Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના ઘાતક ફાસ્ટ બોલર વરુણ એરોને અચાનક જાહેર કર્યો સંન્યાસ, જાણો શું છે કારણ

VARUN AARON RETIREMENT : ભારત હાલ ઇંગ્લૈંડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે ત્યારે ભારતીય ટીમના એક ફાસ્ટ બોલરે સંન્યાસની ઘોષણા કરી છે. ત્યારે ભારતના ક્રિકેટ ફેન્સ આ ઘાતક...
ભારતના ઘાતક ફાસ્ટ બોલર વરુણ એરોને અચાનક જાહેર કર્યો સંન્યાસ  જાણો શું છે કારણ
Advertisement

VARUN AARON RETIREMENT : ભારત હાલ ઇંગ્લૈંડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે ત્યારે ભારતીય ટીમના એક ફાસ્ટ બોલરે સંન્યાસની ઘોષણા કરી છે. ત્યારે ભારતના ક્રિકેટ ફેન્સ આ ઘાતક ફાસ્ટ બોલરના નિર્ણયથી નિરાશ છે. આ બોલર ભારતનો ફાસ્ટ બોલર વરુણ એરોન છે.

Advertisement

પ્રાપ્ત અહેવાલ અનુસાર, વરુણ એરોને 2024 રણજી ટ્રોફીમાં ઝારખંડ અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ મેચ 16 થી 19 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. રણજીમાં ઝારખંડ તરફથી રમી ચૂકેલા વરુણ એરોને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. રાજસ્થાન સામે ચાલી રહેલી મેચ બાદ તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે. વરુણ એરોન IPL માં પણ રમી ચૂક્યા છે.

Advertisement

મને લાગે છે કે મારું શરીર મને આ ફોર્મેટમાં રમવાની મંજૂરી નથી આપી રહ્યું - વરુણ એરોન 

પ્રાપ્ત અહેવાલો અનુસાર, વરુણ એરોને કહ્યું કે હું 2008થી રેડ બોલની ક્રિકેટ રમી રહ્યો છું. હું ફાસ્ટ બોલર છું, તેથી આ સમયગાળા દરમિયાન મને ઘણી વખત ઈજા થઈ છે. હવે મને લાગે છે કે મારું શરીર મને આ ફોર્મેટમાં રમવાની મંજૂરી નથી આપી રહ્યું, તેથી હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

ભારત અને IPL માં પણ રમી ચૂક્યા છે વરુણ

વરુણ એરોન 65 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે અને ભારત માટે 9 ટેસ્ટ અને 9 વનડે પણ રમ્યા છે. વરુણ એરોનના નામે ભારત માટે 9 ટેસ્ટમાં 18 વિકેટ છે. વનડેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો વરુણ એરોનના નામે 168 વિકેટ છે. આ સિવાય તેણે 84 લિસ્ટ A મેચમાં 138 વિકેટ લીધી છે. વરુણ આઈપીએલમાં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. વરુણ એરોનના નામે IPLની 52 મેચોમાં 44 વિકેટ છે.

આ પણ વાંચો -- SGVP : રાજ્યના પોલીસ અધિકારીઓ અને ITC કંપનીના અધિકારીઓ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ

Tags :
Advertisement

.

×