ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 : MS ધોનીએ પોતાની નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન

MS ધોની ફરી એકવાર IPL માં રમવા તૈયાર મુંબઈ ઈન્ડિયન્સ સામે ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું IPL 2025: MS ધોની ફરી એકવાર આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. તે આ સિઝનમાં પોતાની પહેલી મેચ મુંબઈ...
04:49 PM Mar 23, 2025 IST | Hiren Dave
MS ધોની ફરી એકવાર IPL માં રમવા તૈયાર મુંબઈ ઈન્ડિયન્સ સામે ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું IPL 2025: MS ધોની ફરી એકવાર આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. તે આ સિઝનમાં પોતાની પહેલી મેચ મુંબઈ...
ms dhoni statement

IPL 2025: MS ધોની ફરી એકવાર આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. તે આ સિઝનમાં પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન ( ms dhoni statement)આપ્યું છે.ક્રિકેટ ચાહકો દર વર્ષે આઇપીએલની આતુરતાથી રાહ જોતા હોય છે. આનું સૌથી મોટું કારણ એમએસ ધોની પણ છે. MS Dhoni એ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે ફક્ત IPL 2025 માં જ રમતો જોવા મળે છે. આ તેની IPLમાં 18મી સીઝન છે. ધોની આજે એટલે કે 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. Chennai Super Kings અને MumbaiIndians વચ્ચેની (csk vs mi)આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીઝન શરૂ કરતા પહેલા ધોનીએ સંન્યાસ અંગે એક મોટું નિવેદન આપ્યું છે અને તેની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી છે.

એમએમ ધોનીએ સંન્યાસ અંગે મોટું નિવેદન આપ્યું

છેલ્લા 2-3 વર્ષથી દરેક સીઝનમાં એવો માહોલ બનતો રહ્યો છે કે ધોની કદાચ છેલ્લી વખત આ લીગમાં રમતા જોવા મળશે. ગઈ સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. પરંતુ તેણે સિઝનના અંત સુધીમાં તે અહેવાલોને ફગાવી દીધા હતા. તે હાલમાં 43 વર્ષનો છે અને આ સિઝનનો સૌથી વધુ ઉમરનો ખેલાડી પણ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ ધોનીની આઈપીએલમાં છેલ્લી સીઝન છે. જોકે આ વખતે ધોનીએ સીઝનની શરૂઆતમાં જ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ  વાંચો -IPL 2025 Opening Ceremony : શ્રેયા ઘોષાલ પછી, SRK એ ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવી, દર્શકો ગીતોનાં તાલે નાચ્યા

જિયોહોટસ્ટાર સાથેના એક ઇન્ટરવ્યુમાં એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું. તેના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે તે આગળ પણ IPLમાં રમવાનું ચાલુ રાખશે. વાસ્તવમાં ધોનીએ કહ્યું છે કે તે ઇચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે. તેની પોતાની ટીમ છે. એમએસ ધોનીએ કહ્યું, 'હું ઇચ્છું ત્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી શકું છું.' આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ CSK મને ખેંચીને લઈ જશે.

આ પણ  વાંચો -SRH Vs RR:રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગનો લીધો નિર્ણય

ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે એમએસ ધોનીને લીગમાં હજુ ઘણા વર્ષો સુધી રમવાનું છે. તેમણે સચિન તેંડુલકરનો ઉલ્લેખ કરતા આ વાત કહી. ગાયકવાડે કહ્યું, 'જો તમે જુઓ તો સચિન તેંડુલકર 50 વર્ષની ઉંમરે પણ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે.' તેથી મને લાગે છે કે ધોની માટે હજુ ઘણા વર્ષો બાકી છે. તમને જણાવી દઈએ કે, સચિન તાજેતરમાં જ ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં રમ્યો હતો. જ્યાં તેણે કમાલની રમત બતાવી.

Tags :
Chennai Super KingsCricket NewsCSK vs MIGujarat FirstHiren daveIPL 2025IPL 2025 NewsMS Dhonims dhoni iplms dhoni statementTATAIPL 2025today IPL match
Next Article