IPL 2025: પંજાબ કિંગ્સના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન
- પંજાબ કિંગ્સએ નવા કેપ્ટનની જાહેરાત કરી
- શ્રેયસ અય્યરને સોંપાઈ પંજાબ કિંગ્સની કમાન
- IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી
IPL 2025:પંજાબ કિંગ્સ (PBKS) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે (IPL 2025)પોતાના કેપ્ટનની જાહેરાત કરી છે. પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત અનોખી રીતે કરી. સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસ 18 ના વીકેન્ડ કા વાર એપિસોડ દરમિયાન શ્રેયસ ઐયરને(shreyas iyer captain) પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે જાહેર કર્યો.
યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ પણ રહ્યા હાજર
આ દરમિયાન શ્રેયસ ઐયર સાથે યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ પણ હાજર હતા. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં KKR એ IPL 2024નો ખિતાબ જીત્યો હતો. IPL મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે.
𝘞𝘪𝘵𝘩 𝘨𝘳𝘦𝘢𝘵 𝘱𝘰𝘸𝘦𝘳 𝘤𝘰𝘮𝘦𝘴 𝘨𝘳𝘦𝘢𝘵 𝘳𝘦𝘴𝘱𝘰𝘯𝘴𝘪𝘣𝘪𝘭𝘪𝘵𝘺! 💫#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/jCYtx4bbVH
— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025
આ પણ વાંચો-IPL 2025 Date Announced: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન અંગે મોટો ખુલાસો થયો
કેપ્ટનશીપમાં તેનો શાનદાર રેકોર્ડ
શ્રેયસ ઐયરે 2020 માં દિલ્હીને તેની પહેલી IPL ફાઈનલમાં પહોંચાડ્યું હતું પરંતુ તેઓ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે હારી ગયા હતા. ત્યારબાદ દિલ્હીએ 2021 સીઝનમાં ઐયરની જગ્યાએ રિષભ પંતને પોતાનો કેપ્ટન નિયુક્ત કર્યો. બાદમાં 2022માં, ઐયરને KKR દ્વારા ખરીદવામાં આવ્યો. તેણે બે સીઝન માટે KKRનું નેતૃત્વ કર્યું. તે KKR ને ટાઈટલ જીત તરફ લઈ ગયો.
આ પણ વાંચો-BCCIની બેઠકમાં રોહિત શર્માએ કેપ્ટન રહેવા માટે ઈચ્છા દર્શાવી, કેપ્ટન તરીકે છેલ્લી ટુર્નામેન્ટ?
IPL 2025 માટે પંજાબ ટીમ
શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર, માર્કો જાનસેન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાઈલા અવિનાશ, પ્રવીણ દુબે.
23 માર્ચથી શરૂ થશે IPL 2025
ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટી અપડેટ આવી છે. આ વખતે IPL 23 માર્ચથી શરૂ થશે.


