Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 : પડતા પર પાટું, ગ્લેન મેક્સવેલે છોડ્યો RCB નો સાથ

IPL 2024 ની સીઝનમાં પણ RCB નું ખરાબ ફોર્મ યથાવત છે. ફેન્સ છેલ્લા 17 વર્ષોથી RCB ને સપોર્ટ કરી રહ્યા છે અને તેઓ ઇચ્છી રહ્યા છે કે તેમની ફેવરિટ ટીમ એકવાર IPL ની ટ્રોફી જીતે પણ આ સપનું તેમનું આ...
ipl 2024   પડતા પર પાટું  ગ્લેન મેક્સવેલે છોડ્યો rcb નો સાથ
Advertisement

IPL 2024 ની સીઝનમાં પણ RCB નું ખરાબ ફોર્મ યથાવત છે. ફેન્સ છેલ્લા 17 વર્ષોથી RCB ને સપોર્ટ કરી રહ્યા છે અને તેઓ ઇચ્છી રહ્યા છે કે તેમની ફેવરિટ ટીમ એકવાર IPL ની ટ્રોફી જીતે પણ આ સપનું તેમનું આ સીઝનમાં પણ સપનું બનીને જ રહેશે. ચાલુ ટૂર્નામેન્ટમાં RCB ની સ્થિતિ સૌથી ખરાબ છે, તે હાલમાં પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર સૌથી બોટમ (10 નંબર) પર છે. આ વચ્ચે RCB માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમનો સૌથી ખાસ અને તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) RCB ને અલવિદા કહી દીધું છે. આવો જાણીએ શું છે કારણ...

મેક્સવેલે છોડી RCB!

RCB ના સૌથી તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે RCB ને છોડી દીધું છે. મળતી માહિતી અનુસાર, તેણે IPL 2024 માંથી અનિશ્ચિત સમય માટે અંતર બનાવી દીધું છે. જોકે, તેનું આ સીઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે આ વખતે RCB તરફથી રમતા પોતાની 6 ઇનિંગમં માત્ર 5.33 ની એવરેજથી 32 રન જ બનાવ્યા હતા. પણ મેક્સવેલ વિશે કહેવાય છે કે, તે કોઇ પણ સમયે મેચનું પરિણામ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ ગત વર્લ્ડ કપમાં દુનિયાએ જોયું હતું. જ્યા તેણે પોતાના બેટિંગનો દમખમ બતાવ્યો હતો. તેણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં એક એવી ઇનિંગ રમી હતી જે આવતા ઘણા વર્ષો સુધી યાદ રહેશે. તેણે આ મેચમાં બેવડી સદી ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. જો આપણે IPL 2024 ની વાત કરીએ તો તેને મુંબઈ સામે રમતા ઈજા થઇ હતી. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કહ્યું છે કે તે માનસિક અને શારીરિક થાકને કારણે IPL 2024માંથી ખસી ગયો છે. જો કે, તેણે કહ્યું છે કે જો તે માનસિક અને શારીરિક થાકમાંથી ઝડપથી બહાર આવશે તો તે IPL 2024ના બાકીના ભાગ માટે ટીમમાં પરત ફરી શકે છે.

Advertisement

Advertisement

ચાલુ સીઝનમાં ખરાબ ફોર્મ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024ની સાતમી મેચમાં ગ્લેન મેક્સવેલને તક આપી ન હતી. તે ફિટ હોવા છતાં ખરાબ પ્રદર્શનને કારણે તેની પસંદગી કરવામાં આવી ન હતી. તેની પાછળનું કારણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ આ T20 ટૂર્નામેન્ટની પ્રથમ 6 મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. જો કે, તેણે પોતે પસંદગી થવાનો ઇનકાર કર્યો હતો. 6 ઇનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર 32 રન આવ્યા હતા, જેમાં તે ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ચાર વિકેટ પણ લીધી હતી. તે એક પણ ઇનિંગ્સમાં લયમાં જોવા મળ્યો ન હતો. મેચ પછી, ગ્લેન મેક્સવેલે પુષ્ટિ કરી કે તેણે સનરાઇઝર્સની મેચ પહેલા બહાર રહેવાની વિનંતી કરી હતી કારણ કે તેને લાગ્યું હતું કે તે "સકારાત્મક રીતે યોગદાન આપી રહ્યો નથી." તેણે કહ્યું, "પહેલી કેટલીક રમતો વ્યક્તિગત રીતે મારા માટે સારી ન હતી, તે ખૂબ જ સરળ નિર્ણય હતો." "હું છેલ્લી મેચમાં (RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ) અને કોચ પાસે ગયો હતો અને કહ્યું હતું કે કદાચ કોઈ બીજાને અજમાવવાનો સમય આવી ગયો છે," મેક્સીએ કહ્યું, "હું પહેલા પણ આવી સ્થિતિમાં હતો, જ્યાં તમે રમવાનું ચાલુ રાખી શકો. હવે છે તમારે પોતાને માનસિક અને શારીરિક આરામ આપવાનો શ્રેષ્ઠ સમય છે."

ગ્લેન મેક્સવેલની ઈજા પર મોટું અપડેટ

મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી તે કેટલાક સ્કેન માટે પણ ગયો, RCB ટીમના ડિરેક્ટર મો બોબટે તાજેતરમાં આ વાતની પુષ્ટિ કરી. મો બોબટે ગ્લેન મેક્સવેલની ઈજા અંગે પણ મોટું અપડેટ આપ્યું છે. મો બોબટે કહ્યું કે તે અત્યારે ઠીક છે. તેથી, ઈજાની કોઈ ચિંતા નથી. આ પછી માનવામાં આવી રહ્યું છે કે ગ્લેન મેક્સવેલ આગામી મેચમાં રમતા જોવા મળી શકશે પણ તે SRH સામે ન દેખાતા ઘણી ચર્ચાઓ વહેતી થઇ હતી.

આ પણ વાંચો - RCB VS SRH : SRH નો 25 રને ધમાકેદાર વિજય, RCB ના ભાગ્યમાં ક્યારે આવશે જીત?

આ પણ વાંચો - RCB vs SRH : ટ્રેવિસ હેડે ફટકારી માત્ર 39 બોલમાં Century, ફેન્સને જોવા મળ્યો ચોક્કા-છક્કાનો વરસાદ

Tags :
Advertisement

.

×