Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતની નેધરલેન્ડ સામેની પ્રૅક્ટિસ મેચ એક પણ બૉલ ફેંકાયા વિના કરાઇ રદ

નેધરલેન્ડ સામેની ભારતની બીજી વોર્મ-અપ મેચ જે તિરુવંતનપુરમ ખાતે રમાવાની હતી તેને વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના જ મેચને રદ કરવાની ફરજ પડી છે. ટીમ ઈન્ડિયા હવે આ મેચ રદ થયા બાદ...
ભારતની નેધરલેન્ડ સામેની પ્રૅક્ટિસ મેચ એક પણ બૉલ ફેંકાયા વિના કરાઇ રદ
Advertisement

નેધરલેન્ડ સામેની ભારતની બીજી વોર્મ-અપ મેચ જે તિરુવંતનપુરમ ખાતે રમાવાની હતી તેને વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના જ મેચને રદ કરવાની ફરજ પડી છે. ટીમ ઈન્ડિયા હવે આ મેચ રદ થયા બાદ ચેન્નાઈ જશે જ્યાં 8 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ નેધરલેન્ડની વાત કરીએ તો તેઓ 6 ઓક્ટોબરે તેઓ હૈદરાબાદમાં પાકિસ્તાન સામે ટકરાશે.

વર્લ્ડકપને હવે ફક્ત ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 5 મી ઓક્ટોબર થી વિશ્વની 10 ટીમો ચેમ્પિયનનો ખિતાબ હાસિલ કરવા માટે એક બીજા સાથે ટકરાશે જ્યાં પહેલો મુકાબલો ગયા વર્ષના વર્લ્ડકપના ફાઇનલિસ્ટ ન્યુજીલેંડ અને ઇંગ્લૈંડ વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો અમદાવાદ ખાતે 14 મી ઓક્ટોબરના રોજ યોજાશે.  છેલ્લા ત્રણ વર્લ્ડકપમાં યજમાન ટીમ જ ચેમ્પિયન બની છે 2011 ( ભારત ) , 2015 ( ઓસ્ટ્રેલિયા ) , 2019 ( ઇંગ્લૈંડ ) અને  આ વર્ષનો વર્લ્ડકપ આખો ભારતમાં રમાવાનો છે ત્યારે ભારત માટે પોતાના જ ઘર આંગણામાં વર્લ્ડકપ જીતવા માટે એક સુવર્ણ તક છે.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×