટોબર રવિવારના રોજ તેમનો બીજો મુકાબલો પાકિસ્તાન સામે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમ્યો હતો. આ મુકાબલામાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.આ મુકાબલામાં ટોસ દરમિયાન ફરી એકવાર 'નો હેન્ડશેક' (હાથ ન મિલાવવાની) ન હતા. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ ઘટનાક્રમ મેન્સ એશિયા કપ ૨૦૨૫ દરમિયાન ભારતીય પુરુષ ટીમ દ્વારા અપનાવવામાં આવેલા કડક વલણને મળતો આવે છે, જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ત્રણેય મેચમાં હેન્ડશેક કરવાનું ટાળ્યું હતું.

Women's World Cup: ભારતીય કેપ્ટને પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે બોર્ડ તરફથી ખેલાડીઓને પાકિસ્તાન ટીમ સાથે હાથ મિલાવવાનો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, પોલિસીમાં કોઈ ફેરફાર નથી. ખેલાડીઓને હેન્ડશેક કરવા માટે કોઈ સૂચના અપાઈ નથી. અમારું ધ્યાન માત્ર રમત પર છે.

Advertisement

Women's World Cup: એશિયા કપમાં પણ ભારતીય પુરુષ ટીમે પણ હાથ નહોતા મિલાવ્યા

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મેન્સ એશિયા કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાની બોર્ડના વડા મોહસિન નકવીના હાથમાંથી એશિયા કપની ટ્રોફી લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, જેનાથી આ મુદ્દે તણાવ વધ્યો હતો. ભારત સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથેના રમતગમતના સંબંધો માત્ર ICC કે ન્યૂટ્રલ સ્થળો પર યોજાતી ટુર્નામેન્ટ્સ સુધી જ સીમિત રહેશે. બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી ૨૦૧૨-૧૩માં રમાઈ હતી.હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા.

Advertisement

આ પણ વાંચો:  Australian Players: હોટેલનું ભોજન ખાધા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા

Tags :
Advertisement

.

×