Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો

બીજી ટેસ્ટમાં શુભમન ગિલનો અલગ અંદાજમાં સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો Shubman Gill Double Century: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ (INDvsENGTest)ટીમના કેપ્ટન શુભમન ગિલ એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે અને...
shubman gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ  આવું કરનાર પહેલો ભારતીય બન્યો
Advertisement
  • બીજી ટેસ્ટમાં શુભમન ગિલનો અલગ અંદાજમાં
  • સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી
  • ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો

Shubman Gill Double Century: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ (INDvsENGTest)ટીમના કેપ્ટન શુભમન ગિલ એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તેને સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે અને ઈંગ્લેન્ડના બોલરોને જોરદાર રીતે હેરાન કર્યો છે.શુભમન ગિલના કારણે જ ભારતીય ટીમ પહેલા દિવસે 300 રનનો (Shubman Gill Double Century)સ્કોર પાર કરી શકી હતી. ગિલે બીજા દિવસે પણ સારી બેટિંગ કરી હતી અને 150 રન બનાવ્યા પછી પણ તે ક્રીઝ પર હાજર છે.

વિરાટ કોહલીનો તૂટ્યો રેકોર્ડ

શુભમન ગિલે બીજા દિવસે પોતાની ઈનિંગમાં 150 રન બનાવ્યા છે. આ સાથે તે બર્મિંગહામના મેદાન પર સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા વિરાટ કોહલીએ 2018માં બર્મિંગહામના મેદાન પર ઈંગ્લેન્ડ સામે 149 રનની ઈનિંગ રમી હતી. શુભમન ગિલ હવે બર્મિંગહામના મેદાન પર 150 રનની ટેસ્ટ ઈનિંગ રમનાર પહેલો ભારતીય બન્યો છે. તેની પહેલા કોઈ ભારતીય આ કરી શક્યો ન હતો.#TestCricket

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND Vs PAK: Asia Cup માટે ભારત આવશે પાકિસ્તાનની ટીમ, સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ

ટેસ્ટ ક્રિકેટમાં નંબર-4 પર મચાવી ધૂમ

શુભમન ગિલે વર્ષ 2020માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેને ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે અને નંબર 3 પર પણ બેટિંગ કરી છે. હાલમાં તે વિરાટ કોહલીની નિવૃત્તિ પછી નંબર 4 પર રમી રહ્યો છે અને આ સ્થાન પર સતત બે સદી ફટકારી છે. તેને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ મેચોમાં કુલ 2163 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 7 અડધી સદી તેના બેટમાંથી આવી છે. Sunil Gavaskar

આ પણ  વાંચો -Olympics 2036 ની યજમાની માટે ભારતે મજબૂત દાવો કર્યો, આયોજન કરવા પ્રસ્તાવ

સતત બે ટેસ્ટ સદી ફટકારી

શુભમન ગિલે પાછલી મેચમાં પણ 147 રનની ઈનિંગ રમી હતી. હવે બીજી ટેસ્ટ મેચમાં પણ તેને ઈંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી દીધું છે. ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ તેની બેટિંગમાં એક નવું યોગદાન આપ્યું છે. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ માટે સૌથી મોટો પડકાર સાબિત થયો છે.

ગિલ અને જયસ્વાલે જોરદાર બેટિંગ કરી

બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી જ્યારે છેલ્લી મેચમાં સદી ફટકારનાર કેએલ રાહુલ અહીં મોટી ઈનિંગ રમી શક્યો નહીં અને ફક્ત 2 રન બનાવીને આઉટ થયો. આ પછી કરુણ નાયરે 31 રન બનાવ્યા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે રન બનાવવાની જવાબદારી લીધી. જયસ્વાલ 87 રન બનાવીને આઉટ થયો અને ફક્ત 13 રનથી પોતાની સદી ચૂક્યો. શુભમન ગિલે એક મજબૂત સદી ફટકારી અને ટીમના સ્કોરને 300 થી વધુ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

Tags :
Advertisement

.

×