ભારત vs વેસ્ટ ઈન્ડિઝ: બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો, WTCમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી
- બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો (Jasprit Bumrah WTC Wickets)
- WTCમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી કરી
- આ સિદ્ધી મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી
- કુલ 13 ટેસ્ટ મેચોમાં આ 50 વિકેટો પૂરી કરી
Jasprit Bumrah WTC Wickets : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ નિષ્ફળ ગઈ છે. ભારતીય બોલરોના ધારદાર પ્રદર્શન સામે વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને વિરોધી ટીમને ઓછા સ્કોર પર સમેટી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
જસપ્રીત બુમરાહનો નવો રેકોર્ડ (Jasprit Bumrah WTC Wickets)
આ મેચની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ઓપનર જોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ અને જોહાન લેન સહિત ત્રણ વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે જ બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ભારતીય જમીન પર પોતાની 50 વિકેટો પૂરી કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
Two fiery deliveries, two similar results 🔥🔥
Jasprit Bumrah, you absolute beauty!#TeamIndia @IDFCfirstbank | @Jaspritbumrah93 pic.twitter.com/JNcPGJxK8I
— BCCI (@BCCI) October 2, 2025
સિદ્ધી મેળવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર (Jasprit Bumrah WTC Wickets )
આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. જોકે, તેમના પહેલા સ્પિનરોમાં રવિચંદ્રન અશ્વિન (149 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (94 વિકેટ) ઘરઆંગણે WTCમાં 50થી વધુ વિકેટ લઈ ચૂક્યા છે.
કુલ 13 ટેસ્ટ મેચમાં 50 વિકેટ મેળવી
જસપ્રીત બુમરાહે ઘરઆંગણે કુલ 13 ટેસ્ટ મેચોમાં આ 50 વિકેટો પૂરી કરી છે. આ દરમિયાન 45 રન આપીને 6 વિકેટ લેવાનું તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બુમરાહ તેની ઘાતક યોર્કર અને લયબદ્ધ બોલિંગ માટે જાણીતો છે, જે તેને કોઈપણ બેટિંગ લાઇન-અપને તોડી પાડવાની ક્ષમતા આપે છે.
બુમરાહની અત્યાર સુધીની ટેસ્ટ કારકિર્દી
ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં ગણાતા જસપ્રીત બુમરાહે વર્ષ 2018માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં, તેણે 49 ટેસ્ટ મેચોમાં કુલ 222 વિકેટો મેળવી છે, જેમાં 15 વખત પાંચ વિકેટ ઝડપવાનો (Five-wicket Haul) સમાવેશ થાય છે. બુમરાહે પોતાના દમ પર ભારતને ઘણી મહત્વપૂર્ણ જીત અપાવી છે
આ પણ વાંચો : ડ્રીમ 11 પછી BCCIના નવા જર્સી સ્પોન્સર તરીકે 'અપોલો ટાયર્સ', જાણો કેટલા કરોડમાં થઈ ડીલ?


