INDvENG : ભારત માટે જીતવાની તક, ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 192 રનમાં All out
- ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ
- ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ મળ્યો
- ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા
India-England Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, ત્યારે ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા, તો ભારતે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા, ત્યારે ભારતની ટીમની આક્રમકતા અને મેચની સ્થિતિ જોતા હજુ એક દિવસની રમત બાકી હોવાના કારણે ભારતીય ટીમને જીતવાની તક મળી છે.
ભારત-ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં નોંધાવ્યા 387-387 રન
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જો રૂટના 104 રન, જેમી સ્મિથના 51 રન અને બ્રેડોન કાર્સના 56 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, મોહમ્મદ સિરાજ અને નિતિશકુમાર રેડ્ડીએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલના 100 રન, રિષભ પંતના 74 રન અને રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. #INDvENG
ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રન ઓલઆઉટ, સુંદરની ચાર વિકેટ
આજે ચોથા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ નબળુ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી સૌથી વધુ જો રુટે 30 રન, સુકાની બેન સ્ટોક 33 રન, હેરી બ્રુક 23, જેક ક્રાઉલી 22, બેન ડક્કેત 12 રન, ક્રિશ વોક્સ 10 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શિરાજે બે-બે વિકેટ, નિતિશકુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ ઝડપી હતી. બુમરાહની વાત કરીએ તો તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે.
Innings Break!
Outstanding bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for Washington Sundar
2⃣ wickets each for Mohammed Siraj & Jasprit Bumrah
1⃣ wicket each for Akash Deep & Nitish Kumar ReddyIndia need 193 runs to win!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg… pic.twitter.com/1BRhfPzynv
— BCCI (@BCCI) July 13, 2025
રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મહારેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ એક પણ સદી ફટકારી નથી, છતાં તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ગજબનું કારનામું કરી બતાવ્યું છે. જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 131 બોલમાં 8 ફોર અને એક સિક્સ ફટકારી 72 રન નોંધાવ્યા હતા. એટલું જ નહીં, તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. ત્યારે આ અડધી સદી જાડેજાને મહારેકોર્ડ તરફ લઈ ગઈ છે. જાડેજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસ (World Test Championship Record History) માં 15 અડધી સદી, 130થી વધુ વિકેટ અને 2000થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જાડેજાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની સતત ત્રીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો -Akashdeep એ દુનિયાના નંબર 1 બેટ્સમેનને દિવસે બતાવ્યા તારા, કર્યો ક્લીન બોલ્ડ, જુઓ VIDEO
ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ગજબનો સંયોગ જોવા મળ્યો
ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતમાં ગજબનો સંયોગ જોવા મળ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 387 રન નોંધાવ્યા હતા, તો ભારતીય ટીમે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા. આમ 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બે ટીમો એકસરખા રનની નવમી વખત ઘટના બની છે. ભારત-ઈંગ્લેન્ડની બંનેની પ્રથમ ઈનિંગ એકસરખા રન સાથે સમાપ્ત થઈ હતી. એટલું જ નહીં, આ સાથે બંને ટીમના પ્રથમ ઈનિંગના સ્કોર સરખા થયા હોય તેવી ઘટના 10 વર્ષ બાદ બની હતી. અગાઉ મે-2015માં રમાયેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના 350ના સ્કોર સામે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 350માં ઓલઆઉટ થઈ હતી. જોકે લીડ્સમાં રમાયેલી તે ટેસ્ટ આખરે ન્યુઝીલેન્ડ જીત્યું હતુ.
આ પણ વાંચો -Rishabh Pant ઈતિહાસ રચવાની નજીક, તોડશે રોહિત શર્માનો રેકોર્ડ, આ મામલે બનશે નંબર?
બીજી દિવસે ક્રાઉલીએ ઉભો કર્યો હતો વિવાદ
ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર જેક ક્રાઉલીની હરકતના કારણે ભારતીય સુકાની શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ નારાજ થયા હતા. ક્રાઉલીએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા સમય બરબાદ કરવાની રણનીતિ અપનાવી હતી. મેચના સમય મુજબ ટીમ ઈન્ડિયા છેલ્લી ઘડીએ બે ઓવર નાખી શકી હોત, પરંતુ ક્રાઉલીની હરકતના કારણે એક જ ઓવર નાખી શકાઈ હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે છ મિનિટનો સમય બચ્યો હતો, જેમાં બે ઓવર નાખી શકાતી હતી, પરંતુ ક્રાઉલીએ સમય બરબાદ કર્યો, ઓવરની પાંચમી બોલે તેને ઈજા પણ થઈ, જેના કારણે ભારતીય ટીમ માત્ર એક ઓવર જ નાખી શકી.


