Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બન્યા 'ICC પ્લેયર ઓફ ધ મંથ'

Mohammed Siraj ICC Player of the Month : બોલિંગે ભારતને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી 2-2 થી બરાબર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બન્યા  icc પ્લેયર ઓફ ધ મંથ
Advertisement
  • ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલરને મોટું સન્માન મળ્યું
  • સિરાજે નિર્ણાયક ટેસ્ટમાં કુલ નવ વિકેટ લીધી હતી
  • ICC ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં કારકિર્દીનો શ્રેષ્ઠ સુધારો થયો

Mohammed Siraj ICC Player of the Month : ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓગસ્ટ 2025 માટે ICC દ્વારા પુરુષોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ મંથ (Mohammed Siraj ICC Player of the Month) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં તેમના શાનદાર પ્રદર્શન માટે મળ્યું હતું, જ્યાં તેની બોલિંગે ભારતને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી 2-2 થી બરાબર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પાંચેય ટેસ્ટ રમી અને ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી

સિરાજે નિર્ણાયક ટેસ્ટમાં કુલ નવ વિકેટ લીધી અને જેની સરેરાશ 21.11 હતી. તેણે બીજી ઇનિંગમાં શાનદાર પાંચ વિકેટ લીધી અને સમગ્ર મેચમાં 46 ઓવર નાંખી હતી. તેના મજબૂત પ્રદર્શનને કારણે, ભારત જીત્યું અને તેને પ્લેયર ઓફ ધ મેચ (Mohammed Siraj ICC Player of the Month) પણ જાહેર કરવામાં આવ્યો હતો. સિરાજે આ સિદ્ધિ માટે ન્યુઝીલેન્ડના મેટ હેનરી અને વેસ્ટ ઈન્ડિઝના જેડેન સીલ્સને હરાવ્યા હતા. તે આ શ્રેણીમાં ભારત તરફથી એકમાત્ર ફાસ્ટ બોલર હતો, જેણે પાંચેય ટેસ્ટ રમી અને ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે કુલ 23 વિકેટ લીધી, જેમાં બે વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. આવા ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેના ICC ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં કારકિર્દીનો શ્રેષ્ઠ સુધારો થયો હતો.

Advertisement

ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો

આ સન્માન પ્રાપ્ત કરતાં સિરાજે (Mohammed Siraj ICC Player of the Month) કહ્યું કે, આ તેના માટે ખૂબ જ ખાસ છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તેની કારકિર્દીની સૌથી યાદગાર મેચોમાંની એક હતી. ઇંગ્લેન્ડમાં મજબૂત બેટિંગ ઓર્ડર સામે રમવું પડકારજનક હતું, પરંતુ તેનાથી તેમને પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રેરણા મળી. સિરાજે તેના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો અને કહ્યું કે, તેમનો સતત ટેકો વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે. દિગ્ગજ ક્રિકેટરો દ્વારા પણ તેના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી હતી. ICC હોલ ઓફ ફેમ સચિન તેંડુલકરે સિરાજની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે મહત્વપૂર્ણ પ્રસંગોએ ટીમ માટે શાનદાર બોલિંગ કરી અને ભારતને શ્રેણી ડ્રો કરવામાં મદદ કરી હતી.

Advertisement

આ પણ વાંચો -----  ભારત-પાકિસ્તાન મેચ વિવાદ: ટીમ ઈન્ડિયાએ કેમ ન મિલાવ્યા હાથ? અંદરની વાત આવી સામે

Tags :
Advertisement

.

×