Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Joe Rootએ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત સામે આવું કરનાર પહેલો બેટ્સમેન બન્યો

લોર્ડ્સના મેદાન ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે જો રૂટે તે સ્થાન મેળવ્યું લોર્ડ્સમાં બીજી અડધી સદી ફટકારી ind vs eng 3rd test: લોર્ડ્સના મેદાન પર જો રૂટના (joe root)નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં...
joe rootએ હાંસલ કરી મોટી સિદ્ધિ  ભારત સામે આવું કરનાર પહેલો બેટ્સમેન બન્યો
Advertisement
  • લોર્ડ્સના મેદાન ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ
  • ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે જો રૂટે તે સ્થાન મેળવ્યું
  • લોર્ડ્સમાં બીજી અડધી સદી ફટકારી

ind vs eng 3rd test: લોર્ડ્સના મેદાન પર જો રૂટના (joe root)નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે (test runs against india)રમતી વખતે જો રૂટે તે સ્થાન મેળવ્યું છે, જે આજ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી.જો રૂટે શાનદાર બેટિંગ કરી અને લોર્ડ્સમાં બીજી અડધી સદી ફટકારી. આ અડધી સદી સાથે જો રૂટે જેક્સ કાલિસ અને રિકી પોન્ટિંગના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. જો રૂટ ક્રીઝ પર આવ્યો ત્યારે ઈંગ્લેન્ડ 44 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પરંતુ તેને ઓલી પોપ સાથે શાનદાર બેટિંગ કરી અને સદીની પાર્ટનરશિપ કરી.

જો રુટના નામ સાથે જોડાઈ મોટી સિદ્ધિ

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે રમતી વખતે 3 હજાર રન પૂરા કર્યા છે. જો રૂટ આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. જો રૂટ કોઈ ટીમ સામે 3 હજાર રન પૂરા કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. જો રૂટ પહેલા ગેરી સોબર્સ અને સચિન તેંડુલકરે આ સિદ્ધિ હાંસલ કરી છે.ગેરી સોબર્સે ઈંગ્લેન્ડ સામે 3214 રન બનાવ્યા હતા, જ્યારે સચિને ઓસ્ટ્રેલિયા સામે 3630 રન બનાવ્યા હતા. જો રૂટે આ મેચમાં પણ લોર્ડ્સના મેદાન પર પોતાનો ઉત્તમ રેકોર્ડ જાળવી રાખ્યો હતો.જો રૂટે તેના કરિયરમાં 103મી વખત 50 પ્લસ રન બનાવ્યા છે. આ બાબતમાં તેને રિકી પોન્ટિંગ અને જેક્સ કાલિસની બરાબરી કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 119 વખત ફિફ્ટીથી વધુ રનની ઈનિંગ રમી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND vs ENG 3rd Test : ઈંગ્લેન્ડની ટીમમાં થઈ આ મોટા ખેલાડીની Entry!

એલિસ્ટર કૂકને છોડ્યા પાછળ

જો રૂટે લોર્ડ્સના મેદાન પર 18મી અડધી સદી ફટકારીને એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધા છે. આ મેદાન પર કૂકના નામે 17 અડધી સદી છે. આ સાથે જો રૂટે લોર્ડ્સમાં 2 હજાર રન પણ પૂરા કર્યા છે. ટેસ્ટમાં જો રૂટના બેટથી આ 67મી અડધી સદી છે.જો રૂટે ઓલી પોપ સાથે મળીને ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળી હતી જે 44ના સ્કોર પર 2 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 111 રન બનાવ્યા. પોપ 44 રન બનાવીને આઉટ થયો. સમાચાર લખાય છે ત્યાં સુધી જો રૂટ 76 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યો છે અને લોર્ડ્સમાં બીજી સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યો છે.

Tags :
Advertisement

.

×