ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાના નામે નવો રેકોર્ડ નોંધાયો, જાણો શું છે ખાસ
- ભારતીય મહિલા ક્રિકેટર છવાઇ
- સ્મૃતિ મંધાનાના નામે નવો રેકોર્ડ બન્યો
- સ્મૃતિએ વિરાટ કોહલીનો રેકોર્ટ તોડ્યો હોવાની ચર્ચા છે
Cricketer Smriti Mandhana Record : ભારતીય મહિલા ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા (Cricketer Smriti Mandhana Record) સામે વિસ્ફોટક ઇનિંગ રમી છે. તેણીએ મેદાન પર જોરદાર સ્ટ્રોક રમ્યા છે. તેણીએ ઇનિંગની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન મહિલા બોલરોને પછડાટ ચાલુ રાખ્યું અને એક શક્તિશાળી સદી ફટકારી છે. સામે ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 412 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સાથે જ તે (Cricketer Smriti Mandhana Record) સતત બે ODI મેચમાં બે વાર સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗣𝗟𝗔𝗬𝗘𝗥 🫡🫡
The fastest ODI century ever by a #TeamIndia batter 💯
Congratulations to vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/Z0OmZGVfVU#INDvAUS | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/lYuDB8L3f0
— BCCI Women (@BCCIWomen) September 20, 2025
સ્મૃતિ મંધાનાએ તોફાની ઇનિંગ રમી
સ્મૃતિ મંધાનાએ (Cricketer Smriti Mandhana Record) ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં 63 બોલમાં કુલ 125 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. મંધાના તાજેતરમાં શાનદાર ફોર્મમાં છે અને ઘણા રન બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં, તેણીએ 117 રનની ઇનિંગ રમી અને એકલા હાથે ટીમને 102 રનની જીત અપાવી.
મંધાનાએ ODI ક્રિકેટમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે
સ્મૃતિ મંધાનાએ (Cricketer Smriti Mandhana Record) સતત બે ODI મેચમાં સદી ફટકારી છે. અગાઉ, તેણીએ જૂન 2024 માં સતત બે ODI મેચમાં સદી ફટકારી હતી. તે સતત બે ODI મેચમાં બે વાર સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. જાણકારોનું માનીએ તો તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.
મહિલા વનડે ક્રિકેટમાં ૧૩ સદી
સ્મૃતિ મંધાના સ્મૃતિ મંધાનાએ (Cricketer Smriti Mandhana Record) ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં 63 બોલમાં કુલ 125 રન બનાવ્યા તાજેતરના સમયમાં અજોડ શૈલી સાથે બેટિંગ કરી રહી છે. તેણીએ ૨૦૧૩ માં ભારતીય ટીમ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેણે ૧૦૮ વનડેમાં કુલ ૪૮૮૮ રન બનાવ્યા છે, જેમાં ૧૩ સદી અને ૧૨ અડધી સદીનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાએ ૪૧૨ રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ માટે બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. બેથ મૂનીએ ૭૫ બોલમાં ૧૩૮ રન બનાવ્યા છે, જેમાં ૨૩ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. એલિસ પેરી અને જ્યોર્જિયા વોલે પણ અડધી સદી ફટકારી. આ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને ૪૧૨ રનના આંક સુધી પહોંચવામાં મદદ કરી છે.
આ પણ વાંચો ----- Asia Cup 2025 : પાકિસ્તાનની ક્રિકેટ ટીમે પ્રેસ કોન્ફરન્સ રદ કરી, ફજેતીથી બચવાનો પ્રયાસ


