IPL 2025 RR Vs MI: રોહિત શર્માને મળ્યુ જીવનદાન, મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ધીમી રહી
- RR Vs MI મેચ જયપુરમાં રમાઈ રહી છે
- RR Vs MI રાજસ્થાન રોયલ્સ મુંબઈ સામે ટકરાશે
- RR Vs MI બંને ટીમો માટે મહત્વપૂર્ણ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં, યજમાન રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આજે ગુરુવારે ટકરાશે. સતત પાંચ મેચ જીત્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં વિજયી છગ્ગો ફટકારવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ, જો રાજસ્થાન રોયલ્સ આ મેચ હારી જાય છે, તો પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ ખતમ થઈ જશે. રાજસ્થાન રોયલ્સ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી રહી છે.
રાજસ્થાનના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર છે. ઇજાગ્રસ્ત સંદીપ સિંહના સ્થાને આકાશ માધવાલને અને વાનિંદુ હસરંગાના સ્થાને કુમાર કાર્તિકેયને તક આપવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરત. આ દરમિયાન, સ્ટાર સ્પોર્ટ્સ પર મેચની કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે કહ્યું કે આ મેચમાં ટોસની બહુ અસર નહીં પડે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, 6 હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોર્બીન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર્સ બેન્ચ: રોબિન મિંજ, રાજ બાવા, કર્ણ શર્મા, રીસ ટોપલી, સત્યનારાયણ રાજુ
આ પણ વાંચોઃ પીળી જર્સીનો શહેનશાહ શું હવે વિદાયના દ્વારે?
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન
વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, ફઝલહક ફારૂકી. ઈમ્પેક્ટ પ્લેયર્સ બેન્ચઃ શુભમ દુબે, તુષાર દેશપાંડે, કુણાલ રાઠોડ, યુદ્ધવીર ચરક, ક્વેના મ્ફાકા.
આ પણ વાંચો : Dhoni-Jadeja Funny Video : ધોનીએ ફટકારેલા શોટને જાડેજાએ કેચ કર્યો, જુઓ આ રમૂજી ક્ષણને