Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2030 Commonwealth Games :ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવા તૈયારી

ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવા તૈયારી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય 2030માં કોમનવેલ્થ યોજવા બિડની IOAની બેઠકમાં મંજૂરી બેઠક પહેલા ફેડરેશનની ટીમે લીધી હતી ગુજરાતની મુલાકાત અમદાવાદ, ગાંધીનગરમાં રમતગમત મેદાન નિહાળ્યાં હતા Commonwealth Games : ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં...
2030 commonwealth games  ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવા તૈયારી
Advertisement
  • ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવા તૈયારી
  • ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય
  • 2030માં કોમનવેલ્થ યોજવા બિડની IOAની બેઠકમાં મંજૂરી
  • બેઠક પહેલા ફેડરેશનની ટીમે લીધી હતી ગુજરાતની મુલાકાત
  • અમદાવાદ, ગાંધીનગરમાં રમતગમત મેદાન નિહાળ્યાં હતા

Commonwealth Games : ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ તૈયારીઓ શરૂ.ભારતે કોમનવેલ્થ ગેમ્સની(2030 Commonwealth Games) યજમાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને (IOA) ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઈઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. આ બિડના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.

જો મંજૂરી મળી તો અમદાવાદમાં યોજાશે CWG

ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઈનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે.

Advertisement

આ પણ  વાંચો -Suresh Raina : પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને EDનું સમન્સ,આ કેસમાં થશે પૂછપરછ

Advertisement

કોમનવેલ્થ સ્પોર્ટનું ડેલિગેશન અમદાવાદ આવશે

ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2030ના બિડને ધ્યાનમાં લેતાં કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે હાલમાં જ અમદાવાદમાં સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક મોટુ ડેલિગેશન અમદાવાદ આવી શકે છે.

આ પણ  વાંચો -Rishabh Pant ને કેમ પસંદ કરે છે મેથ્યુ હેડનની પુત્રી?

નવેમ્બરના અંત સુધી લેવાશે નિર્ણય

કોમવેલ્થ 2030ની યજમાની માટે દેશની પસંદગીનો નિર્ણય નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી લેવાઈ શકે છે. કોમનવેલ્થ સ્પોર્ટના જનરલ એસેમ્બલી આ અંગે અંતિમ નિર્ણય લેશે. અગાઉ 2010માં ભારતે કોમનવેલ્થની યજમાની કરી હતી. નવી દિલ્હી ખાતે મલ્ટી સ્પોર્ટ ગેમ્સ યોજાઈ હતી.

Tags :
Advertisement

.

×